Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા૨
૧૩૫
માટે આકર્ષીણનું કેન્દ્ર હતું. પૂજ્યશ્રી કોઈ પણ મહત્ત્વાકાંક્ષા કે અપેક્ષાથી હંમેશાં પર રહેતા. પરિણામે પૂજ્યશ્રીના વરદ હસ્તે વિવિધ શાસનપ્રભાવના હાંશે હોંશે થતી. પૂજ્યશ્રી શિપવિદ્યામાં પણ પારગત હતા. મહેસાણામાં શ્રી સીમ ંધર સ્વામિનું તીથૅ આજે ભારતભરમાં અજોડ સ્મારક સમું ઊભું' છે તે તેએશ્રીની દૃષ્ટિનું પરિણામ છે.
*
પૂજ્યશ્રીએ ૪૭ વર્ષના સુન્ની સંયમપર્યાયમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, અંગાળ, મહારાષ્ટ્ર આદિ પ્રાંતોમાં વિહાર કરીને ધર્માંપ્રવૃત્તિએ ધમધમતી રાખવા અને માનવજીવનની ધમ જ્યાત ઉજ્જવળ રાખવા માટે સતત પ્રયત્ન કર્યો. સ'. ૨૦૪૧માં અંકુર સેાસાયટી, અમદાવાદમાં જેઠ સુદ બીજને દિવસે કાર્યાત્સગ ધ્યાનમાં પૂજ્યશ્રીની જીવનયાત્રા સમાપ્ત થઈ. ૧૫ કિલેમીટરની લાંખી સ્મશાનયાત્રા પછી પૂજ્યશ્રીના પાર્થિવ દેહને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર –કોખા ( ગાંધીનગર )ના પ્રાંગણમાં અગ્નિસ`સ્કાર કરવામાં આવ્યેા. તે સમયે ઊમટેલા માનવમહેરામણ પૂજ્યશ્રીની લોકપ્રિયતાને સાક્ષી બની રહ્યો. મૃત્યુની પૂર્વ રાત્રિએ પૂજ્યશ્રીએ કહ્યું હતુ કે, હું મૃત્યુ પ્રાપ્ત કરીને શ્રી સીમંધરસ્વામી ભગવાન પાસે મહાવિદેહમાં જઈ ને, પરમાત્માના ચરણામાં, સયમ અંગીકાર કરવા માગું છું. મને જીવવાના મેહ નથી, મરવાનો ડર નથી. પૂજ્યશ્રીના શબ્દોમાં સત્ય હોય તેમ કાર્યાત્સગ ધ્યાનમાં સ્વગČગમન કર્યું! આમ, પુજ્યશ્રી સાચા અર્થમાં નિઃસ્પૃહી આચાર્ય ભગવંત હતા. જ્ઞાન અને તપમાં દ્વિતીય હોવા છતાં વિનમ્ર હતા. · આતમજ્ઞાની શ્રમણ કહાવે' નામથી પૂજ્યશ્રીનું જીવનકવન જાણીતા સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈની કસાયેલી કલમે લખાયુ છે, એવા મહાન નૈતિધર સૂરિપુ ંગવ પૂજ્યપાદ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનાં ચરણકમળમાં કેશિઃ વંદના ! ( સકલન : પૂ. પંન્યાસ શ્રી ધરણેન્દ્રસાગરજી મહારાજ )
k
વર્તમાન સમુદાયનાયક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી સુબેાધસાગરસૂરીશ્વરજી મહારાજ
પાલનપુર પાસે બનાસ નદીના કિનારે શ્રી આદિનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનનાં એ બે વિશાળ અને સુરમ્ય, ભવ્ય અને ઉત્તંગ જિનાલયા, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયા, આયંબિલશાળાએ, ગુરુમંદિશ અને ક્રાતિ સ્ત ંભોથી શે!ભતા જૂના ડીસા શહેરમાં પૂજ્યશ્રીના જન્મ થયા હતા. પિતાનુ નામ ચુનીલાલ છગનલાલ મહેતા અને માતાનું નામ જમનાબહેન હતું. તેઓને ઘેર સં. ૧૯૭૯ના માગશર વદ ૧૦ને દિવસે એક પુત્રરત્નના જન્મ થયા. પુત્રનુ' નામ રાખ્યુ. વિદમાતાના ધાર્મિક સંસ્કારો પુત્રમાં ઊતર્યાં. પૂ જન્મના પુણ્યદયે માનવજીવન અને તેમાં પણ જૈન ધર્મના પાયારૂપ આધ્યાત્મિક પ્રગતિનુ પ્રથમ સેાપાન પ્રાપ્ત થયું. એમાં માતા-પિતાના અને કુટુંબના સંસ્કારો પ્રાપ્ત થયા. જાણે સેનામાં સુગંધ ભળી ! ભૌતિક પ્રગતિ કરતાં આધ્યાત્મિક પ્રગતિ સાચી અને શાશ્વત છે.
