SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે 175 છે. પ્રથમ ચાર અધ્યાયમાં લગભગ 158 સૂત્રો છે, જેમાં જ્ઞાન, જીવાદિ ભેદ, નરકભૂમિ, દેવભૂમિ અને ભૌગોલિક જ્ઞાનને ખજાને છે. પાંચમા અધ્યાયમાં 42 સૂત્ર છે, જેમાં ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય આદિ દ્રવ્યવિભાગનું પ્રતિપાદન છે. છઠ્ઠા અધ્યાયમાં 27 સૂત્ર છે, જેમાં આસવતત્ત્વનું નિરૂપણ છે. સાતમા અધ્યાયમાં 39 સૂત્ર છે, જેમાં સંવરનું વર્ણન છે. આઠમા અધ્યાયમાં 26 સૂત્ર છે, જેમાં કર્મબંધની વ્યાખ્યા છે. નવમાં અધ્યાયમાં 47 સૂત્ર છે, જેમાં નિર્જરનું સ્વરૂપ છે. દસમા અધ્યાયમાં મોક્ષમાર્ગનું વિવેચન છે. આ ગ્રંથનું માહાત્મ્ય જોતાં, ખરેખર, જેનદર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ આચાર્ય ઉમાસ્વાતિજીના “તત્ત્વાર્થસૂત્રથી થયું તેમ કહી શકાય. અન્ય ધર્મોમાં જેમ ગીતા, બાઈબલ અને કુરાન છે તેવી જ ગણના જેનધર્મમાં “તત્ત્વાર્થસૂત્ર'ની કહી શકાય. તત્ત્વાર્થના વ્યાખ્યાગ્રંથોમાં તત્ત્વાર્થાધિગમભાગ્ય એ શ્રી ઉમાસ્વાતિ વાચકની પજ્ઞ રચના છે. તત્ત્વાર્થાધિગમભાગ્યની પ્રશસ્તિમાં આચાર્યશ્રી ઉમાસ્વાતિના જીવનને ટ્રેક પરિચય મળે છે. આ કારિકાઓ દર્શાવે છે તેમ, આ તત્વાર્થસૂત્ર ઉપર દિગંબર આચાર્યોએ સર્વાર્થસિદ્ધિ, શ્રતસાગર, રજવાર્તિક, લેકવાર્તિક વગેરે ટીકાની રચના કરી છે. તત્ત્વાર્થભાષ્ય પર Aવેતાંબરચાએ જે ટીકાઓ રચી છે તેમાં સર્વથી મટી ટીકા સિદ્ધસેનગણની છે. ટીકાકાર સિદ્ધસેન તત્વાર્થભાષ્યવૃત્તિની પ્રશસ્તિમાં ભાસ્વામીના શિષ્ય તરીકે પિતાને દર્શાવે છે. ભાસ્વામી આયંદિત્તસૂરિના પ્રશિષ્ય અને સિંહગિરિસૂરિના શિષ્ય હતા. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ તત્ત્વાર્થભાષ્ય પર લધુવૃત્તિની રચના કરી છે. તેમની આ વૃત્તિ લગભગ પાંચ અધ્યાયે પર છે. બાકીની વૃત્તિની રચના શ્રી યશોભદ્રસૂરિ અને તેમના શિષ્ય પૂર્ણ કરી છે. તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્ય ઉપરાંત જંબુદ્વીપ સમાસ, પૂજા પ્રકરણ, શ્રાવક પ્રપ્તિ , ક્ષેત્રસમાસ, પ્રશમરતિ પ્રકરણ આદિની રચનાઓ શ્રી ઉમાસ્વાતિની બતાવવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિએ 500 ગ્રંથ રચ્યા હતા, તેવી માન્યતા શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રવર્તે છે. પૂર્વેના છે અને વર્તમાન સંશોધન લેખોને આધારે શ્રી ઉમાસ્વાતિ વીરનિર્વાણ સં. 770 લગભગમાં થયાનું પ્રતિપાદિત થાય છે. પ્રાકૃત ભાષાનાં પ્રાચીન, પ્રસિદ્ધ અને પ્રથમ ચારિત્રકાવ્ય “પઉમચરિય” (જૈન રામાયણ)ના રચિયતા આચાર્યશ્રી વિમલસૂરીશ્વરજી મહારાજ આચાર્ય શ્રી વિમલસૂરીશ્વરજી ઉચ્ચકેટિના વિદ્વાન અને કવિ હતા. પ્રાકૃત સાહિત્યમાં ચરિત્રકાવ્યના શ્રેષ્ઠ રચનાકાર હતા. સાહિત્યિક ભાષામાં ગૃતિ “પઉમચરિય” (જેન રામાયણ) આચાર્ય વિમલસૂરિની ઉત્તમ પદ્યમય રચના છે, જે તેમની કુશળ કવિત્વશક્તિને પરિચય આપે છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249067
Book TitleUmaswati
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy