Book Title: Vachanamrut 0023 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 23 જીવતત્ત્વસંબંધી વિચાર! એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર પ્રકારથી, પાંચ પ્રકારથી અને છ પ્રકારથી જીવતત્ત્વ સમજી શકાય છે. સર્વ જીવને ઓછામાં ઓછો શ્રતજ્ઞાનનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે. ત્રસ એટલે તડકામાંથી છાંયામાં આવે, છાંયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળાં હોય, ભય દેખીને ત્રાસ પામતાં હોય તેવી એક જાતિ, અને બીજાં એક જ સ્થળે સ્થિતિવાળાં હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ; એમ બે પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે. સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તો સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓનો સમાવેશ થાય છે. કોઈ સ્ત્રીવેદમાં, કોઈ પુરુષવેદમાં અને કોઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચોથો વેદ નહીં હોવાથી ત્રણ પ્રકારે વેદદ્રષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે. કેટલાક જીવ નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં, એમ જીવો રહેલા છે. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જીવો ચાર પ્રકારે સમજી શકાય છે. [અપૂર્ણ 1 નવતત્ત્વ પ્રકરણ, ગાથા 3. एगवहि दुवहि तविहिा, चउव्वहिा, पंच छव्वहिा जीवा। T--ચે, વૈય-ક્ર T-Tu રૂા. ભાવાર્થ-જીવો અનુક્રમે ચેતનરૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના છે, વેદરૂપે ત્રણ પ્રકારના, ગતિ વડે ચાર પ્રકારના, ઇંદ્રિય વડે પાંચ પ્રકારના અને કાયના ભેદ વડે છે પ્રકારના પણ કહેવાય.Page Navigation
1