Book Title: Umaswati
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૭૪ પરંપરામાં ઉમાસ્વાતિ અને ઉમાસ્વામી અને નામ પ્રચલિત છે. શ્વેતાંબર પર પરામાં ફક્ત જ પ્રસિદ્ધ છે. દિગબર પ્રથામાં ગૃધ્રપિચ્છ ઉમાસ્વાતિને તત્ત્વાર્થીના કર્તા ઉમાસ્વાતિ નામ બતાવ્યા છે. શાસનપ્રભાવક ન્યગ્રેોધિકા ગામમાં કૌભીષણ ગાત્રિય બ્રાહ્મણ પરિવારમાં શ્રી ઉમાસ્વાતિનો જન્મ થયા હતેા. તેમનાં માતાનુ નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ હતું અને બંને નામને જોડતુ ‘ઉમાસ્વાતિ ’તેમનુ પેાતાનું નામ હતુ. તેઓએ જન્મસ સ્કારના બળે વેદ-વેદાંગ-પુરાણના ઊંડા અભ્યાસ કર્યો હતા. વેદ સાહિત્યના તે સમથ વિદ્વાન હતા. એક વાર આકસ્મિક તેમને જિનપ્રતિમાજીના દર્શન થતાં અપાર ભાવાલ્લાસ જાગ્યા અને જિજ્ઞાસાપૂર્વક જૈનધમ ને પરિચય પ્રાપ્ત કરી, શ્રદ્ધાવત બની, જૈનધર્મના ત્યાગમાગે જવા તત્પર થઈ દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી ઉમાસ્વાતિ એવા યુગમાં જન્મ્યા કે જ્યારે સંસ્કૃત ભાષાનું મૂલ્ય વધી રહ્યું હતું. જૈનશાસનમાં પણ જૈન સંસ્કૃત ગ્રંથાનું નિર્માણ થઇ રહ્યું હતું. જૈનશાસનમાં પણ દિગ્ગજ જૈન સંસ્કૃત વિદ્વાનોની અપેક્ષા હતી. આ આવશ્યકતાની પૂર્તિમાં ઉમાસ્વાતિ જેવા ઉચ્ચ કોટિના વિદ્વાનની પ્રાપ્તિ જૈન સંધને થઈ. શ્રી ઉમાસ્વાતિના જીવનમાં ઘણી વિશેષતાઓ હતી. બ્રાહ્મણવ‘શમાં ઉત્પન્ન થવાને કારણે શરૂઆતથી જ તેમનામાં સંસ્કૃત ભાષાનુ વિશદ જ્ઞાન હતું. જૈન આગમનો પ્રતિનિધિ ગ્રંથ તત્ત્વાર્થ સૂત્ર તેમના આગમસંબંધી જ્ઞાનના તલસ્પર્શીપણાને પ્રગટ કરે છે અને તેમના ભારતીય દનાના ગભીર અધ્યયનની ઝાંખી કરાવે છે. શ્રી ઉમાસ્વાતિના વાચકપદને જોતાં શ્વેતાંબર પર પરા તેમને પૂર્વધર માને છે અને દિગંબર પરંપરા તેમને શ્રુતકેવલીતુલ્ય સન્માન આપે છે. વાચક ઉમાસ્વાતિ સમર્થ સંગ્રહકાર હતા. જૈન તત્ત્વાના સગ્રાહક આચાર્ચમાં શ્રી ઉમાસ્વાતિનું નામ આગળ પડતું છે. તેમના ‘ તત્ત્વાર્થસૂત્ર ’માં જૈનદર્શન સબ'ધી સ` વિષયાના અનુપમ સંગ્રહ પ્રાપ્ત થાય છે. આગમવાણીના આ અપૂર્વ સારસ’ગ્રાહક ગ્રંથ છે. આચાય ઉમાસ્વાતિ સંગ્રાહક બુદ્ધિથી પ્રભાવિત થઈ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાયે કહ્યું છે કે— ‘જીવોમાસ્વાતિ સંગ્રહીતાઃ ’~~~જૈનતત્ત્વના સ‘ગ્રાહક આચાર્યમાં ઉમાસ્વાતિ અગ્રણી છે, ... 7 સમસ્ત જૈનસમાજમાં શ્રી ઉમાસ્વાતિનું નામ આદરભાવે લેવામાં આવે છે તેનું મુખ્ય કારણ ‘ તત્ત્વાર્થસૂત્ર' જેવા ઉચ્ચ કોટિના ગ્રંથનું નિર્માણુ છે. શ્રી ઉમાસ્વાતિએ આ ‘ તત્ત્વા - સૂત્ર'માં જીવવિજ્ઞાન, જડવિજ્ઞાન, જનનવેદ્યા, શરીરિવજ્ઞાન, માનવિજ્ઞાન, લેાકિવજ્ઞાન, ભૂસ્તરવિદ્યા, ભૂગોળ, ખગોળ, સ્થિતિસ્થાપકતા, કવિજ્ઞાન, પરાધીનતા, સ્વાતંત્ર્ય, પરમ શાન્તિ, મેક્ષ ઇત્યાદિ અનેક વિષયાને સંગ્રહ કર્યાં છે. આવા વિષયને સંસ્કૃતમાં આ એક જ ગ્રંથ છે અને તેથી જ શ્વેતાંબર-હિંગબર સમાજેમાં અત્ય૫ પાલેદ સાથે સમાનરૂપે આદર પામ્યા છે. મેાક્ષમાગ રૂપે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રનું યુક્તિપૂર્વક નિરૂપણ, દ્રવ્યો અને તત્ત્વનું વિવેચન, જ્ઞાન અને રેયની સમુચિત વ્યવસ્થા તથા જૈનદર્શન સમ્મત બીજી અનેક માન્યતાએનું પ્રતિપાદન આ ગ્રંથમાં હોવાથી આ ગ્રંથની ઘણી ઉપયેાગિતા સિદ્ધ થઇ છે. આત્મા, બધ અને મેક્ષનું સાંગોપાંગ વન પાઠકના મનને વિશેષ પ્રભાવિત કરે છે. સૂત્રગ્રંથામાં ‘તત્ત્વાર્થ સૂત્ર’ જૈનસાહિત્યના પ્રથમ સૂત્રગ્રંથ છે. તેમાં દસ અધ્યાય છે. આ દસ અધ્યાયામાં સૂત્રસ`ખ્યા ૩૫૭ Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3