Book Title: Trishashti Shalakapurush Charitra Shlokanam Akaradikramen Anukramanika 04
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala
View full book text
________________
કુમકા શ્લોકો અકાશાદિકમાં
8 ઉદામપુર
જ્ઞાન-દર્શન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. જ્ઞાનથી દર્શન પમાય છે અને જ્ઞાનથી દર્શન સ્થિર થાય છે અને ચારિત્ર દર્શન સહિત હોય છે. એટલે મોક્ષનું અનન્ય કારણ જે ચારિત્ર તેનો મૂળ આધાર જ્ઞાન છે.
૩ઈવવત્રપ્રસૂતં એ ન્યાયે પરમાત્માના મુખમાંથી શ્રુતજ્ઞાનનો જન્મ થયો છે અને ત્રિપદી એ શ્રુતજ્ઞાનનો આધાર છે. ત્રિપદીને સમજવા દ્વાદશાંગીની રચના થઈ અને એમાંથી અનેક આગમોની રચના થઈ. એ આગમના તાગને પામવા અનેક પ્રકીર્ણક-પ્રકરણ-ચરિત્ર ગ્રંથ આદિની રચના થઈ. આ દરેક વિષયોને સમજવા માટે કયો વિષય કયા ગ્રંથમાં ક્યાં છે એનું જ્ઞાન મેળવવા વિષયાનુક્રમ જરૂરી છે. તથા આગમાદિ ગ્રંથોની ટીકામાં અને પુન: શબ્દના કયા કયા અર્થ મહાપુરુષોએ કર્યા છે તેનું જ્ઞાન મેળવવા તેનો સંગ્રહ જરૂરી છે. જે કરવા જેવો છે અને આવા વિષયો પણ સ્વયં એક ગ્રંથ બની જાય છે.
ઉપર જણાવેલા પ્રકીર્ણક-પ્રકરણ અથવા ચરિત્ર ગ્રંથોમાં શ્રીગ્રંથકારે ક્યાંક શ્લોકરૂપ સાક્ષીપાઠ પણ આપેલ હોય છે તો આ સાક્ષીપાઠ કયા ગ્રંથમાં છે એ ગ્રંથ શોધવા માટે ઘણો સમય વ્યતીત થાય અને સંશોધનકારને ઘણી તકલીફ પડે એ માટે ફક્ત શ્લોકની શરૂઆતના પદ પરથી ગ્રંથનું નામ તથા શ્લોક નંબર મળી જશે અને સમય/મહેનત પણ બચશે. બીજી રીતે કોઈ વ્યક્તિને એક શરૂઆતનું પદ ખ્યાલ છે અને કયા ગ્રંથમાં આ શ્લોક આવે છે એનું જ્ઞાન મેળવવું હોય તો અકારાદિક્રમનો ગ્રંથ ખૂબ જ સહાયક બને છે. તે માટે લગભગ વિદ્યમાન કુલ ૬૨૬ ગ્રંથોના ૧,૭૭,૦૦૦ પ્રાયઃ શ્લોકોનો અકારાદિક્રમનો એક સંપુટ ચાર ભાગમાં મુનિશ્રીએ સંપાદિત કરેલ છે. અત્યારે પૂ.ઉપા.સકલચંદ્રવિજયકૃત હિતાચરણ પ્રકરણ ગ્રંથ કે જે અપ્રગટ છે અને તેનું સંશોધન ચાલુ છે, તેના સાક્ષીપાઠોમાં આ સંપુટ ખૂબ જ ઉપયોગી થશે.
જે ગ્રંથના સાક્ષીપાઠ ઘણા ગ્રંથોમાં છે. એવું કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અને પૂ.મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે રચેલ વૈરાગ્યકલ્પલતા તથા વૈરાગ્યરતિ એમ બે ગ્રન્થ જેના પ્રાયઃ ઘણા શ્લોકો સમાન છે. એમ આ ત્રણે ગ્રંથના શ્લોકના અકારાદિક્રમની ગોઠવણ કરી સંશોધનકારોને સાધન-સામગ્રી પૂરી પાડેલ છે, તેમ જ શરૂઆતના પદ પરથી આખો શ્લોક શોધવા માટે કિંચિત પદાનુસારી લબ્ધિના અંશ સ્વરૂપ લધિ પ્રાપ્ત કરવા માટે આ સ્વતંત્ર ગ્રંથનું સંપાદન કરીને મુનિરાજ શ્રી વિનયરક્ષિત મહારાજે શ્રુતજ્ઞાનની સુંદર ભક્તિ કરી છે.
જૈન શાસનમાં આવા અનેક કાર્યો દ્વારા શ્રુતજ્ઞાનની ભક્તિ થઈ શકે છે. આજે કેટલાય સાધુસાધ્વીજી ભગવંતો પણ આવા અનેક પ્રકારના કાર્ય દ્વારા શ્રુતજ્ઞાનની ભક્તિ કરી રહ્યા છે, આ સઘળો પ્રભાવ ત્રિપદીનો છે અને એ ત્રિપદીનું કારણ પણ અંતિમ કેવળજ્ઞાન છે. આવા ગ્રંથોનો અભ્યાસ-ઉપયોગ કરી આપણે પણ તે જ્ઞાનને પામનારા બનીએ એ જ એક સદાની શુભાભિલાષા. અષાઢ સુદ ૩
- પૂ. મુ. દિવ્યકીર્તિવિજય ગણિના શિષ્ય ગીરધરનગર, શાહીબાગ,
- મુ. પુણ્યકીર્તિવિજય ગણિ અમદાવાદ