Page #1
--------------------------------------------------------------------------
________________
‘સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે
નિર્ગન્ધ-શ્વેતાંબર દર્શનનાં આગમો અને દાર્શનિક રચનાઓ પરની પ્રાકૃત એવં સંસ્કૃત વ્યાખ્યાઓમાં નિર્પ્રન્થ અતિરિક્ત વૈદિક, બૌદ્ધ તેમ જ સાધારણ નીતિપરક રચનાઓમાં પ્રતિપાદન, સમર્થન, તો ક્યારેક વળી ખંડનના હેતુથી પ્રસંગોચિત અનેક ઉક્તિઓનાં અવતરણ સ્થાને સ્થાને જોવા મળે છે. એ વિષય પર એક બૃહદ્ લેખમાં સવિસ્તર ચર્ચા કરી રહ્યો હોઈ અહીં તો એક જ મુદ્દા ૫૨ મળી આવેલાં ત્રણ વિશિષ્ટ ઉદ્ધરણોના સંબંધમાં કહેવા વિચાર્યું છે. ‘વસ્તુ’માં નિજી ગુણની ઉપસ્થિતિ ‘સ્વભાવ'થી જ છે, અન્ય કોઈ કારણથી નહીં; ન તો તેને વસ્તુમાં ગમે તેટલા પ્રયત્ન કરો તોયે દાખલ કરી શકાય છે, એવા તાત્પર્યને વ્યક્ત કરતી ત્રણ સરળ, સમાનાર્થ, અને માર્મિક સૂક્તિઓ અવતરણો રૂપે ચાર પૃથક્ પૃથક્ રચનાઓમાં જોવા મળી છે, જે અહીં ચર્ચાર્થે પ્રસ્તુત કરી છે. પ્રાસંગિક મૂળ સંદર્ભોના હેતુ અને અભિપ્રાય અલબત્ત દર્શનપ્રવણ છે, પણ સંપ્રતિ ચર્ચામાં એનાં ઐતિહાસિક-સાંસ્કૃતિક પાસાંઓ પરત્વે લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે.
(૧) મહાતાર્કિક મલ્લવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્ર ( ઈ. સ. ૫૫૦)માં ‘સ્વભાવવાદ’ની ચર્ચાના અનુલક્ષમાં નીચેની બે ઉક્તિઓ ઉદ્ધૃત થયેલી છે :
कः कण्टकानां प्रकरोति तैक्ष्णं विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥
કાંટાનું અણિયાળાપણું કે પશુપંખીની વિવિધ (દેહ)ચિત્રણા સ્વભાવથી જ પ્રવૃત્ત બને છે; ગમે તેટલી કોશિશ કરો, પણ અન્યથા બની શકે નહિ. (બીજી ઉક્તિ વિશે અહીં આગળ ઉપર જોઈશું.)
નયચક્ર પછી લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ બાદની સૂત્રકૃતાંગચૂર્ણિ’(આ ઈ. સ. ૬૭૫૭૦૦)માં આવી જ મતલબનું, જરા વિશેષ સ્પષ્ટીકરણયુક્ત (પણ સામાન્ય કોટિનું) સુભાષિત ટાંક્યું છેષ : યથા :
कण्टकस्य च तीक्ष्णत्वं मयूरस्य च चित्रता । पौर्णाश्च नीलताऽऽम्राणां स्वभावेन भवन्ति हि ॥
નયચક્રમાં જ્યાં ‘મૃગપક્ષી' (પશુ-પંખી) એવું સામાન્યરૂપે વિધાન છે ત્યાં અહીં
Page #2
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
મોરના ચિતરામણ અને પોયણાના વાદળી વર્ણને દૃષ્ટાંતરૂપે, જાણે કે મલ્લવાદી દ્વારા ઉદાહૃત પદ્યનાં પ્રત્યુત્તર, પ્રતિઘોષ, અને ભાષ્યના હેતુથી રજૂ કર્યું હોય !
