Book Title: Sudharmaswami Gandhara
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201007/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માઘર સુધસ્વામી . ગણધર સુધારવામાં તીર્થંકરના પ્રથમ શિષ્યો ગણધરો કહેવાય છે. ભગવાન મહાવીરને અગિયાર ગણધર હતા. ભગવાન મહાવીરના સાધુઓ આ અગિયાર ગણધરમાં વહેંચાયેલા હતા. ભગવાન મહાવીર જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે બે જ ગણધર - પહેલા ગણધર ગૌતમસ્વામીઅને પાંચમા ગણધર સુધર્માસ્વામી જીવિત હતા. બાકીના નવ ગણધર કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામેલ હતી, ભગવાન મહાવીરના નિર્વાણના બીજે દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શ્વેતાંબર જૈન પરંપરા પ્રમાણે કેવળજ્ઞાની સાધુ કે સાધ્વી ધ્યાનસ્થ અવસ્થામાં જ રહે. કોઈ સાધુ સમુદાયમાં વડા તરીકે ન રહે તેથી ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામી પ્રથમ શિષ્ય હોવા છતાં સુધર્માસ્વામીને કેવળજ્ઞાન ન થયેલ હોવાથી તેઓ તમામ સાધુ સમુદાય તથા જૈનસંધના વડા બન્યા. સુધર્માસ્વામી બિહારમાં આવેલા કોલ્લાગના વિદ્વાન બ્રાહ્મણ ધમ્મિલ તથા ભદ્દીલાના દીકરા હતા. પુત્ર મેળવવા તેઓ બંનેએ મા સરસ્વતી દેવીની ખૂબ જ શ્રદ્ધાથી ભક્તિ કરી હતી. ભદ્દીલાની ભક્તિથી પ્રસન્ન થઈ મા સરસ્વતી દેવીએ બત્રીશ લક્ષણો પુત્ર જન્મશે એવું વરદાન આપ્યું. ત્યાર પછી ભદીલા ગર્ભવતી થઈ અને ઈ. સ. પૂર્વે ૬૦૭ માં સુધર્મા નામે પુત્રને જન્મ આપ્યો. જે ભગવાન મહાવીરથી. ૮ વર્ષ મોટા હતા. માતા-પિતાની પ્યારભરી દેખરેખ નીચે મોટા થતા સુધર્માને વેદ, ઉપનિષદ અને તમામ હિંદુ ગ્રંથોના અભ્યાસ માટે આશ્રમમાં મોકલ્યા. તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. તેઓ વિદ્વાન પંડિત તરીકે લોકપ્રિય હતા. એમણે મહાશાળાની સ્થાપના કરી, જ્યાં પંડિતો જ્ઞાન મેળવવા આવતા. આખા રાજ્યમાંથી લગભગ પ∞ વિદ્યાર્થીઓ તેમના શિક્ષણનો લાભ લેતા. બિહારમાં આવેલા પાવાપુરીમાં સોમિલ નામે સમૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા. તેમણે ખૂબ મોટા યજ્ઞની યોજના કરી હતી. એમણે ખુબ જાણીતા પ્રકાંડ પંડિતોને યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું. ઇન્દ્રભૂતિ ગૌતમને યજ્ઞના મુખ્ય ગુરુ પદે સ્થાપ્યા હતા. તેમના ખૂબ જ વિદ્વાન ભાઈઓ નામે અગ્નિભૂતિ અને વાયુભૂતિ પણ તેમની સાથે સામેલ હતા. સુધર્માને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. યજ્ઞની