Book Title: Swabhav Saral Vishayak Tran Juna Jain Granth
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ મોરના ચિતરામણ અને પોયણાના વાદળી વર્ણને દૃષ્ટાંતરૂપે, જાણે કે મલ્લવાદી દ્વારા ઉદાહૃત પદ્યનાં પ્રત્યુત્તર, પ્રતિઘોષ, અને ભાષ્યના હેતુથી રજૂ કર્યું હોય ! ૨૪ આવા જ ભાવને વ્યક્ત કરતું એક ત્રીજું સૂક્તિપદ્ય જિનભદ્રગુણ ક્ષમાશ્રમણની સુવિશ્રુત કૃતિ ‘વિશેષાવશ્યકભાષ્ય' (આ ઈ. સ. ૫૮૫૭) પરની કોટ્ટાર્યગણિની, જિનભદ્રગણિની અપૂર્ણ રહેલી મૂળ ટીકાની પૂર્તિરૂપે રચાયેલ, સંસ્કૃત વૃત્તિ (આ૰ ઈ સ૰ ૭૦૦-૭૨૫)માં જોવા મળે છે : તથા વાડુ: केनाञ्चितानि नयनानि मृगाङ्गनानां कोऽलङ्करोति रुचिराङ्गरुहान्मयूरान् । कश्चोत्पलेषु दलसंचनियं करोति को वा दधाति विनयं कुलजेषु पुंसु ॥ “મૃગલીનાં નેણમાં કાળાશ કોણ આંજે છે ? મોરના ડીલને રંગલીલાથી કોણ આભૂષિત કરે છે ? પોયણાની પાંખડીઓનો (નીલમય) સંપુટ કોણ સર્જે છે ? કુલીન પુરુષમાં વિનયનો વિભાવ કોણ પ્રગટાવે છે ?” આ સૂક્તિનું ઉત્તરરૂપેણ પદ્ય હતું કે નહિ એની ખબર નથી; વાસ્તવમાં એની આવશ્યકતા નથી, કેમ કે પ્રશ્નમાલામાં જ ઉત્તરમેખલા સમાયેલી છે. મતલબ સ્પષ્ટ જ છે કે ‘સ્વભાવ’થી જ બધું ઉપસ્થિત હોય છે, કોટ્ટાર્યગણિએ પણ વિવરણના પૂર્વાંગમાં સર્વથા સ્વભાવવૃત ડ્વાયં... ઇત્યાદિ કહ્યું જ છે. ઉપર્યુક્ત પદ્ય જરા શાં પાઠાંતરો સાથે સિંહસૂરિ ક્ષમાશ્રમણની દ્વાદશારનયચક્રવૃત્તિ૧ (આ ઈ સ૰ ૬૭૫૧૨) અંતર્ગત પણ મળે છે ઃ વૃત્તિ પરથી એમ લાગે છે કે મૂળ નયચક્રમાં પણ આ ઉક્તિ પહેલી ઉક્તિની સાથે જ ઉદ્ધૃતિ થયેલી. બન્ને પદ્યો નયચક્રમાં સળંગસૂત્રી હોવા છતાં એના રચયિતાઓ ભિન્ન હોવાનું તો પ્રૌઢિની ભિન્નતા ૫૨થી જણાઈ આવે છે. નયચક્ર મૂલ અને વૃત્તિનો પાઠ આ પ્રમાણે છે : केनाञ्चितानि नयनानि मृगाङ्कनानां को वा करोति रुचिराङ्गरुहान् मयूरान् । कश्चोत्पलेषु दलसन्निचयं करोति को वा करोति विनयं कुलजेषु पुंसु ॥ અહીં પહેલા ચરણમાં મૂકૂનનાં ને સ્થાને દીધેલ ‘મુદનાનાં’ પાઠ ભ્રષ્ટ જણાય છે અને ચોથા ચરણમાં ‘દ્ઘાતિ’ ને સ્થાને ‘શેતિ' પાઠ અયુક્ત છે”. એક અન્ય સ્થળના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે સૂત્રકૃતાંગચૂર્ણિકારને પણ આ પદ્ય પરિચિત હતું; જો કે એમણે એનું પ્રથમ પદ જ ઉદ્ધૃતિ કર્યું છે૫, Jain Education International ગુપ્તોત્તર કાલમાં જૈન ગ્રંથોમાં અવતરણરૂપે સંગ્રહાઈ ગયેલ આ સમાન ભાવ વ્યક્ત કરતી સૂક્તિઓના સ્રોત તત્કાલીન કે એ સમયે ઉપલબ્ધ હશે તે, નીતિપરક કે સ્વભાવવાદી દાર્શનિક ગ્રંથોમાંથી લીધા હોય એમ લાગે છે. મલ્લવાદીવાળું ઉદ્ધરણ અલબત્ત બૌદ્ધ મહાવિ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5