Book Title: Trishashtishalakapurushcharitammahakavyam Parva 8 9
Author(s): Hemchandracharya, Ramnikvijay Gani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित् // * ‘જે અહીં છે તે અન્ય સ્થળે છે; જે અહીં નથી તે ક્યાંય નથી.” ઉપરનાં વચન મહાભારત માટે લખાયેલાં છે. તે જ વચન ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને સારી રીતે લાગુ પડે છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત એટલે જૈન સંપ્રદાયનાં સિદ્ધાંતો, કથાનકો, ઇતિહાસ, પૌરાણિક કથાઓ, તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ. આખા ગ્રંથનું કદ 360OO શ્લોક ઉપરાંત પ્રમાણનું થવા જાય છે. આ મહાસાગર સમાન વિશાળ ગ્રંથની રચના શ્રી હેમચન્દ્રાચાર્યે તેમની ઉત્તરાવસ્થામાં કરી હતી. શ્રી હેમચંદ્રાચાર્યની સુધાવર્ષિણી વાણીનાં ગૌરવ અને મીઠાશ એ મહાકાવ્યમાં આપણે અનુભવી શકીએ છીએ. સમકાલીન સામાજિક, ધાર્મિક અને વિચારગત પ્રણાલિકાનાં પ્રતિબિંબો એ વિશાળ ગ્રંથમાં ઘણે સ્થળે આપણે જોઈ શકીએ છીએ. એ રીતે તો ગુજરાતનો તે કાલનો સમાજ અને તેનું માનસ તેમાં નિગૂઢ રીતે પ્રતિબિંબિત થયા છે. આ દૃષ્ટિએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું મહત્ત્વ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ પ્રકારનું છે. દ્વયાશ્રયમાં જેટલું વૈવિધ્ય તેમનાથી સાધી શકાયું છે તેના કરતાં અનેક પ્રકારે ચઢિયાતું વૈવિધ્ય આ ગ્રંથમાં દૃષ્ટિગોચર થાય છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં 63 " “શલાકાપુરુષો''નાં ચરિતોનું આલેખન કરવામાં આવ્યું છે. ‘શલાકાપુરુષો” એટલે તે પ્રભાવક પુરુષો જેમના મોક્ષ વિષે સંદેહ નથી. આ ત્રેસઠ શલાકાપુરુષોમાં 24 તીર્થકર, 12 ચક્રવર્તી, વાસુદેવ, 9 બળદેવ, તથા 9 પ્રતિવાસુદેવનો સમાવેશ થાય છે. કાવ્યની અને શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ તો કાવ્યની વાત જ શી કરવી? તેમાં પ્રસાદ છે, કલ્પના છે, શબ્દનું માધુર્ય છે, સરળતા છતાંય ગૌરવ છે. આ નાના પ્રકરણમાં આ બધુંય બતાવવા માટે શી રીતે અવતરણો આપવાં ? જિજ્ઞાસુને તો મૂળગ્રંથ જોવા માટે જ ભલામણ કરવી રહી. એક પરિશીલન કરનાર કહે છે કે " ‘એ ગ્રંથ આખોય સાવંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી તેની ગોઠવણ છે.” ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું આખુંય અવલોકન અને પરિશીલન એ નાના પ્રકરણનો વિષય ન જ થઈ શકે. ૩૬OOUશ્લોકના અગાધ કાવ્યશક્તિ અને વ્યુત્પત્તિથી ભરેલા ગ્રંથનું પ્રસ્તુત પરિશીલન અત્યંત અલ્પ છે. આખાય ગ્રંથનું સમગ્ર પરીક્ષણ તો એક વિસ્તૃત મહાનિબંધનો વિષય બની શકે. હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરૂદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે. એક દિશાસૂચક પ્રકાશશલાકાથી વધારે તો ક્યાંથી આ નાનું લખાણ આપી શકે ? કાલિદાસના શબ્દોમાં ‘‘દુસ્તર સમુદ્રને તરાપા''થી ઓળંગવા માટે આશા સેવતા હેમસારસ્વતના ઉપાસકના પ્રયત્ન કરતાં આ પ્રકરણમાં વધારે હોઈ પણ શું શકે? મધુસૂદન મોદી (‘હમસમીક્ષા’માંથી સાભાર ઉદ્ધત)