જ્વાળાઓ જેવી આકાશમાં જવા લાગી તે સમયે સ્વર્ગના દેવ-દેવીઓ પૃથ્વી તરફ આવવા લાગ્યા. ઇન્દ્રભૂતિ અને બીજા યજ્ઞ કરાવનારા માનવા લાગ્યા કે યજ્ઞથી પ્રસન્ન થઈ સ્વર્ગના દેવી-દેવતા આપણા યજ્ઞમાં હાજરી આપવા આવી રહ્યા છે, પણ તેમના આશ્ચર્ય વચ્ચે તેઓ તેમના યજ્ઞના સ્થાને ન રોકાતા આગળ મહાસેન વન તરફ જવા લાગ્યા. ખરેખર તેઓ તો પાવાપુરીમાં પધારેલા ભગવાન મહાવીરને વંદન કરવા આવ્યા હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન મહાવીર જૈનધર્મ પ્રસ્થાપિત કરવા માટે પહેલું વ્યાખ્યાન જન સમુદાયને આપવાના હતા. ઇન્દ્રભૂતિના મનમાં એવું અભિમાન હતું કે ભગવાન મહાવીર કરતાં હું અનેક ગણો વધુ જ્ઞાની છું. તેઓ મને વાદ-વિવાદમાં હરાવે તો ખરા. આવું વિચારી તેમના શિષ્યો સાથે ભગવાન મહાવીર જ્યાં વ્યાખ્યાન આપતા હતા ત્યાં આવ્યા. તેને જોતાં જ ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને નામથી બોલાવી આવકાર્યો. ઇન્દ્રભૂતિને ખૂબ જ આશ્ચર્ય થયું, ભગવાન મહાવીરે ક્યું, “તને જૈન થા સંગ્રહ 41 Page #2 -------------------------------------------------------------------------- ________________ 2 42 મણઘરો અને આચાર્યો આત્માના અસ્તિત્વ વિશે શંકા છે. બરાબર ને!” વિવિધ પ્રકારના દાખલા દલીલોથી ભગવાન મહાવીરે તેની શંકાનું સમાધાન કરી આપ્યું અને ઇન્દ્રભૂતિ પોતાના શિષ્યો સાથે મહાવીરના અનુયાયી બની ગયા. અાચર સુધમયામી ઘણો સમય પસાર થવા છતાં ઇન્દ્રભૂતિ પાછા ન આવ્યા તેથી વારાફરતી તેમના ભાઈઓ અગ્નિભૂતિ, વાયુભૂતિ તથા ચોથા પંડિત વ્યક્ત ભગવાન મહાવીર પાસે ગયા. ભગવાન મહાવીરે તે બધાને નામ દઈને આવકાર્યા અને આત્મા તથા કર્મ વિશેની તેમની શંકાઓ દૂર કરી આપી. બધાને ભગવાન મહાવીરના જ્ઞાનથી સંતોષ થયો અને પોતાના શિષ્યો સાથે તમામ ભગવાન મહાવીરના અનુયાયી બની ગયા. હવે પાંચમા પંડિત સુધર્માનો વારો હતો. સુધર્મા માનતા હતા કે માણસ મરીને ફરી માણસ તરીકે જ જન્મે છે. તેઓ માનતા કે જૈન થા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગણધર સુધમસ્વિામી જેમ સફરજનનું ઝાડ સફરજનના બીજ પેદા કરે તેમ જ દરેક જીવ ફરી તેજ યોનીમાં જન્મ લે છે. ભગવાન મહાવીરે તેને પણ આવકાર્યો. ખૂબ જ શાંતિથી અને ધીરજથી સમજાવ્યું કે માણસ મરીને ફરી માણસ પણ બને, દેવ પણ બને અને પ્રાણી પણ બને, પણ તેનો બધો આધાર તેના કર્મો પર રહેલો છે. સુધર્માની બધી જ શંકાઓનું નિરાકરણ કર્યું અને કર્મનો સિદ્ધાંત બરાબર સમજાવ્યો. સુધર્મા પણ તેમના પ00 શિષ્યો સાથે ભગવાન મહાવીરના શિષ્ય થઈ ગયા. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્માસ્વામી તરીકે ઓળખાયા. ત્યાર પછી બાકીના છ બ્રાહ્મણ પંડિતો પણ ભગવાન મહાવીરના ગણધર થયા. અંતે સોમિલે યજ્ઞ કરવાનું માંડી વાળ્યું અને બધા પ્રાણીઓને છોડી મૂક્યા. આ સમયે ભગવાન મહાવીર 42 વર્ષના હતા, અને ત્યારે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. બીજા 30 વર્ષ સુધી મહાવીર જુદા જુદા સ્થળોએ ફર્યા અને દયાનો સંદેશો ફેલાવ્યો તથા સહુને મુક્તિનો માર્ગ સમજાવ્યો. આ તમામ સમય દરમિયાન સુધર્માસ્વામી તેમની સામે બેસી ભગવાન મહાવીરની વાણી બરાબર ધ્યાનપૂર્વક સાંભળતા અને તેને શાસ્ત્રબદ્ધ આલેખન કરી જે આગમને નામે ઓળખાઈ. ઈ. સ. પૂર્વે પ૨૭ માં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી 12 વર્ષ સુધી જૈન સમુદાયનું નેતૃત્વ સુધર્માસ્વામીએ સંભાળ્યું. ભગવાન મહાવીરના સંદેશાને વ્યાપક પ્રમાણમાં દૂર સુધી ફેલાવ્યો. શ્વેતાંબર પરંપરા માને છે કે સુધર્માસ્વામીએ પોતાના કાર્યકાળ દરમિયાન ભગવાન મહાવીરના ઉપદેશોને સુત્રરૂપે ગોઠવ્યા જે 12 આગમ તરીકે જાણીતા છે. આ મૂળ સુત્રો દ્વાદશાંગી તરીકે પણ ઓળખાય છે. મોટા ભાગના આગમમાં જંબુસ્વામીની સુધર્માસ્વામી સાથેની પ્રશ્નોત્તરી છે જે ભગવાન મહાવીરની વાણી છે. સુધર્માસ્વામી ઈ. સ. પૂર્વે 515 માં સર્વજ્ઞ બન્યા. એટલે ધર્મની વ્યવસ્થાનું કામ તેમના મુખ્ય શિષ્ય જંબુસ્વામીએ સંભાળ્યું. સર્વજ્ઞ તરીકે સુધર્માસ્વામી 8 વર્ષ જીવ્યા અને ઈ. સ. પૂર્વે 507 માં ૧૦૦વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. જૈન ધર્મનાં શાસ્ત્રોને અાગમ કહેવામાં આવૅ છે. તેમાં શસ્માતના 12 પુરતકૉન્ચે અંગ-અાગમ કહેવામાં આવૅ છે. તેની ૨ચના ગણધર ભગવંતોએ ભગવાન મહાવીરના ઉપદેશ ઉપરથી છલ છે. શ્વેતાંબર માતા મુજબ શ્રી સંઘમાંરવામાએ આ અંગઆગમોની રચના ભગવાન મહાવીરના ઉપદેશથી હૉટ છે. (દંગબર માન્યતા પ્રમાણે અંગ આગમોની રચના ગાધર ગૌતમલામીએ કર છે પણ સમય જતાં તે સર્વ આગમો પ્રચ્છેદ થયેલા છે.) બાના આાગમ પુસ્તકોમાં મા અંગ-સ્માગમોને વરતાથી સમજાવવામાં આવ્યાં છે. જેનો વરતારથી ૨ચના કૃત-હેવળી આચાર્યાએ કરૅ છે. આમ ગણદ્યર ભગવંત શ્રી સુધમૉરવામી એ શ્વેતાંબર જૈન સાધુ સમુદાયના પ્રથમ ગુરૂ ભગવંત કહેવાય છે, અનેં જૈન ધર્મના શાસ્ત્રોનાં પ્રથમ પ્રૉતા છે. જૈન કથા સંગ્રહ