Book Title: Swadhyay Sanchay Author(s): Shrimad Rajchandra Swadhyay Mandir Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir View full book textPage 4
________________ * પ્રકાશકીય નિવેદન * શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલીથી પ્રકાશિત થયેલી “સ્વાધ્યાય સંચય”ની ચાર આવૃત્તિઓની બધી પ્રતો અલ્પ સમયમાં ખપી જતાં અને જિજ્ઞાસુ-મુમુક્ષુઓની સતત માગણી રહેતાં આ પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. * આ ગ્રંથમાં જ્ઞાનાવતાર વૈરાગ્યમૂર્તિ આત્મજ્ઞાનસંપન્ન, શ્રીમદ્ રાજચંદ્રજીની શુદ્ધાત્માનુભૂતિજન્ય તત્ત્વસભર અમૃતવાણીની પ્રસાદીરૂપ થોડી ગદ્ય-પદ્ય કૃતિઓ પ્રારંભમાં આપવામાં આવી છે, જે આત્માર્થી સજજનોની સત્તત્ત્વદર્શનની પિપાસા બુઝાવે તેવી અને મોક્ષમાર્ગ-પુષ્ટિઅવલંબન થઈ પડે તેવી છે. આત્માનુભવથી સંપ્રાપ્ત અનુભવસિદ્ધ કથન તો કોઈ અપૂર્વ ચમત્કૃતિભરી અસર કરી દે છે. આત્મસિદ્ધિશાસ્ત્ર” તો આ દિવ્ય આત્મદ્રષ્ટાની પરમ અમર કૃતિઓમાં મૂર્ધન્ય સ્થાને છે. તેમાં શ્રુતસાગરનું મંથન કરીને તવનવનીત, આત્મલક્ષી મુમુક્ષુઓને અર્પણ કરેલું છે. કોઈ પણ આત્માર્થીને સાક્ષાત્ “આત્મસિદ્ધિ” પમાડવામાં આ શાસ્ત્ર મહાન નિમિત્ત બને તેવું છે. તદુપરાંત શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી, શ્રી યશોવિજયજી તથા શ્રી મોહનવિજયજી કૃત, વર્તમાન ચોવીશી, વીસ વિહરમાન તીર્થકર તથા ગત ચોવીશીનાં સ્તવનો તથા તેમનાં અન્ય પદો આત્મસંવેદનયુક્ત છે. તેમાં માધુર્ય છે, ઓજસ છે. તેમાં ઊછળતી તત્ત્વજ્ઞાનની છોળો અને મધુર રવ કરતું, ખળખળ વહેતું અમૃતઝરણું મુમુક્ષુઓનાં દયોને ભક્તિરસથી ભરી દે છે. આત્મહિતના હેતુભૂત અધ્યાત્મવાણી તથા ભક્તિરસનાં કાવ્યોનો પ્રવાહ આ પુસ્તકમાં વહી રહ્યો છે. તે અધ્યાત્મરસના પાનથી જિજ્ઞાસુ આત્માઓ પરમ તૃપ્તિ અનુભવશે. આ પુસ્તકનાં પદોની ગોઠવણી તથા સંકલનથી માંડીને બાઈન્ડિગ સુધીની વ્યવસ્થા અને પૂફો સુધારવાનું કાર્ય ખૂબ જ ઉલ્લાસભાવથી કરવા બદલ પ્રવીણચંદ્ર પ્રાણલાલ મહેતાના અમે આભારી છીએ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 480