Page #1
--------------------------------------------------------------------------
________________
શમણુભગવંતો
૧૭3
કરી હતી. નંદીસત્ર સ્થવિરાવલીમાં દેવદ્વિગણિ શ્રી નાગાર્જુનની સ્તુતિ કરતાં કહે છે?
મૃદુતાદિ ગુણોથી સમ્પન્ન, પરંપરાએ વાચકપદને પામેલા, ઓઘશ્રત સામાચારીમાં કુશળ આચાર્ય નાગાર્જુનને વંદન કરું છું.”
- આચાર્ય કંદિલ અને આચાર્ય નાગાર્જુનના સાનિધ્યમાં આ રીતે ઉપકારક, ઉપયોગી અને મહત્વપૂર્ણ એવી જેથી આગમવાચના થઈ તેમાં અગિયાર અંગશાસ્ત્રો અને પૂર્વોનું જે રીતે સંકલન થયું છે તેમાં આ બંને અનુયોગધર આચાર્યોની શાસનદાઝ, કતભક્તિ અને દીર્ધદષ્ટિના દર્શન થાય છે.
આચાર્ય સ્કેદિલ, શ્રી હિમવંત ક્ષમાશ્રમણ અને આચાર્ય નાગાર્જુન–એ ત્રણે સમકાલીન હતા. આ ચોથી આગમવાચના વીરનિર્વાણ સં. ૮૨૦ થી ૮૦૦ દરમિયાન થઈ છે. એ જોતાં વીરનિર્વાણની નવમી શતાબ્દીમાં આ ત્રણે વાચનાચાર્યો થયા તેમ સ્પષ્ટ અનુમાન થાય છે.
જૈનતોના સંગ્રાહક, પાંચસો ગ્રંથના રચયિતા, તત્ત્વાધિગમગ્રંથપ્રણેતા
દશ પૂર્વધર આચાર્યશ્રી ઉમાસ્વાતિજી મહારાજ પ્રભાવક આચાર્યોની પરંપરામાં શ્રી ઉમાસ્વાતિ વાચકનું અતિવિશિષ્ટ સ્થાન છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. તેમને આગમગ્રંથનું ઊંડું જ્ઞાન હતું. જેને સાહિત્યમાં સુપ્રસિદ્ધ તત્વાર્થસૂત્ર” તેમની બહુશ્રુતતાનું ઘાતક છે. ઉમાસ્વાતિની ગુરુપરંપરા વેતાંબર અને દિગંબર બંનેના ગ્રંથમાં ભિન્ન ભિન્ન પ્રાપ્ત થાય છે. વેતાંબર વિદ્વાનોએ શ્રી ઉમાસ્વાતિની ગુરુપરંપરાને તાંબરસંત ગુર્નાવલી સાથે સંબદ્ધ માની છે. શ્રી ઉમાસ્વાતિ વાચક દ્વારા રચિત તત્વાર્થસૂત્ર' ભાષ્યની પ્રશસ્તિ મુજબ ઉમાસ્વાતિના દીક્ષાગુરુ આચાર્ય શેષનદિ હતા. શ્રી ઘોષનંદિ ૧૧ અંગશાસ્ત્રના ધારક હતા અને વાચનાચાર્ય શિવશ્રીના શિષ્ય હતા. શ્રી ઉમાસ્વાતિના વિદ્યાગુરુ “મૂલ” નામના વાચનાચાર્ય હતા. વાચનાચાર્ય શ્રી “મૂલ” મહાવાચનાચાર્ય શ્રી મુંડપાદના પટ્ટધર હતા. ઉચ્ચ નાગર શાખામાં શ્રી ઉમાસ્વાતિને વાચકપદ મળ્યું હતું.
