Book Title: Udayana Mantri ane Dikra Ambada ane Bahada
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ 33. ઉલ્યન મંત્રી અને તેના દીકરા આંબS અને બાહS ઉદયન મંત્રી સોલંકી યુગના રાજા કુમારપાળના રાજયકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સમૃદ્ધિ સર્વોચ્ચ શિખર પર હતી. તે તેનો સુવર્ણયુગ હતો. રાજ્યને આ કક્ષાએ પહોંચાડવામાં તેના મંત્રીઓનો ફાળો મહત્ત્વનો હતો. સોલંકી યુગના મંત્રીઓ મોટે ભાગે જૈન હતા. રાજા કુમારપાળના રાજ્યની વૃદ્ધિ અને સફળતામાં ઉદયન મંત્રી અને તેના બે દીકરા આંબડ અને બાહડનો ફાળો કિંમતી હતો. ઉદયન રાજસ્થાનના ઝાલોર શહેરની બાજુમાં આવેલા વાઘરા ગામનો સામાન્ય વેપારી હતો. તેની જિંદગી બહુ તકલીફો વચ્ચે પસાર થઈ હતી. બે છેડા માંડમાંડ ભેગા થતા. તેની પત્ની સુહાદેવીએ વેપારની દૃષ્ટિએ વિકસિત હોય તેવા સ્થળે રહેવા જવા સૂચવ્યું. એ સમયે ગુજરાતમાં સિદ્ધરાજનું રાજ હતું, અને તેની જાહોજલાલી કૂદકે ને ભૂસકે વધી રહી હતી. ઉદયને ગુજરાતમાં જવાનું વિચાર્યું. એ સમયે સિદ્ધરાજે ગુજરાતમાં પોતાના પિતા કર્ણદેવની સ્મૃતિમાં કર્ણાવતી (અમદાવાદ) નામનું નવું શહેર વસાવ્યું હતું. કર્ણાવતી ઝડપથી વિકસતું શહેર હોઈ ઉદયને ત્યાં જવાનું વિચાર્યું. તે ત્યાં કોઈને ઓળખતો ન હતો તેથી ત્યાંના જૈન મંદિરમાં તે ગયો. ઉદયન ત્યાં ગયો ત્યારે ધાર્મિક વૃત્તિવાળી લચ્છી નામની સ્ત્રી ત્યાં ભક્તિ કરતી હતી. તે મંદિરની બહાર આવી ત્યારે અજાણ્યા દંપતિને જોઈ તેઓ ક્યાંથી આવ્યા છે તેવી પૂછપરછ કરી. ઉદયને જણાવ્યું કે તે ધંધાર્થે રાજસ્થાનથી આવ્યો છે. લચ્છી દયાળુ સ્ત્રી હતી. આવનાર દંપતિ જૈન છે એમ જાણતાં સાધર્મિક ભક્તિ માટે બે-ચાર દિવસ માટે તેમને પોતાને ઘેર લઈ ગયા. તેમને રહેવા માટે પોતાનું જૂનું ઘર આપ્યું. ઉદયને ત્યાં રહી નાનો સરખો ધંધો શરૂ કર્યો. નીતિથી ધંધો કરતાં ટૂંકા ગાળામાં જ તેનો ધંધો સારો ચાલ્યો અને થોડી બચત થતાં જૂના ઘરનું સમારકામ કરાવ્યું. ઘરની જમીન ખોદાતી હતી ત્યારે જમીનમાંથી દાટેલું ધન મળ્યું. તે ખૂબજ પ્રામાણિક હોવાથી તે ધન લઈને તે ઘર લચ્છીનું હોવાથી તેને આપવા ગયો. હવે તે મિલકત ઉદયનની હોવાથી તે ધન પણ ઉદયનનું જ ગણાય એમ કહી લચ્છીએ તે ધન લેવાની ના પાડી. ઉદયન પાસે હવે મોટી મૂડી ભેગી થવાથી મોટો ધંધો શરૂ કર્યો. ધંધામાં તે ઘણું કમાયો અને કર્ણાવતીનો સૌથી ધનિક માણસ ગણાવા લાગ્યો. રાજાએ પણ તેને કર્ણાવતીના પહેલા નાગરિકનો દરજ્જો આપ્યો. તેણે પણ કર્ણાવતીના લોકોની ઉત્તમ સેવા કરી. એ સમયે ખંભાત (અમદાવાદથી ૯૦ કી.મી. દૂર) પશ્ચિમ ભારતનું ખૂબ જ મહત્ત્વનું ઉપયોગી બંદર હતું. રાજકારણીઓ તે શહેરના ગવર્નર થવા પડાપડી કરતા. ઈ. સ. ૧૧૨૦ ની સાલમાં ઉદયનની યોગ્યતા અને શક્તિ જોઈને તેમને ખંભાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. ઉદયને ઘણાં લાંબા સમય સુધી તે પદ સારી રીતે શોભાવ્યું. તેમના સેવાકાળ દરમિયાન બે મહત્ત્વના બનાવો શહેરમાં બન્યા ૧. રાજમાતા મીનળદેવીના સૂચનથી ભોલાદનો યાત્રાળુ કર માફ કર્યો. ૨. પાંચ વર્ષના ચાંગદેવ નામના બાળકને જેનામાં મહાન સાધુ થવાની સુષુપ્ત શક્તિ હતી તેને દીક્ષા અપાવવામાં દેવચંદ્રસૂરિ મહારાજને સહાય કરી. (પાછળથી ચાંગદેવ જૈન આચાર્ય હેમચંદ્ર બન્યા.) ( 128 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4