Book Title: Tirthraksha na Karne Shu Hinsak Marg Apnavavo Shu Uchit Che
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૧. તીર્થરક્ષાના કારણે હિંસક માર્ગ અપનાવવો શું ઉચિત છે? (“પ્રબુદ્ધ જીવનના તા. ૧-૫-'૬૮ના અંકમાં પ્રગટ થયેલ શ્રી જેઠાભાઈ હીરજી મેપાણીના, જૈનોના તીર્થવિષયક ઝગડાની ચર્ચા કરતા પત્રના અનુસંધાનમાં પંડિત બેચરદાસ જીવરાજ તરફથી મળેલો પત્ર નીચે આપવામાં આવે છે. –તંત્રી) સ્નેહીશ્રી પરમાનંદભાઈ અમદાવાદ ૫-૫-'૬૮ “પ્રબુદ્ધ જીવન'ના મે મહિનાની પહેલી તારીખના અંકમાં ભાઈશ્રી જેઠાભાઈ હીરજી મેપાણીનો પત્ર છે. તેમાં એમ જણાવેલ છે કે “એ તો કોઈ વિધર્મી આપણા કોઈ તીર્થનો નાશ કરવા આવી ચઢે અને તેનો પ્રતિકાર કરવામાં આવે. તેને તીર્થરક્ષાના નામથી ઓળખાવી શકાય અને તે માટે હિંસા કરવી પડે તો દોષરૂપ નહીં લેખાતી હોય.” આ અંગે નમ્રતાપૂર્વક જણાવવાની રજા લઉં છું કે જૈન ધર્મમાં આંતરિક અહિંસા પ્રધાન ગણાયેલ છે, એટલે કે આત્માર્થી મનુષ્ય કષાયો, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા વગેરે કષાયોને ઓછા કરવા અને મોળા પાડવા એ જ જીવનનો પ્રથમ ઉદ્દેશ છે. જો શાંતિ મેળવવી હોય અને તે પણ વ્યક્તિગત શાંતિ કે સમાજગત શાંતિ કે દેશગત શાંતિ મેળવવી હોય તો કષાયોને મોળા પાડવા; આ જ હેતુને લક્ષમાં રાખીને તમામ કર્મકાંડો યોજાયેલ છે. પણ કમનસીબે આ બાબતનો આપણા ઉપદેશક-વર્ગને ખ્યાલ આવતો નથી. અને તીર્થરક્ષા માટે બલિદાન આપો, એમાં હિંસા નથી એવી આત્મઘાતી અને સમાજઘાતી સલાહ આપવા તૈયાર થાય છે. તીર્થરક્ષા કરવાનું પ્રયોજન તો એ છે કે તીર્થની એકાગ્ર ઉપાસના દ્વારા ઉપાસકોના કપાયો મોળા પડે અને આત્મા શાંત બને, સમભાવી બને અને બીજા પણ શાંત અને સમભાવી બને એ માટે નિમિત્તરૂપ થાય. કષાયો વધારીને અને એક બીજા માનવની હત્યા કરીને તીર્થરક્ષા થઈ શકે નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2