શ્રી તત્ત્વાર્થાધિગમ ભાષ્યને શ્વેતાંબર વિદ્વાનોએ એકી અવાજે ઉમાસ્વાતિની રચના માની છે. આ ભાગની પ્રશસ્તિમાં ઉમાસ્વાતિની ગુરુપરંપરા સાથે ઉચ્ચ નાગર શાખાને ઉલ્લેખ છે. કલ્પસ્થવિરાવલી મુજબ આર્ય સુહસ્તિના શિષ્ય સુરિત, સુપ્રતિબદ્ધ, તેમના શિષ્ય ઈન્દ્રદિન, તેમના શિષ્ય આર્યદિન અને આર્યદિનના શિષ્ય શાંતિશ્રેણિક હતા. શાંતિશ્રેણિકથી ઉચ્ચ નાગર શાખાને ઉદ્ભવ થયે. ભાષ્યપ્રશસ્તિમાંના ઉચ્ચ નાગર શાખાના ઉલ્લેખથી આચાર્ય ઉમાસ્વાતિની ગુરુપરંપરા આચાર્ય સુહસ્તિસૂરિની પરંપરા સિદ્ધ થાય છે. પ્રભાવક આચાર્યોની પરંપરામાં શ્રી ઉમાસ્વાતિ એક એવા વિશિષ્ટ કક્ષાના આચાર્ય છે કે જેમને દિગંબર અને વેતાંબર બંને સમાનભાવે સન્માન આપે છે અને પિતાપિતાની પરંપરાના માનવામાં ગૌરવ અનુભવે છે. દિગંબર,
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પરંપરામાં ઉમાસ્વાતિ અને ઉમાસ્વામી અને નામ પ્રચલિત છે. શ્વેતાંબર પર પરામાં ફક્ત જ પ્રસિદ્ધ છે. દિગબર પ્રથામાં ગૃધ્રપિચ્છ ઉમાસ્વાતિને તત્ત્વાર્થીના કર્તા
ઉમાસ્વાતિ નામ બતાવ્યા છે.
શાસનપ્રભાવક
ન્યગ્રેોધિકા ગામમાં કૌભીષણ ગાત્રિય બ્રાહ્મણ પરિવારમાં શ્રી ઉમાસ્વાતિનો જન્મ થયા હતેા. તેમનાં માતાનુ નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ હતું અને બંને નામને જોડતુ ‘ઉમાસ્વાતિ ’તેમનુ પેાતાનું નામ હતુ. તેઓએ જન્મસ સ્કારના બળે વેદ-વેદાંગ-પુરાણના ઊંડા અભ્યાસ કર્યો હતા. વેદ સાહિત્યના તે સમથ વિદ્વાન હતા. એક વાર આકસ્મિક તેમને જિનપ્રતિમાજીના દર્શન થતાં અપાર ભાવાલ્લાસ જાગ્યા અને જિજ્ઞાસાપૂર્વક જૈનધમ ને પરિચય પ્રાપ્ત કરી, શ્રદ્ધાવત બની, જૈનધર્મના ત્યાગમાગે જવા તત્પર થઈ દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી ઉમાસ્વાતિ એવા યુગમાં જન્મ્યા કે જ્યારે સંસ્કૃત ભાષાનું મૂલ્ય વધી રહ્યું હતું. જૈનશાસનમાં પણ જૈન સંસ્કૃત ગ્રંથાનું નિર્માણ થઇ રહ્યું હતું. જૈનશાસનમાં પણ દિગ્ગજ જૈન સંસ્કૃત વિદ્વાનોની અપેક્ષા હતી. આ આવશ્યકતાની પૂર્તિમાં ઉમાસ્વાતિ જેવા ઉચ્ચ કોટિના વિદ્વાનની પ્રાપ્તિ જૈન સંધને થઈ. શ્રી ઉમાસ્વાતિના જીવનમાં ઘણી વિશેષતાઓ હતી. બ્રાહ્મણવ‘શમાં ઉત્પન્ન થવાને કારણે શરૂઆતથી જ તેમનામાં સંસ્કૃત ભાષાનુ વિશદ જ્ઞાન હતું. જૈન આગમનો પ્રતિનિધિ ગ્રંથ તત્ત્વાર્થ સૂત્ર તેમના આગમસંબંધી જ્ઞાનના તલસ્પર્શીપણાને પ્રગટ કરે છે અને તેમના ભારતીય દનાના ગભીર અધ્યયનની ઝાંખી કરાવે છે. શ્રી ઉમાસ્વાતિના વાચકપદને જોતાં શ્વેતાંબર પર પરા તેમને પૂર્વધર માને છે અને દિગંબર પરંપરા તેમને શ્રુતકેવલીતુલ્ય સન્માન આપે છે. વાચક ઉમાસ્વાતિ સમર્થ સંગ્રહકાર હતા. જૈન તત્ત્વાના સગ્રાહક આચાર્ચમાં શ્રી ઉમાસ્વાતિનું નામ આગળ પડતું છે. તેમના ‘ તત્ત્વાર્થસૂત્ર ’માં જૈનદર્શન સબ'ધી સ` વિષયાના અનુપમ સંગ્રહ પ્રાપ્ત થાય છે. આગમવાણીના આ અપૂર્વ સારસ’ગ્રાહક ગ્રંથ છે. આચાય ઉમાસ્વાતિ સંગ્રાહક બુદ્ધિથી પ્રભાવિત થઈ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાયે કહ્યું છે કે— ‘જીવોમાસ્વાતિ સંગ્રહીતાઃ ’~~~જૈનતત્ત્વના સ‘ગ્રાહક આચાર્યમાં ઉમાસ્વાતિ અગ્રણી છે,
...
7
સમસ્ત જૈનસમાજમાં શ્રી ઉમાસ્વાતિનું નામ આદરભાવે લેવામાં આવે છે તેનું મુખ્ય કારણ ‘ તત્ત્વાર્થસૂત્ર' જેવા ઉચ્ચ કોટિના ગ્રંથનું નિર્માણુ છે. શ્રી ઉમાસ્વાતિએ આ ‘ તત્ત્વા - સૂત્ર'માં જીવવિજ્ઞાન, જડવિજ્ઞાન, જનનવેદ્યા, શરીરિવજ્ઞાન, માનવિજ્ઞાન, લેાકિવજ્ઞાન, ભૂસ્તરવિદ્યા, ભૂગોળ, ખગોળ, સ્થિતિસ્થાપકતા, કવિજ્ઞાન, પરાધીનતા, સ્વાતંત્ર્ય, પરમ શાન્તિ, મેક્ષ ઇત્યાદિ અનેક વિષયાને સંગ્રહ કર્યાં છે. આવા વિષયને સંસ્કૃતમાં આ એક જ ગ્રંથ છે અને તેથી જ શ્વેતાંબર-હિંગબર સમાજેમાં અત્ય૫ પાલેદ સાથે સમાનરૂપે આદર પામ્યા છે. મેાક્ષમાગ રૂપે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રનું યુક્તિપૂર્વક નિરૂપણ, દ્રવ્યો અને તત્ત્વનું વિવેચન, જ્ઞાન અને રેયની સમુચિત વ્યવસ્થા તથા જૈનદર્શન સમ્મત બીજી અનેક માન્યતાએનું પ્રતિપાદન આ ગ્રંથમાં હોવાથી આ ગ્રંથની ઘણી ઉપયેાગિતા સિદ્ધ થઇ છે. આત્મા, બધ અને મેક્ષનું સાંગોપાંગ વન પાઠકના મનને વિશેષ પ્રભાવિત કરે છે. સૂત્રગ્રંથામાં ‘તત્ત્વાર્થ સૂત્ર’ જૈનસાહિત્યના પ્રથમ સૂત્રગ્રંથ છે. તેમાં દસ અધ્યાય છે. આ દસ અધ્યાયામાં સૂત્રસ`ખ્યા ૩૫૭
2010-04
Page #3
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવતે 175 છે. પ્રથમ ચાર અધ્યાયમાં લગભગ 158 સૂત્રો છે, જેમાં જ્ઞાન, જીવાદિ ભેદ, નરકભૂમિ, દેવભૂમિ અને ભૌગોલિક જ્ઞાનને ખજાને છે. પાંચમા અધ્યાયમાં 42 સૂત્ર છે, જેમાં ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય આદિ દ્રવ્યવિભાગનું પ્રતિપાદન છે. છઠ્ઠા અધ્યાયમાં 27 સૂત્ર છે, જેમાં આસવતત્ત્વનું નિરૂપણ છે. સાતમા અધ્યાયમાં 39 સૂત્ર છે, જેમાં સંવરનું વર્ણન છે. આઠમા અધ્યાયમાં 26 સૂત્ર છે, જેમાં કર્મબંધની વ્યાખ્યા છે. નવમાં અધ્યાયમાં 47 સૂત્ર છે, જેમાં નિર્જરનું સ્વરૂપ છે. દસમા અધ્યાયમાં મોક્ષમાર્ગનું વિવેચન છે. આ ગ્રંથનું માહાત્મ્ય જોતાં, ખરેખર, જેનદર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ આચાર્ય ઉમાસ્વાતિજીના “તત્ત્વાર્થસૂત્રથી થયું તેમ કહી શકાય. અન્ય ધર્મોમાં જેમ ગીતા, બાઈબલ અને કુરાન છે તેવી જ ગણના જેનધર્મમાં “તત્ત્વાર્થસૂત્ર'ની કહી શકાય. તત્ત્વાર્થના વ્યાખ્યાગ્રંથોમાં તત્ત્વાર્થાધિગમભાગ્ય એ શ્રી ઉમાસ્વાતિ વાચકની પજ્ઞ રચના છે. તત્ત્વાર્થાધિગમભાગ્યની પ્રશસ્તિમાં આચાર્યશ્રી ઉમાસ્વાતિના જીવનને ટ્રેક પરિચય મળે છે. આ કારિકાઓ દર્શાવે છે તેમ, આ તત્વાર્થસૂત્ર ઉપર દિગંબર આચાર્યોએ સર્વાર્થસિદ્ધિ, શ્રતસાગર, રજવાર્તિક, લેકવાર્તિક વગેરે ટીકાની રચના કરી છે. તત્ત્વાર્થભાષ્ય પર Aવેતાંબરચાએ જે ટીકાઓ રચી છે તેમાં સર્વથી મટી ટીકા સિદ્ધસેનગણની છે. ટીકાકાર સિદ્ધસેન તત્વાર્થભાષ્યવૃત્તિની પ્રશસ્તિમાં ભાસ્વામીના શિષ્ય તરીકે પિતાને દર્શાવે છે. ભાસ્વામી આયંદિત્તસૂરિના પ્રશિષ્ય અને સિંહગિરિસૂરિના શિષ્ય હતા. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ તત્ત્વાર્થભાષ્ય પર લધુવૃત્તિની રચના કરી છે. તેમની આ વૃત્તિ લગભગ પાંચ અધ્યાયે પર છે. બાકીની વૃત્તિની રચના શ્રી યશોભદ્રસૂરિ અને તેમના શિષ્ય પૂર્ણ કરી છે. તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્ય ઉપરાંત જંબુદ્વીપ સમાસ, પૂજા પ્રકરણ, શ્રાવક પ્રપ્તિ , ક્ષેત્રસમાસ, પ્રશમરતિ પ્રકરણ આદિની રચનાઓ શ્રી ઉમાસ્વાતિની બતાવવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિએ 500 ગ્રંથ રચ્યા હતા, તેવી માન્યતા શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રવર્તે છે. પૂર્વેના છે અને વર્તમાન સંશોધન લેખોને આધારે શ્રી ઉમાસ્વાતિ વીરનિર્વાણ સં. 770 લગભગમાં થયાનું પ્રતિપાદિત થાય છે. પ્રાકૃત ભાષાનાં પ્રાચીન, પ્રસિદ્ધ અને પ્રથમ ચારિત્રકાવ્ય “પઉમચરિય” (જૈન રામાયણ)ના રચિયતા આચાર્યશ્રી વિમલસૂરીશ્વરજી મહારાજ આચાર્ય શ્રી વિમલસૂરીશ્વરજી ઉચ્ચકેટિના વિદ્વાન અને કવિ હતા. પ્રાકૃત સાહિત્યમાં ચરિત્રકાવ્યના શ્રેષ્ઠ રચનાકાર હતા. સાહિત્યિક ભાષામાં ગૃતિ “પઉમચરિય” (જેન રામાયણ) આચાર્ય વિમલસૂરિની ઉત્તમ પદ્યમય રચના છે, જે તેમની કુશળ કવિત્વશક્તિને પરિચય આપે છે. 2010_04