૨૪
આવા જ ભાવને વ્યક્ત કરતું એક ત્રીજું સૂક્તિપદ્ય જિનભદ્રગુણ ક્ષમાશ્રમણની સુવિશ્રુત કૃતિ ‘વિશેષાવશ્યકભાષ્ય' (આ ઈ. સ. ૫૮૫૭) પરની કોટ્ટાર્યગણિની, જિનભદ્રગણિની અપૂર્ણ રહેલી મૂળ ટીકાની પૂર્તિરૂપે રચાયેલ, સંસ્કૃત વૃત્તિ (આ૰ ઈ સ૰ ૭૦૦-૭૨૫)માં જોવા મળે છે :
તથા વાડુ:
केनाञ्चितानि नयनानि मृगाङ्गनानां कोऽलङ्करोति रुचिराङ्गरुहान्मयूरान् । कश्चोत्पलेषु दलसंचनियं करोति को वा दधाति विनयं कुलजेषु पुंसु ॥
“મૃગલીનાં નેણમાં કાળાશ કોણ આંજે છે ? મોરના ડીલને રંગલીલાથી કોણ આભૂષિત કરે છે ? પોયણાની પાંખડીઓનો (નીલમય) સંપુટ કોણ સર્જે છે ? કુલીન પુરુષમાં વિનયનો વિભાવ કોણ પ્રગટાવે છે ?” આ સૂક્તિનું ઉત્તરરૂપેણ પદ્ય હતું કે નહિ એની ખબર નથી; વાસ્તવમાં એની આવશ્યકતા નથી, કેમ કે પ્રશ્નમાલામાં જ ઉત્તરમેખલા સમાયેલી છે. મતલબ સ્પષ્ટ જ છે કે ‘સ્વભાવ’થી જ બધું ઉપસ્થિત હોય છે, કોટ્ટાર્યગણિએ પણ વિવરણના પૂર્વાંગમાં સર્વથા સ્વભાવવૃત ડ્વાયં... ઇત્યાદિ કહ્યું જ છે.
ઉપર્યુક્ત પદ્ય જરા શાં પાઠાંતરો સાથે સિંહસૂરિ ક્ષમાશ્રમણની દ્વાદશારનયચક્રવૃત્તિ૧ (આ ઈ સ૰ ૬૭૫૧૨) અંતર્ગત પણ મળે છે ઃ વૃત્તિ પરથી એમ લાગે છે કે મૂળ નયચક્રમાં પણ આ ઉક્તિ પહેલી ઉક્તિની સાથે જ ઉદ્ધૃતિ થયેલી. બન્ને પદ્યો નયચક્રમાં સળંગસૂત્રી હોવા છતાં એના રચયિતાઓ ભિન્ન હોવાનું તો પ્રૌઢિની ભિન્નતા ૫૨થી જણાઈ આવે છે. નયચક્ર મૂલ અને વૃત્તિનો પાઠ આ પ્રમાણે છે :
केनाञ्चितानि नयनानि मृगाङ्कनानां को वा करोति रुचिराङ्गरुहान् मयूरान् । कश्चोत्पलेषु दलसन्निचयं करोति को वा करोति विनयं कुलजेषु पुंसु ॥
અહીં પહેલા ચરણમાં મૂકૂનનાં ને સ્થાને દીધેલ ‘મુદનાનાં’ પાઠ ભ્રષ્ટ જણાય છે અને ચોથા ચરણમાં ‘દ્ઘાતિ’ ને સ્થાને ‘શેતિ' પાઠ અયુક્ત છે”. એક અન્ય સ્થળના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે સૂત્રકૃતાંગચૂર્ણિકારને પણ આ પદ્ય પરિચિત હતું; જો કે એમણે એનું પ્રથમ પદ જ ઉદ્ધૃતિ કર્યું છે૫,
ગુપ્તોત્તર કાલમાં જૈન ગ્રંથોમાં અવતરણરૂપે સંગ્રહાઈ ગયેલ આ સમાન ભાવ વ્યક્ત કરતી સૂક્તિઓના સ્રોત તત્કાલીન કે એ સમયે ઉપલબ્ધ હશે તે, નીતિપરક કે સ્વભાવવાદી દાર્શનિક ગ્રંથોમાંથી લીધા હોય એમ લાગે છે. મલ્લવાદીવાળું ઉદ્ધરણ અલબત્ત બૌદ્ધ મહાવિ
