Book Title: Vachanamrut 0202
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 202 પરમાર્થ વાટે વહાલપ ઊપજે મુંબઈ, માહ વદ 3, 1947 સુજ્ઞ મહેતા ચત્રભુજ, જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો ‘શ્રેયસ્કર’ છે, એમ વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી, તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંત વાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઇચ્છા નથી. પરમાર્થ વાટે વહાલપ ઊપજે એવો પ્રકાર ધર્મ છે. તેને આરાધજો. વિ. રાયચંદના ય.

Loading...

Page Navigation
1