Book Title: Trishashtishalakapurushcharitammahakavyam Parva 1
Author(s): Hemchandracharya, Charanvijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 254
________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित् // જે અહીં છે તે અન્ય સ્થળે છે, જે અહીં નથી તે ક્યાંય નથી.’ ઉપરનાં વચન મહાભારત માટે લખાયેલાં છે. તે જ વચન ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને સારી રીતે લાગુ પડે છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત એટલે જૈન સંપ્રદાયના સિદ્ધાંતો, કથાનકે, ઈતિહાસ, પૌરાણિક કથાઓ, તત્ત્વજ્ઞાનને સર્વસંગ્રહ, આખા ગ્રંથનું કદ 36 000 લેાક ઉપરાંત પ્રમાણનું થવા જાય છે. આ મહાસાગર સમાન વિશાલ ગ્રંથની રચના શ્રી હેમચંદ્રાચાર્યે તેમની ઉત્તરાવસ્થામાં કરી હતી. શ્રી હેમચંદ્રાચાર્યની સુધાવર્ષિણી વાણીનાં ગૌરવ અને મીઠાશ એ મહાકાવ્યમાં આપણે અનુભવી શકીએ છીએ. સમકાલીન સામાજિક, ધાર્મિક અને વિચારગત પ્રણાલિકાના. પ્રતિબિંબ એ વિશાલ, ગ્રંથમાં ઘણે સ્થળે આપણે જોઈ શકીએ છીએ. એ રીતે તો ગૃજરાતને તે કાલનો સમાજ અને તેનું માનસ તેમાં નિવૃઢ રીતે પ્રતિબિંબિત થયા છે. આ દૃષ્ટિએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું મહત્ત્વ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ પ્રકારનું છે. યાશ્રયમાં જેટલું વૈવિધ્ય તેમનાથી સાધી શકાયું છે તેના કરતાં અનેક પ્રકારે ચઢિયાતું વૈવિધ્ય આ ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે. | ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિતમાં 63 ‘શલાકાપુરુષ’’માં ચરિતોનું આલેખન કરવામાં આવ્યું છે. ‘શલાકાપુરુષો” એટલે તે પ્રભાવક પુરુષે જેમના મોક્ષ વિષે સંદેહ નથી. આ ત્રેસઠ શલાકાપુરુષમાં ૨૪-તીર્થકર, 12 ચક્રવતી, 9 વાસુદેવ, 9 બળદેવ, તથા 9 પ્રતિવાસુદેવનો સમાવેશ થાય છે. કાવ્યની અને શશાસ્ત્રની દૃષ્ટિએ તો આ કાવ્યની વાત જ શી કરવી ? તેમાં પ્રસાદ છે, કલ્પના છે. શબ્દનું માધુર્ય છે, સરળતા છતાંય ગૌરવ છે. આ નાના પ્રકરણમાં આ બધુ ય બતાવવા માટે શી રીતે અવતરણો આપવા. ? જિજ્ઞાસુને તો મૂળJથે જોવા માટે જ ભલામણ કરવી રહી. એક પરિશીલન કરનાર કહે છે કે ‘‘એ ગ્રંથ આખેય સાવંત વાંચવામાં આવે તે સંસ્કૃતભાષાના આખા કેશને અભ્યાસ થઈ જાય તેવી તેની ગાઠવણ છે? | ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતનું આખુંય અવલોકન અને પરિશીલન એ નાના પ્રકરણનો વિષય ન જ થઈ શકે. 36 000 લેકના અગાધ કાવ્યશક્તિ અને વ્યુત્પત્તિથી ભરેલા ગ્રંથનું પ્રસ્તુત પરિશીલન અત્યંત અ૯પ છે. આખાય ગ્રંથનું સમગ્ર પરીક્ષણ તા એક વિસ્તૃત મહાનિબંધનો વિષય બની શકે. હેમચંદ્રાચાર્ય નું કલિકાલસર્વ જ્ઞનું બિરૂદ આ એકલા ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એ એ વિશાળ, ગંભીર, સર્વ દશી છે. એક દિશાસૂચક પ્રકાશશલાકાથી વધારે તો કયાંથી આ નાનું લખાણ આપી શકે ? કાલિદાસના શબ્દોમાં ‘‘દુસ્તર સમુદ્રને તરાપા”થી એળગવા માટે આશા સેવતા હેમસારસ્વતના ઉપાસકના પ્રયત્ન કરતાં આ પ્રકરણમાં વધારે હોઈ પણ શું શકે ? - મધુસૂદન મોદી (“હેમસમીક્ષા” માંથી સાભાર ઉદ્ભૂત) in Education Intematonal For Private & Personal Use Only www.jainen

Loading...

Page Navigation
1 ... 252 253 254