Book Title: Vachanamrut 0254 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 254 નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. મુંબઈ, અષાડ સુદ 8, ભોમ, 1947 નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષતા’ ઉત્પન્ન ન જ હોય, અથવા “મુમુક્ષતા’ જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષતા’ નથી. ‘મુમુક્ષતા’ તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ‘તીવ્ર મુમુક્ષુતા' વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષતા’ વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છેદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વછંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી ‘માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, 'પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. એ બધાં કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. ‘આ લોકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે ‘સ’ છે એવું દ્રઢ થયું નથી, અથવા તે ‘પરમાનંદરૂપ’ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય 1 પાઠાન્તર-પરમ વિનયની ઓછાઇ.Page Navigation
1