2010-04
Page #2
--------------------------------------------------------------------------
________________ શાસનપ્રભાવક 136 વર્ધિચંદે અંગ્રેજી પાંચ ધોરણ સુધી વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. એવામાં એક અસાધારણ ઘટના બની, અને તેમનું મન એકાએક ચેતનામય બની ગયું. સંસારની અસારતા સમજાઈ. અનેક વિપત્તિઓ આવી, સંકટ ઊભાં થયાં, પરંતુ આત્મા ડગે નહીં. ઊલટું, વધુ ને વધુ હિંમત અને શક્તિ દાખવવા માંડયો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ૩ને દિવસે મુમુક્ષુ વિનીત વર્ધિચંદ મેઢેરા ગામની બહાર સૂર્યમંદિરમાં સ્વયં સાધુને વેશ ધારણ કર્યો. અઠ્ઠમ તપ હતું અને વિહાર કર્યો. પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના વિનીત શિષ્યરત્ન બન્યા અને મુનિ શ્રી સુબોધસાગરજી મહારાજ તરીકે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને આગમને ઊંડો અભ્યાસ કર્યો. શિષ્યરત્નની ગ્યતા જાણીને સં. ૨૦૧૦ના માગશર સુદ ૩ને દિવસે જૂના ડીસા મુકામે પૂજ્યપાદ ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસપદ પ્રદાન કર્યું. પૂજ્યશ્રીએ અનેક ગામ અને નગરમાં પ્રભાવિક ચાતુર્માસ કર્યો. અનેક સ્થળે પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધાર કર્યા અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉધાન, છરી પાલિત સંઘ, શ્રી જિનભક્તિ મહોત્સવ વગેરે દ્વારા અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો સમ્પન્ન કર્યા. સં. ૨૦૨૩ના જેઠ વદ ૧૦ને શુભ દિવસે રાજનગર અમદાવાદ મધ્યે શ્રી પંચ પરમેષ્ઠિના તૃતીય પદે–આચાર્યપદે વિભૂષિત થયા. પૂજ્યશ્રીના પાવન પગલે સર્વત્ર જિનશાસનને જયજયકાર વતે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સં. ૨૦૩૭ના વૈશાખ વદ ૩ને દિવસે વિજાપુર મુકામે શ્રી કુલિંગ પાર્શ્વનાથ તીર્થની સ્થાપના અને ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાય. ગત વર્ષે જ બૃહદુ મુંબઈના હાર્દ સમા પ્રાચીન અને પ્રસિદ્ધ શ્રી ગોડીજી જિનાલયની પુન:પ્રતિષ્ઠાને ભવ્યાતિભવ્ય મહોત્સવ પણ પૂજ્યવરના સાન્નિધ્યમાં ઊજવાયો. એવા જ્ઞાની, તપસ્વી, પ્રભાવક આચાર્યશ્રી શાસન-ઉદ્યોતનાં વિવિધ કાર્યો દ્વારા કીર્તિવંત થાઓ એવી શાસનદેવને હૃદયપૂર્વક પ્રાર્થના ! અને પૂજ્યશ્રીનાં ચરણોમાં અંતઃકરણપૂર્વક વંદના ! વર્તમાનમાં પૂજ્યશ્રીને શિષ્ય પરિવાર આ પ્રમાણે છે: 1. પૂ. પ્રશાંતમૂતિ આચાર્યશ્રી મને હરકીતિ સાગરસૂરીશ્વરજી મ૦, 2. પૂ. પ્રવર્તક શ્રી યશકીતિસાગરજી મ૦, 3, પૂ. મુનિવર્યો શ્રી રાજકીર્તિસાગરજી મ., 4. પૂ. મુનિવર્ય શ્રી પ્રસન્નકાતિસાગરજી મ., પ. પૂ. મુનિવર્ય શ્રી કીતિસાગરજી મ., 6. પૂ. મુનિવર્ય શ્રી અજયકીર્તિ સાગરજી મ., 7. પૂ. મુનિવર્ય શ્રી વિજયકીર્તિસાગરજી મ. આદિ. 2010_04