Book Title: Tran Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ત્રણ સ્મરણા [૧૯] કાન્તની કૃતિઓ ઉપરથી અને બીજા મિત્રોએ તેઓશ્રીના કરાવેલ પરિચય ઉપરથી મારા ઉપર જે છાપ પડી છે તે આ સ્થળે હું નથી જાવતા. અહીં તો તે સાથે થયેલ સાક્ષાત્ સમાગમા અને તેના પરિણામે તે વખતે તથા પાછળથી થયેલ મારા ઉપરની અસરો બહુ જ ટૂંકમાં જણાવવા ઈચ્છું છું. હું કાન્તના સમાગમમાં ત્રણ વાર આવ્યો છું અને ત્રણે વાર ભાવનગરમાં. એમાંના એક પણ સમાગમ માટે મે કે કાન્તશ્રીએ પ્રયત્ન નહિ કરેલો. એ સમાગમે માત્ર કેટલાક મધ્યવતી સહ્ય વિદ્યાવિલાસીઓના પરિણામે જ ગણાય. લગભગ તેર વર્ષ પહેલાં ગ્રીષ્મ ઋતુમાં હું પહેલવહેલા ભાવનગર ગયા ત્યારે આત્માનંદ જૈન સભામાં કાન્તની મુલાકાત માટે એક નાનકડું મિત્રમઙળ એકઠું થયેલુ, બીજી વાર અસહયેાગના જમાના ઈ. સ. ૧૯૨૧-૨૨ માં સાંજે ફરવા જતાં રસ્તામાં મળવું થયું. ત્રીજી વાર ઈ. સ. ૧૯૨૨-૨૩ માં ગાંધીજીના ૧૮ મી તારીખના લદિવસ નિમિત્તે ભરાયેલી સાજનિક સભામાં અમે બન્ને મળ્યા. પહેલીવાર મળ્યા ત્યારે કાન્ત પરીક્ષક અથવા પ્રશ્નકર્તા તરીકે મારી સામે હતા. કદાચ તે વખતે મિત્રએ ઉપસ્થિત કરેલા એ સમાગમના હેતુ જ હું ન જાણું તેવી રીતે કાન્ત મારફત મારી પરીક્ષા કરવાને હોય એવી સાચી કે ખોટી છાપ મારા મન ઉપર પાછળથી પડેલી. ગમે તેમ હે, પણ તે વખતના પરીક્ષક કાન્ત સામે હું કાશીવાસી પતિની જેમ પરીક્ષ્ય સ્થાન લઈ આદરપૂર્વક બેઠેલા હતા. કાન્તે મળતાં વેંત જ મને ‘પ્રામાણ્ય ’ વિષે શાસ્ત્રીય પ્રશ્નો કર્યાં, જેનું કાંઈક વિસ્તૃત વર્ણન કાન્તમાલા નામના પુસ્તકમાં આપ્યું છે. બીજી વાર અજાણપણે રસ્તે ચાલ્યા જતા કાઈ મિત્રે ધ્યાન ખેંચવાથી કાન્તે મને ઊભા રાખ્યા અને કુશલપ્રશ્ન બાદ થોડાં વાક્યોમાં ફરી મળવાની ઈચ્છા જણાવી જુદા પડ્યા. ત્રીજી વાર એક સાર્જુનક સભામાં મને વ્યાખ્યાન આપવા ખેલાવ્યેા. એલાવવામાં કાન્તના જ હાથ હતા, કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2