Book Title: Trivijay Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ જિનતત્ત્વ ભગવાન મહાવીરે, આમ, આહાર, નિદ્રા અને આસન એ ત્રણ ઉપર અપૂર્વ વિજય મેળવ્યો હતો અને એમાંથી જ એમની બીજી અનેક શક્તિઓ પ્રગટી હતી. આ ત્રિવિજયની શક્તિ તેમણે ધ્યાનની પ્રક્રિયામાંથી મેળવી હતી એમ કહેવાય છે. ત્રિવિજય દ્વારા જ તેમણે ભયંકર ઘાતી કર્મોનો ક્ષય કર્યો. ધ્યાન દ્વારા જ તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્રિવિજયયુક્ત આવી ઘોર તપશ્ચર્યાને કારણે વર્ધમાનકુમાર તે ભગવાન મહાવીર બન્યા. એમની સાધનાનો ઇતિહાસ સાધકોને માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4