Book Title: Vachanamrut 0202 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330322/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 202 પરમાર્થ વાટે વહાલપ ઊપજે મુંબઈ, માહ વદ 3, 1947 સુજ્ઞ મહેતા ચત્રભુજ, જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો ‘શ્રેયસ્કર’ છે, એમ વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી, તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંત વાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઇચ્છા નથી. પરમાર્થ વાટે વહાલપ ઊપજે એવો પ્રકાર ધર્મ છે. તેને આરાધજો. વિ. રાયચંદના ય.