Book Title: Vachanamrut 0254 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330374/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 254 નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. મુંબઈ, અષાડ સુદ 8, ભોમ, 1947 નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષતા’ ઉત્પન્ન ન જ હોય, અથવા “મુમુક્ષતા’ જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષતા’ નથી. ‘મુમુક્ષતા’ તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ‘તીવ્ર મુમુક્ષુતા' વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષતા’ વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છેદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વછંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી ‘માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, 'પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. એ બધાં કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. ‘આ લોકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિઃશંકપણે તે ‘સ’ છે એવું દ્રઢ થયું નથી, અથવા તે ‘પરમાનંદરૂપ’ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય 1 પાઠાન્તર-પરમ વિનયની ઓછાઇ. Page #2 -------------------------------------------------------------------------- ________________ સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ ‘પરમ દૈન્યત્વ’ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે ‘સત’ની માન્યતા હોય છે. જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણો ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે (પરમચૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય, પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. 2 પાઠાન્તર-તથારૂપ ઓળખાણ થયે સદ્ગમાં પરમેશ્વર બુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તે ‘પરમ વિનય' કહ્યો છે. તેથી પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને જોગ્યતા આવતી નથી. 3 પાઠાન્તર-પરમ વિનયની. 4 પાઠાન્તર-અને પરમ વિનયમાં વર્તવું યોગ્ય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે.