Book Title: Swetambar Pratishtha Vidhi Gujrati Phoenix
Author(s): Jain Center Phoenix
Publisher: USA Jain Center Phoenix AZ

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી શ્રી અષ્ટમંગલ પાટલાપૂજન અષ્ટમંગલના દર્શન પુણ્યકારી અને મંગલકારી છે. શુભસૂચક અને . અશુભનાશક આઠ મંગળોનું અષ્ટપ્રકારી પૂજન કરવામાં આવે છે. ઈન્દ્ર મહારાજા પોતે મેરૂપર્વત ૫૨ પ્રભુના જન્મ સમયે આઠ મંગળોનું આલેખન કરે છે. શ્રી નંદાવર્તપૂજન નંદી + આવર્ત = આ બે શબ્દોથી નંદાવર્ત શબ્દ બન્ય છે. નંદી શબ્દ જ્ઞાનના અર્થમાં વપરાય છે. પરમાત્માની ભાવનિક્ષેપાની અવસ્થા એટલે કેવળજ્ઞાન થયા બાદની મસયસરણસ્થ અવસ્થા સમયસરણમાં જ્ઞાનની મુખ્યતા હોવાથી એ માટે નંદી શબ્દ પ્રયોજાય છે. 'નાણ' શબ્દએ જ્ઞાનનું અયાભ્રંશ રૂપ જ છે. પ્રભુના જ્ઞાનતિશય સાથે સંબંધ ધરાવતુ આ પૂજન છે. ૨૯૧ સમ્યગૃદ્રષ્ટિ દેવી દેવતાઓનું પૂજન થાય છે. પ્રતિષ્ઠા પ્રસંગે તેમને આમંત્રણ અપાય છે. શ્રી અઢાર અભિષેક જન્મતાં જ નિર્મળ, સુવાસી શ૨ી૨ લઈ પધારેલા પ્રભુના દેહમાં અશુચિનો સંભવ જ કયાંથી હોય ? વળી કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયા બાદ અજ્ઞાનાદિ અઢાર દોષ પણ પ્રભુમાં કયાંથી હોય ? એટલે દોષને દૂર કરી શુધ્ધિ ક૨વા માટે અઢા૨ અભિષેક સાક્ષાત પ્રભુમાં ન ઘટે છતાંય શ્રી જિનનું બિંબ ઔદારિક પુદ્ગલમાંથી બનેલું હોઈ આપણ અવિયેક, અજ્ઞાન, અનુપયોગ વશ કોઈ અશુધ્ધિનો સંચય થયો હોય તેને દૂર કરી આલંબનની શુધ્ધતા ક૨વા માટે યોજાય છે. અઢાર ભષેક તેના દ્વારા નિર્મળ થાય છે. આપણો આત્મા પ્રોતક્ષણે અઢાર પાપસ્થાનકોનું સેવન કરવા દ્વારા ભા૨ેકર્મા બની સંસા૨ પરિભ્રમણ વિસ્તા૨ીએ છીએ. એનાથી બચવા આત્માને શુધ્ધ, નિર્મળ કરવા પવિત્ર, પુણ્યકારી વિધાન છે. અઢાર અભિષેક

Loading...

Page Navigation
1 2 3 4