Book Title: Sudharmaswami Gandhara Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ ગણધર સુધમસ્વિામી જેમ સફરજનનું ઝાડ સફરજનના બીજ પેદા કરે તેમ જ દરેક જીવ ફરી તેજ યોનીમાં જન્મ લે છે. ભગવાન મહાવીરે તેને પણ આવકાર્યો. ખૂબ જ શાંતિથી અને ધીરજથી સમજાવ્યું કે માણસ મરીને ફરી માણસ પણ બને, દેવ પણ બને અને પ્રાણી પણ બને, પણ તેનો બધો આધાર તેના કર્મો પર રહેલો છે. સુધર્માની બધી જ શંકાઓનું નિરાકરણ કર્યું અને કર્મનો સિદ્ધાંત બરાબર સમજાવ્યો. સુધર્મા પણ તેમના પ00 શિષ્યો સાથે ભગવાન મહાવીરના શિષ્ય થઈ ગયા. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્માસ્વામી તરીકે ઓળખાયા. ત્યાર પછી બાકીના છ બ્રાહ્મણ પંડિતો પણ ભગવાન મહાવીરના ગણધર થયા. અંતે સોમિલે યજ્ઞ કરવાનું માંડી વાળ્યું અને બધા પ્રાણીઓને છોડી મૂક્યા. આ સમયે ભગવાન મહાવીર 42 વર્ષના હતા, અને ત્યારે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. બીજા 30 વર્ષ સુધી મહાવીર જુદા જુદા સ્થળોએ ફર્યા અને દયાનો સંદેશો ફેલાવ્યો તથા સહુને મુક્તિનો માર્ગ સમજાવ્યો. આ તમામ સમય દરમિયાન સુધર્માસ્વામી તેમની સામે બેસી ભગવાન મહાવીરની વાણી બરાબર ધ્યાનપૂર્વક સાંભળતા અને તેને શાસ્ત્રબદ્ધ આલેખન કરી જે આગમને નામે ઓળખાઈ. ઈ. સ. પૂર્વે પ૨૭ માં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી 12 વર્ષ સુધી જૈન સમુદાયનું નેતૃત્વ સુધર્માસ્વામીએ સંભાળ્યું. ભગવાન મહાવીરના સંદેશાને વ્યાપક પ્રમાણમાં દૂર સુધી ફેલાવ્યો. શ્વેતાંબર પરંપરા માને છે કે સુધર્માસ્વામીએ પોતાના કાર્યકાળ દરમિયાન ભગવાન મહાવીરના ઉપદેશોને સુત્રરૂપે ગોઠવ્યા જે 12 આગમ તરીકે જાણીતા છે. આ મૂળ સુત્રો દ્વાદશાંગી તરીકે પણ ઓળખાય છે. મોટા ભાગના આગમમાં જંબુસ્વામીની સુધર્માસ્વામી સાથેની પ્રશ્નોત્તરી છે જે ભગવાન મહાવીરની વાણી છે. સુધર્માસ્વામી ઈ. સ. પૂર્વે 515 માં સર્વજ્ઞ બન્યા. એટલે ધર્મની વ્યવસ્થાનું કામ તેમના મુખ્ય શિષ્ય જંબુસ્વામીએ સંભાળ્યું. સર્વજ્ઞ તરીકે સુધર્માસ્વામી 8 વર્ષ જીવ્યા અને ઈ. સ. પૂર્વે 507 માં ૧૦૦વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. જૈન ધર્મનાં શાસ્ત્રોને અાગમ કહેવામાં આવૅ છે. તેમાં શસ્માતના 12 પુરતકૉન્ચે અંગ-અાગમ કહેવામાં આવૅ છે. તેની ૨ચના ગણધર ભગવંતોએ ભગવાન મહાવીરના ઉપદેશ ઉપરથી છલ છે. શ્વેતાંબર માતા મુજબ શ્રી સંઘમાંરવામાએ આ અંગઆગમોની રચના ભગવાન મહાવીરના ઉપદેશથી હૉટ છે. (દંગબર માન્યતા પ્રમાણે અંગ આગમોની રચના ગાધર ગૌતમલામીએ કર છે પણ સમય જતાં તે સર્વ આગમો પ્રચ્છેદ થયેલા છે.) બાના આાગમ પુસ્તકોમાં મા અંગ-સ્માગમોને વરતાથી સમજાવવામાં આવ્યાં છે. જેનો વરતારથી ૨ચના કૃત-હેવળી આચાર્યાએ કરૅ છે. આમ ગણદ્યર ભગવંત શ્રી સુધમૉરવામી એ શ્વેતાંબર જૈન સાધુ સમુદાયના પ્રથમ ગુરૂ ભગવંત કહેવાય છે, અનેં જૈન ધર્મના શાસ્ત્રોનાં પ્રથમ પ્રૉતા છે. જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3