Book Title: Swadhyaya Kala 04
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jina Aradhana Mandal Bhachau

View full book text
Previous | Next

Page 49
________________ In :ટી. અનાત્મ-પ્રશંસા-૧૮ આધાક્ષરોઃ નસ્લોગુઉંશ - સવોઅપ (૮) નથી જો ગુણોથી પૂર્ણ, સ્વપ્રશંસાવડે સયું; ગુણોથી પૂર્ણ જો તું છે, સ્વપ્રશંસાવડે સર્યું. || ૧ || સ્વોત્કર્ષ-પૂરથી પુણ્ય-મૂળીઆ શ્રેય-વૃક્ષના; પ્રગટ કરતો પામીશ, ફળ શું? કર ચિંતના. | ૨ //. ગુણોના દોરડા તારા, પકડીને બીજા તરે; અહો ! સ્વયં ગ્રહ્યા જો તેં, પાડશે ભવ-સાગરે. || ૩ | ઉચ્ચત્વ દૈષ્ટિના દોષે, સ્વોત્કર્ષ-જ્વર જો ચડે; સંભાળી પૂર્વ આચાર્યો, ઊતારો નમ્રતાવડે. | || ૪ || શરીર-રૂપ-પૈસા-સ્ત્રી પર પર્યાયથી અરે ! શું ચિદાનંદ આત્માને, ગુમાન કરતાં મળે ? || ૫ || સર્વ આત્મા વિષે શુદ્ધ-પર્યાયો સરખા અહી; અશુદ્ધ તુચ્છ હોવાથી, ગર્વ-હેતુ બને નહીં. || ૬ સ્વોત્કર્ષ પવને પ્રેર્યો, સ-મુદ્ર છે છતાં મુનિ ! ગુણોના કરી પરૂપોટા, કરે નષ્ટ શું નિર્ગુણી ? || ૭ || અપેક્ષા નથી કે નથી ક્ષેત્ર-કાળ, તણી કોઈ સીમા મહાજ્ઞાનમૂર્તિ; ગયો ઉચ્ચતા-નીચતાનો વિચાર, રમે યોગીઓ સચ્ચિદાનંદ સ્કૂતિ. ભુિજંગ.] || ૮ || તત્ત્વદૈષ્ટિ-૧૯ • આધાક્ષરોઃ રૂમબાસુલા - હાભઝ (૮). રૂપમાં રૂપની દૃષ્ટિ, રૂપને જોઈ મોહતી; અરૂપી તત્ત્વની દૃષ્ટિ, અરૂપીમાંહિ ડૂબતી. // ૧ // ભ્રમવાડી બહિર્દષ્ટિ, બ્રમની છાંય જોવું એ; અબ્રાન્ત તત્ત્વદ્રષ્ટા ત્યાં, સુખ-ઇચ્છાથી ના સુએ. | ૨ | બાહ્ય-દૃષ્ટિથી જોયેલા, પ્રામાદિ મોહને કરે; તત્ત્વનેત્રે મહીં જોતાં, તે જ વૈરાગ્યને કરે. / ૩ / સુધા ભરી બહિર્દષ્ટા, દેખે રૂપાળી સુંદરી; તત્ત્વદેષ્ટા જુએ સાક્ષાત્, મૂત્ર-વિષ્ટાની કોથળી. || ૪ || લાવણ્યપૂર્ણ કાયા આ, બહિર્દષ્ટા જુએ નરા; તત્ત્વદેણ જુએ આમ, ખાશે આ કાગકૂતરા. | ૫ || હાથી-ઘોડે ભર્યા મહેલો, વિસ્મય-હેતુ અજ્ઞને; હાથીના વનથી જૂદું, કંઈ ન દેખાય વિજ્ઞને. ભભૂતિ વાળના લોચ, મલિન વસ્ત્રવાનથી; મોટા સંત ગણે મૂઢ, તત્ત્વજ્ઞ શુદ્ધ જ્ઞાનથી. / ૭ //. ઝરે જ્યાંથી કારુણ્ય-પીયૂષ-વૃષ્ટિ, તરે પ્રાણી તે જોઈને તત્ત્વદૃષ્ટિ; નથી યોગિલોકો કુસંસ્કાર માટે, લીધો જન્મ છે વિશ્વ-ઉદ્ધાર માટે. || ૮ || સર્વસમૃદ્ધિ-૨૦ • આદ્યાક્ષરોઃ પ્રઈકિનઅધ્યા - જ્ઞાબત્ર (૮) પ્રચાર બાહ્યદૃષ્ટિનો, યોગીને બંધ થઈ જતાં; આત્મામાં સ્પષ્ટ દેખાય, સર્વ સમૃદ્ધિ ભવ્યતા. || ૧ || ઇન્દ્રાણી સમતા; વજ, ધૈર્ય; બાગ સમાધિ છે; જ્ઞાન વિમાન મોટું - આ, મુનિની ઇન્દ્રઋદ્ધિ છે. // ૨ // ૯૮

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56