________________
Iકા |
આવા મહાપુરુષ રચિત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર એક અદ્ભુત મહાકાવ્ય છે. કરૂણરસ, શૌર્યરસ, ભક્તિરસ, વૈરાગ્યરસ વિ. બધા રસોનો શ્રેષ્ઠ સમન્વય છે. છંદો સુંદર છે. અલંકાર અભુત છે, રચના મનોહર છે, શૈલી સરળ છે, ભાવો ગહન છે, ઉપમાઓ અલૌકિક છે, કથાઓ મનોહર છે, સૂક્તિઓ ચોટદાર છે, સ્તુતિઓ ભાવવાહી છે, દેશનાઓ અસરકારક છે, ઉપદેશો પ્રેરક છે, પદલાલિત્ય અનુપમ છે.
ટુંકમાં કહીએ તો બધું જ અદ્ભુત... અભૂત... અદ્ભુત છે.
આ ચરિત્ર દશ પર્વમાં વિભક્ત છે, પ્રત્યેક પર્વમાં અનેક સર્ગો છે, ચરિત્રમાં કથાનકો સાથે ઈતિહાસો, પૌરાણિક કથાઓ, શાસ્ત્ર અને સિધ્ધાંતની વાતો, ગહન તત્ત્વજ્ઞાન અને કર્મસિદ્ધાંતોની વાતો પણ વણી લેવામાં આવી છે.
પહેલા પર્વમાં આદીશ્વર ભગવાન-ભરત ચક્રીના ચરિત્ર • બીજા પર્વમાં અજિતનાથ ભગવાન-સગરચક્રીના ચરિત્ર • ત્રીજા પર્વમાં સંભવનાથ ભગવાનથી શીતલનાથ ભગવાન સુધીના ૮ ભગવાનના ચરિત્રો. • ચોથા પર્વમાં શ્રેયાંસનાથ ભગવાનથી ધર્મનાથ ભગવાન સુધીના પાંચ તીર્થકરો, પાંચ વાસુદેવો, પાંચ પ્રતિવાસુદેવો,
પાંચ બળદેવો, મઘવા અને સનસ્કુમાર ચક્રવર્તી આમ ૨૨ મહાપુરુષોના ચરિત્ર. • પાંચમા પર્વમાં શાંતિનાથ ભગવાનનું ચરિત્ર (તેઓ તીર્થકર અને ચક્રવર્તી બંને હતા, એટલે બે ચરિત્ર ગણત્રીમાં લેવાયા છે.) • છઠા પર્વમાં કુંથુનાથ ભગવાનથી મુનિસુવ્રતસ્વામી સુધીના ચાર તીર્થ કર, ચાર ચક્રવર્તી, ૨ વાસુદેવ,
૨ પ્રતિવાસુદેવ, ૨ બળદેવ આમ ૧૪ મહાપુરુષોના ચરિત્ર. • સાતમા પર્વમાં નમિનાથ ભગવાન-૧૦માં ચક્રી હરિષેણ, ૧૧માં ચક્રી જય, આઠમાં બળદેવ-વાસુદેવ - પ્રતિવાસુદેવો
ક્રમશઃ રામ-લક્ષમણ-રાવણ આ છના ચરિત્રો છે. આ ચરિત્ર જૈન રામાયણના નામે પ્રચલિત છે. • આઠમાં પર્વમાં નેમિનાથ ભગવાન, નવમા વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ ક્રમશઃ કૃષ્ણ-બળભદ્ર અને જરાસંઘ આ ચાર
મહાપુરુષના ચરિત્ર છે. ઉપરાંત-પાંડવો અને કૌરવોના ચરિત્રો પણ છે. • નવમા પર્વમાં પાર્શ્વનાથ ભગવાન અને બ્રહ્મદત્ત ચક્રી ચરિત્ર છે. - દશમા પર્વમાં મહાવીર ચરિત્ર છે, બીજા પર્વો કરતાં આ પર્વ મોટું છે. ૧૩ સર્ગ છે. અંતે ગ્રંથકારની પ્રશસ્તિ છે.
Iછવા