Page #3
--------------------------------------------------------------------------
________________
‘સ્વભાવ સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે
અશ્વઘોષના બુદ્ધચરિત(પ્રાયઃ ઈસ્વી પ્રથમ સદી, આખરી ચરણ)માંથી લેવામાં આવ્યું છે. આ પઘોના રચિયતા એ હશે જેમણે જનસાધારણમાં, વ્યાવહારિક સૂઝબૂઝવાળી લોકભાષામાં, પ્રચારમાં હશે તેવી પરિજ્ઞાનપૂર્ણ અને સમાનાર્થ કહેવતોને સંસ્કારી, વિદગ્ધોને માન્ય બને તેવા રૂપમાં, સંસ્કૃત પઘોમાં નિબદ્ધ કરી હોવાનો સંભવ છે. કંઈ નહિ તોયે કોટ્ટાર્યગણિએ (અને એમની પહેલાં મલ્લવાદી સૂરિએ) ટાંકેલ સૂક્તિમાં આવાં પરિષ્કાર, બિબ-પ્રલંબન અને વૈદચ્ય સ્પષ્ટતયા વ્યક્ત થાય છે. દુન્વયી શાણપણ પ્રકટ કરતી લોકોક્તિઓનો આદર પ્રાચીન નીતિકારોએ કર્યો અને એમની એ પરથી ઘડેલ પરિષ્કૃત રચનાઓનો દાર્શનિક પંડિતોએ પોતાના દૃષ્ટિકોણથી યથોચિત યથાસ્થાને ઉપયોગ કર્યો એ વાત પૃથઞ્જનની તથ્થાવલોકનાને અંજલિરૂપ છે.
ટિપ્પણો :
૧. આમિક વ્યાખ્યાઓમાં તો મૂલસૂત્રસ્પર્શી વા નિર્યુક્તિ કે ભાષ્ય ૫૨ ઈ. સ. ૬૦૦-૭૦૦ના ગાળામાં લખાયેલી પ્રાકૃત ચૂર્ણિઓ અને સંસ્કૃત વૃત્તિઓ, શિવશર્મન્(શિવનંદી વાચક ?)કૃત કર્મ-પ્રકૃતિ, શતક, સત્તરિ ઇત્યાદિ કર્મગ્રંથો (ઈસ્વીસનું પયું શતક) પરની જૂની ચૂર્ણિઓ, મલ્લવાદિકૃત દ્વાદશારનયચક્ર (આ ઈ. સ. ૫૫૦), હરિભદ્રસૂરિષ્કૃત સવૃત્તિ અનેકાંતજયપતાકા (આ ઈ. સ. ૭૭૫), કૃષ્ણર્ષિ-શિષ્ય જયસિંહસૂરિની સટીક ધર્મોપદેશમાલા વિવરણ સં૰ ૯૧૫ / ઈ સટ ૮૫૯ અને ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાલા (આ૰ ઈ. સ. ૫૫૦) ૫૨ની સિદ્ધર્ષિની વૃત્તિ (ઈસ્વીસન્ના ૧૦મા શતકનું પ્રથમ ચરણ), સરખી ધર્મોપદેશાત્મક ગ્રંથ-વૃત્તિઓમાં અનેક મૂલ્યવાન અને કેટલાક તો અલભ્યમાન ગ્રંથોનાં તેમ જ કેટલીયે અજ્ઞાત રચનાઓનાં ઉદ્ધરણ મળે છે.
૨૫
૨. પ્રસ્તુત ગ્રંથનો પ્રથમ ભાગ (સં. મુનિ જંબૂવિજય, ભાવનગર, ૧૯૬૬), પૃષ્ઠ ૧૯૧ તથા ૨૨૨. આ પઘ પછીથી ગુણરત્ન(૧૪મી સદી)ની હરિભદ્રસૂરિના ષડ્દર્શનસમુચ્ચય પરની તર્કરહસ્યદીપિકામાં ઉદ્ધૃત થયેલું મળે છે. એમના પહેલાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિની પ્રશ્નવ્યાકરણસૂત્ર પરની ટીકામાં એના પ્રારંભના શબ્દો લેવાયેલા છે.
૩. મુનિ જંબૂવિજયજી નયચક્રને રાજગડ઼ીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૭)ના આધારે ઈસ્વીસન્ની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકે છે ઃ (અને મને સ્મરણ છે કે સ્વ૰ પં સુખલાલ સંધવી પણ). મલ્લવાદીએ ટાંકેલ અવતરણોના અધ્યયનથી તો એક વાત સ્પષ્ટ છે કે એઓ બૌદ્ધ દાર્શનિક દિçનાગ (આ ઈ. સ. ૪૮૦-૫૬૦) પછી જ થયા છે. વિશેષમાં એમણે આવશ્યકનિયુક્તિ(આ ઈ. સ. ૧૨૫)માંથી પણ ઉદ્ધરણો લીધાં હોઈ એમને વહેલામાં વહેલા ઈસ્વીસન્ ૫૫૦ આસપાસમાં મૂકી શકાય. (ઉપલબ્ધ મુખ્ય નિર્યુક્તિઓની રચના-થોડી પુરાણી સંગ્રહણી-ગાથાઓને સમાવીને-ઈસ્વીસન્ ૫૦૩ / ૫૧૬ના અરસામાં થયેલ દ્વિતીય વાલભી વાચના પછી તુરતમાં જ થયેલી હોવાનું જણાય છે. બીજી બાજુ જોવા જઈએ તો મલ્લવાદી મીમાંસક કુમારિલ ભટ્ટ (આ૰ ઈ. સ. ૫૫૦-૬૦૦), બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (આઠ ઈ. સ. ૬૨૫-૬૬), દિગંબર જૈન વિદ્વાનો સમંતભદ્ર (આ ઈ. સ. ૫૭૫૬૫૦) તેમ જ પૂજ્યપાદ દેવનંદી (આ૰ ઈ. સ. ૬૩૦-૬૮૦) આદિની વિચારધારાઓ તથા રચનાઓથી નિ ઐ ભા. ૧-૪
Page #4
--------------------------------------------------------------------------
________________
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
અનભિજ્ઞ છે. આથી મલ્લવાદીને મૈત્રકયુગમાં, એના પ્રથમ તબક્કામાં, મૂકવા ઠીક લાગે છે,
8. Ed. Muni Shri Punyavijaya, Ahmedabad-Varanasi, 1975. પ, એજન, પૃ. ૨૬, આ પદ્ય શીલાચાર્યની સૂત્રકૃતાંગ-વૃત્તિમાં પણ ઉદ્ધત થયું છે; પણ ત્યાં પ ડ્યું
નીતાડWIFT ને બદલે વ 8 તાકૂડાનો એવો પાઠાંતર મળે છે. For details, see V. M. Kulkarni, "Svabhāva (Naturalism) : A Study," English Section, Shri Mahavira Jain
Vidyalaya Golden Jubilee Volume, Part 1, Bombay 1968, pp. 10-20. ૬. “પોયણા' શબ્દની વ્યુત્પત્તિ (સં.) 'પાથી નીપજતા (પ્ર) ઉમ” પરથી માનવામાં આવી છે, પણ
અહીં તો એનો પુરોગામી શબ્દ “પૌ’ મળે છે : તો શું સમજવું ? “પૂર્ણ' પરથી “પૉર્ણ શબ્દ બન્યો છે ? પર્ણની વા પૂનમ સાથે એના ખીલવાને સંબંધ હશે કે તેની પાંખડીઓના પૌણે કલાપને કારણે પર્ણ' નામ સંસ્કૃત લેખકોએ બનાવ્યું હશે, કે પછી “પઉમ'નું પુનઃસંસ્કૃતીકરણ “પૉર્ણ કર્યું હશે? આનો નિર્ણય તો ભાષાવિદો જ કરી શકે
૭. નિવૃતિ કુલના આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ઈ. સ. પ૯૪ના અરસામાં દિવંગત થયા છે. સ્વર્ગગમન
પૂર્વે પ્રાકૃત-ભાષા-નિબદ્ધ સ્વરચિત વિશેષ-આવશ્યક-ભાષ્યની ૨૩૧૮ના અંક પર્યત્તની ગાથાઓની સંસ્કૃત ટીકા રચી શકેલા. આ વૃત્તિથી અગાઉ, પણ ભાષ્ય રચી રહ્યા બાદ, વચ્ચેના ગાળામાં એમણે જીતશ્ય-ભાણ તેમ જ વિશેષણવતી સરખા ગ્રંથોની રચના કરી છે. આથી એમના વિશેષ-આવશ્યકભાષ્યનો સમય ઈ. સ. ૫૮૫ના અરસાનો હોવાનું મેં અનુમાન કર્યું છે.
