Book Title: Subodhsagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શાસનપ્રભાવક 136 વર્ધિચંદે અંગ્રેજી પાંચ ધોરણ સુધી વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. એવામાં એક અસાધારણ ઘટના બની, અને તેમનું મન એકાએક ચેતનામય બની ગયું. સંસારની અસારતા સમજાઈ. અનેક વિપત્તિઓ આવી, સંકટ ઊભાં થયાં, પરંતુ આત્મા ડગે નહીં. ઊલટું, વધુ ને વધુ હિંમત અને શક્તિ દાખવવા માંડયો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ૩ને દિવસે મુમુક્ષુ વિનીત વર્ધિચંદ મેઢેરા ગામની બહાર સૂર્યમંદિરમાં સ્વયં સાધુને વેશ ધારણ કર્યો. અઠ્ઠમ તપ હતું અને વિહાર કર્યો. પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના વિનીત શિષ્યરત્ન બન્યા અને મુનિ શ્રી સુબોધસાગરજી મહારાજ તરીકે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને આગમને ઊંડો અભ્યાસ કર્યો. શિષ્યરત્નની ગ્યતા જાણીને સં. ૨૦૧૦ના માગશર સુદ ૩ને દિવસે જૂના ડીસા મુકામે પૂજ્યપાદ ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસપદ પ્રદાન કર્યું. પૂજ્યશ્રીએ અનેક ગામ અને નગરમાં પ્રભાવિક ચાતુર્માસ કર્યો. અનેક સ્થળે પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધાર કર્યા અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉધાન, છરી પાલિત સંઘ, શ્રી જિનભક્તિ મહોત્સવ વગેરે દ્વારા અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો સમ્પન્ન કર્યા. સં. ૨૦૨૩ના જેઠ વદ ૧૦ને શુભ દિવસે રાજનગર અમદાવાદ મધ્યે શ્રી પંચ પરમેષ્ઠિના તૃતીય પદે–આચાર્યપદે વિભૂષિત થયા. પૂજ્યશ્રીના પાવન પગલે સર્વત્ર જિનશાસનને જયજયકાર વતે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સં. ૨૦૩૭ના વૈશાખ વદ ૩ને દિવસે વિજાપુર મુકામે શ્રી કુલિંગ પાર્શ્વનાથ તીર્થની સ્થાપના અને ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાય. ગત વર્ષે જ બૃહદુ મુંબઈના હાર્દ સમા પ્રાચીન અને પ્રસિદ્ધ શ્રી ગોડીજી જિનાલયની પુન:પ્રતિષ્ઠાને ભવ્યાતિભવ્ય મહોત્સવ પણ પૂજ્યવરના સાન્નિધ્યમાં ઊજવાયો. એવા જ્ઞાની, તપસ્વી, પ્રભાવક આચાર્યશ્રી શાસન-ઉદ્યોતનાં વિવિધ કાર્યો દ્વારા કીર્તિવંત થાઓ એવી શાસનદેવને હૃદયપૂર્વક પ્રાર્થના ! અને પૂજ્યશ્રીનાં ચરણોમાં અંતઃકરણપૂર્વક વંદના ! વર્તમાનમાં પૂજ્યશ્રીને શિષ્ય પરિવાર આ પ્રમાણે છે: 1. પૂ. પ્રશાંતમૂતિ આચાર્યશ્રી મને હરકીતિ સાગરસૂરીશ્વરજી મ૦, 2. પૂ. પ્રવર્તક શ્રી યશકીતિસાગરજી મ૦, 3, પૂ. મુનિવર્યો શ્રી રાજકીર્તિસાગરજી મ., 4. પૂ. મુનિવર્ય શ્રી પ્રસન્નકાતિસાગરજી મ., પ. પૂ. મુનિવર્ય શ્રી કીતિસાગરજી મ., 6. પૂ. મુનિવર્ય શ્રી અજયકીર્તિ સાગરજી મ., 7. પૂ. મુનિવર્ય શ્રી વિજયકીર્તિસાગરજી મ. આદિ. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2