________________ 23 જીવતત્ત્વસંબંધી વિચાર! એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર પ્રકારથી, પાંચ પ્રકારથી અને છ પ્રકારથી જીવતત્ત્વ સમજી શકાય છે. સર્વ જીવને ઓછામાં ઓછો શ્રતજ્ઞાનનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે. ત્રસ એટલે તડકામાંથી છાંયામાં આવે, છાંયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળાં હોય, ભય દેખીને ત્રાસ પામતાં હોય તેવી એક જાતિ, અને બીજાં એક જ સ્થળે સ્થિતિવાળાં હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ; એમ બે પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે. સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તો સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓનો સમાવેશ થાય છે. કોઈ સ્ત્રીવેદમાં, કોઈ પુરુષવેદમાં અને કોઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચોથો વેદ નહીં હોવાથી ત્રણ પ્રકારે વેદદ્રષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે. કેટલાક જીવ નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં, એમ જીવો રહેલા છે. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જીવો ચાર પ્રકારે સમજી શકાય છે. [અપૂર્ણ 1 નવતત્ત્વ પ્રકરણ, ગાથા 3. एगवहि दुवहि तविहिा, चउव्वहिा, पंच छव्वहिा जीवा। T--ચે, વૈય-ક્ર T-Tu રૂા. ભાવાર્થ-જીવો અનુક્રમે ચેતનરૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના છે, વેદરૂપે ત્રણ પ્રકારના, ગતિ વડે ચાર પ્રકારના, ઇંદ્રિય વડે પાંચ પ્રકારના અને કાયના ભેદ વડે છે પ્રકારના પણ કહેવાય.