________________
શમણુભગવંતો
૧૭3
કરી હતી. નંદીસત્ર સ્થવિરાવલીમાં દેવદ્વિગણિ શ્રી નાગાર્જુનની સ્તુતિ કરતાં કહે છે?
મૃદુતાદિ ગુણોથી સમ્પન્ન, પરંપરાએ વાચકપદને પામેલા, ઓઘશ્રત સામાચારીમાં કુશળ આચાર્ય નાગાર્જુનને વંદન કરું છું.”
- આચાર્ય કંદિલ અને આચાર્ય નાગાર્જુનના સાનિધ્યમાં આ રીતે ઉપકારક, ઉપયોગી અને મહત્વપૂર્ણ એવી જેથી આગમવાચના થઈ તેમાં અગિયાર અંગશાસ્ત્રો અને પૂર્વોનું જે રીતે સંકલન થયું છે તેમાં આ બંને અનુયોગધર આચાર્યોની શાસનદાઝ, કતભક્તિ અને દીર્ધદષ્ટિના દર્શન થાય છે.
આચાર્ય સ્કેદિલ, શ્રી હિમવંત ક્ષમાશ્રમણ અને આચાર્ય નાગાર્જુન–એ ત્રણે સમકાલીન હતા. આ ચોથી આગમવાચના વીરનિર્વાણ સં. ૮૨૦ થી ૮૦૦ દરમિયાન થઈ છે. એ જોતાં વીરનિર્વાણની નવમી શતાબ્દીમાં આ ત્રણે વાચનાચાર્યો થયા તેમ સ્પષ્ટ અનુમાન થાય છે.
જૈનતોના સંગ્રાહક, પાંચસો ગ્રંથના રચયિતા, તત્ત્વાધિગમગ્રંથપ્રણેતા
દશ પૂર્વધર આચાર્યશ્રી ઉમાસ્વાતિજી મહારાજ પ્રભાવક આચાર્યોની પરંપરામાં શ્રી ઉમાસ્વાતિ વાચકનું અતિવિશિષ્ટ સ્થાન છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. તેમને આગમગ્રંથનું ઊંડું જ્ઞાન હતું. જેને સાહિત્યમાં સુપ્રસિદ્ધ તત્વાર્થસૂત્ર” તેમની બહુશ્રુતતાનું ઘાતક છે. ઉમાસ્વાતિની ગુરુપરંપરા વેતાંબર અને દિગંબર બંનેના ગ્રંથમાં ભિન્ન ભિન્ન પ્રાપ્ત થાય છે. વેતાંબર વિદ્વાનોએ શ્રી ઉમાસ્વાતિની ગુરુપરંપરાને તાંબરસંત ગુર્નાવલી સાથે સંબદ્ધ માની છે. શ્રી ઉમાસ્વાતિ વાચક દ્વારા રચિત તત્વાર્થસૂત્ર' ભાષ્યની પ્રશસ્તિ મુજબ ઉમાસ્વાતિના દીક્ષાગુરુ આચાર્ય શેષનદિ હતા. શ્રી ઘોષનંદિ ૧૧ અંગશાસ્ત્રના ધારક હતા અને વાચનાચાર્ય શિવશ્રીના શિષ્ય હતા. શ્રી ઉમાસ્વાતિના વિદ્યાગુરુ “મૂલ” નામના વાચનાચાર્ય હતા. વાચનાચાર્ય શ્રી “મૂલ” મહાવાચનાચાર્ય શ્રી મુંડપાદના પટ્ટધર હતા. ઉચ્ચ નાગર શાખામાં શ્રી ઉમાસ્વાતિને વાચકપદ મળ્યું હતું.
શ્રી તત્ત્વાર્થાધિગમ ભાષ્યને શ્વેતાંબર વિદ્વાનોએ એકી અવાજે ઉમાસ્વાતિની રચના માની છે. આ ભાગની પ્રશસ્તિમાં ઉમાસ્વાતિની ગુરુપરંપરા સાથે ઉચ્ચ નાગર શાખાને ઉલ્લેખ છે. કલ્પસ્થવિરાવલી મુજબ આર્ય સુહસ્તિના શિષ્ય સુરિત, સુપ્રતિબદ્ધ, તેમના શિષ્ય ઈન્દ્રદિન, તેમના શિષ્ય આર્યદિન અને આર્યદિનના શિષ્ય શાંતિશ્રેણિક હતા. શાંતિશ્રેણિકથી ઉચ્ચ નાગર શાખાને ઉદ્ભવ થયે. ભાષ્યપ્રશસ્તિમાંના ઉચ્ચ નાગર શાખાના ઉલ્લેખથી આચાર્ય ઉમાસ્વાતિની ગુરુપરંપરા આચાર્ય સુહસ્તિસૂરિની પરંપરા સિદ્ધ થાય છે. પ્રભાવક આચાર્યોની પરંપરામાં શ્રી ઉમાસ્વાતિ એક એવા વિશિષ્ટ કક્ષાના આચાર્ય છે કે જેમને દિગંબર અને વેતાંબર બંને સમાનભાવે સન્માન આપે છે અને પિતાપિતાની પરંપરાના માનવામાં ગૌરવ અનુભવે છે. દિગંબર,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org