6. Ed. Pt. Dalsukh Malvania, Pt. II, Ahmedabad 1968.
૯. એજન પૃ. ૪૨૮. ૧૦. એજન. ૧૧. જંબૂવિજય, ઉર્યુક્ત, પૃ. ૧૯૧. ૧૨. જો કે જંબૂવિજયજીએ સિંહસૂરિ ક્ષમાશ્રમણની નયચક્રવૃત્તિનો સમય કોઢાર્યવાદિગણિ તેમ જ ધર્મકીર્તિથી
પૂર્વનો, પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી કદાચિતુ બાદનો, એટલે કે લગભગ ઈ. સ. ૬૦૦-૬૨૫નો માન્યો છે, પણ એમના પ્રશિષ્ય-તત્ત્વાર્થાધિગમસૂત્રના વૃત્તિકાર ગંધહસ્તી સિદ્ધસેન-નો સમય ઈસ્વીસનના આઠમા શતકના પૂર્વાર્ધમાં નિશ્ચિત થતો હોઈને અને તત્ત્વાર્થવૃત્તિમાં દિગંબરાચાર્ય ભટ્ટ અકલંકદેવના તત્ત્વાર્થરાજવાર્તિક તેમ જ સિદ્ધિવિનિશ્ચયનો પરિચય વર્તાતો હોઈ સિંહસૂરિનો સમય જંબૂવિજયજીની ગણનાથી પચાસેક વર્ષ બાદનો હોવો ઘટે. (ભટ્ટ અકલંકદેવની ઉપરિકથિત કૃતિઓ લગભગ ઈ. સ. ૭૪૦-૭૫૦ના અરસાની હોવાનો સંભવ હોઈ સિદ્ધસેનાચાર્યની કૃતિની સમયસ્થિતિ વહેલામાં વહેલી ઈ. સ. ૭૫૦-૭૬૦ના અરસાની સંભવી શકે. એ વાત લક્ષમાં લઈએ તો
દ્વાદશાહનચક્રવૃત્તિને ઈસ્વી ૬૭૫ પહેલાં મૂકી શકાય એવા સંજોગ નથી) ૧૩. મુનિ જંબૂવિજય, ઉપર્યુક્ત, પૃ. ૨૨૨. ૧૪. દ્વાદશાનયચક્રવૃત્તિની પ્રતો બહુ મોડેની છે અને તેથી એમાં સહેજે જ પાઠવિકૃતિ એવું વર્ણવિકાર થવાનો
મોકો રહે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________ “સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે 15. મુનિ પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. 29. 16. શ્રી કુલકર્ણી સાહેબના ઉપરકથિત વિશદ અને વિદ્વત્તાપૂર્ણ લેખ(જુઓ ઉપર ટિપ્પણ ૫)માં બીજા પણ કેટલાક જૈન-અજૈન ગ્રંથોમાંથી સંદર્ભોચિત ઉદ્ધરણો દીધાં છે. અનુપૂર્તિ પ્રા. બંસીધર ભટ્ટ તરફથી મને પૂર્તિરૂપે અહીં એક નોંધ મળી છે, જે યથાતથા એમના પત્રમાંથી ઉદ્ધત કરીશ : “ITચારિ ગૃrનાનાં....તો સુભાષિત સંગ્રહNo. 17363)માં ફેરફાર સાથે મળે છે, તે અને 4 કૈરાનામ્.... આવા બધા verses floating છે; અને તેમાંથી આ જૈન વિદ્વાનોએ લીધા છે. આપે વિશ્વ નૌત્તતા... માં પર ને બદલે V.L awa અને તે શ્લોક યશ તwવૂડાનાં.... આ પ્રમાણે પણ જાય છે ! આવા verses floating હોય છે.”