Book Title: Swadhyaya Kala 03
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jina Aradhana Mandal Bhachau

View full book text
Previous | Next

Page 52
________________ દાનરુચિપણું, સ્વભાવથી વિનીતપણું, અલ્પ-કષાયીપણું, દયાળુપણું, પરોપકારીપણું, ભવ્યપણું, દાક્ષિણાળુપણું, પ્રિયભાષીપણું વગેરે જે જે માર્ગાનુસારીપણાના ધર્મકર્તવ્યો છે, તે જૈન સિવાયના અન્યદર્શની કોઈ પણ જીવમાં હોય તો તે પણ શાસ્ત્રને અનુસારે અનુમોદવા યોગ્ય જણાય છે, તો પછી જૈનોમાંહેના જ પરપક્ષીઓ સંબંધી માર્ગાનુસારી ધર્મકર્તવ્યો અનુમોદવા યોગ્ય હોય તેમાં તો કહેવું જ શું ? અર્થાત્ ગમે તે જીવનાં ઉપરોક્ત માર્ગાનુસારી ધર્મકાર્યોની અનુમોદના કરવામાં કંઈ પણ દોષ નથી - અનુમોદના કરી શકાય છે. 3. ગચ્છનાયકને પૂછ્યા સિવાય કોઈએ શાસ્ત્ર સંબંધી નવી પ્રરૂપણા ન કરવી. દિગંબરી ચેત્યો, સાધુ વિના) કેવળ શ્રાવકોએ પ્રતિષ્ઠિત કરેલા ચૈત્યો અને દ્રવ્યલિંગી (યતિ વગેરે)ના દ્રવ્યથી બનેલ ચૈત્યો-એ ત્રણ જાતનાં ચૈત્યો સિવાય બીજાં સઘળાં ચૈત્યો વાંદવા-પૂજવા યોગ્ય જાણવાં. તેમાં જરા થ શંકા ન કરવી. ઉપર્યુક્ત ત્રણે પ્રકારનાં અવંદનિક ચેત્યો કે મૂર્તિઓ જો સ્વપક્ષીના ઘરમાં (કે કબજામાં) હોય તો તે ઉત્તમ સાધુઓના વાસક્ષેપથી વાંદવા-પૂજવા યોગ્ય થાય છે. સાધુઓ પ્રતિષ્ઠા કરાવે.” આ વાત શાસ્ત્રોમાં લખેલી છે. 7. સધર્મિવાત્સલ્ય કરતાં કદાચ સ્વજનાદિક સંબંધને લઈને પરપક્ષીઓને જમવા બોલાવે-નોતરે તો તેથી સધર્મી-વાત્સલ્ય ફોક ન થાય. 8. શાસ્ત્રોમાં કહેલા દેશવિસંવાદી (અમુક અમુક બાબતમાં જ ઉસૂત્રપ્રરૂપણા કરનારા) નિદ્ભવ સાત અને સર્વવિસંવાદી (બધી બાબતોમાં ઉત્સુત્રપ્રરૂપણા કરનાર) નિદ્વવ એક, એને છોડીને બીજા કોઈને નિદ્ભવ ન કહેવા. 9. પરપક્ષીઓ સાથે ચર્ચા-શાસ્ત્રાર્થની ઉદીરણા ન કરવી, પરપક્ષી કોઈ ઉદીરણા કરે તો શાસ્ત્રને અનુસાર ઉત્તર આપવો, પરંતુ ક્લેશ વધે તેમ ન કરવું. 10. શ્રીમાનું વિજયદાનસૂરીશ્વરજી મહારાજે ઘણા લોકોની સમક્ષ જળસરણ કરેલો “ઉસૂત્રકંદકુદ્દાલ” નામનો ગ્રંથ તથા તેમાંનો અસંમત અર્થ બીજા કોઈ ગ્રંથમાં પરપક્ષીઓ લાવ્યા હોય તો ત્યાં તે અર્થ ‘અપ્રમાણ' નહીં માનવા યોગ્ય છે, એમ જાણવું. 11. સ્વપક્ષવાળાના સંઘાત-સોબતનો જોગ ન મળતાં પરપક્ષીઓ સાથે જઈને યાત્રા કરવાથી તે યાત્રા ફોક નિષ્ફળ ન થાય. 12. પૂર્વાચાર્યોના વખતમાં પરપક્ષીઓએ બનાવેલા જે જે સ્તુતિ-સ્તોત્ર સ્તવનાદિ કહેવાતાં હતાં, તે કહેવાની કોઈને ના ન કહેવી. આ બધા બોલથી કોઈ જુદી પ્રરૂપણા કરશે તેને ગુરુનો તથા સંઘનો ઠપકો મળશે. 103 104

Loading...

Page Navigation
1 ... 50 51 52