________________
શ્રમણભગવ તા૨
૧૩૫
માટે આકર્ષીણનું કેન્દ્ર હતું. પૂજ્યશ્રી કોઈ પણ મહત્ત્વાકાંક્ષા કે અપેક્ષાથી હંમેશાં પર રહેતા. પરિણામે પૂજ્યશ્રીના વરદ હસ્તે વિવિધ શાસનપ્રભાવના હાંશે હોંશે થતી. પૂજ્યશ્રી શિપવિદ્યામાં પણ પારગત હતા. મહેસાણામાં શ્રી સીમ ંધર સ્વામિનું તીથૅ આજે ભારતભરમાં અજોડ સ્મારક સમું ઊભું' છે તે તેએશ્રીની દૃષ્ટિનું પરિણામ છે.
*
પૂજ્યશ્રીએ ૪૭ વર્ષના સુન્ની સંયમપર્યાયમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, અંગાળ, મહારાષ્ટ્ર આદિ પ્રાંતોમાં વિહાર કરીને ધર્માંપ્રવૃત્તિએ ધમધમતી રાખવા અને માનવજીવનની ધમ જ્યાત ઉજ્જવળ રાખવા માટે સતત પ્રયત્ન કર્યો. સ'. ૨૦૪૧માં અંકુર સેાસાયટી, અમદાવાદમાં જેઠ સુદ બીજને દિવસે કાર્યાત્સગ ધ્યાનમાં પૂજ્યશ્રીની જીવનયાત્રા સમાપ્ત થઈ. ૧૫ કિલેમીટરની લાંખી સ્મશાનયાત્રા પછી પૂજ્યશ્રીના પાર્થિવ દેહને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર –કોખા ( ગાંધીનગર )ના પ્રાંગણમાં અગ્નિસ`સ્કાર કરવામાં આવ્યેા. તે સમયે ઊમટેલા માનવમહેરામણ પૂજ્યશ્રીની લોકપ્રિયતાને સાક્ષી બની રહ્યો. મૃત્યુની પૂર્વ રાત્રિએ પૂજ્યશ્રીએ કહ્યું હતુ કે, હું મૃત્યુ પ્રાપ્ત કરીને શ્રી સીમંધરસ્વામી ભગવાન પાસે મહાવિદેહમાં જઈ ને, પરમાત્માના ચરણામાં, સયમ અંગીકાર કરવા માગું છું. મને જીવવાના મેહ નથી, મરવાનો ડર નથી. પૂજ્યશ્રીના શબ્દોમાં સત્ય હોય તેમ કાર્યાત્સગ ધ્યાનમાં સ્વગČગમન કર્યું! આમ, પુજ્યશ્રી સાચા અર્થમાં નિઃસ્પૃહી આચાર્ય ભગવંત હતા. જ્ઞાન અને તપમાં દ્વિતીય હોવા છતાં વિનમ્ર હતા. · આતમજ્ઞાની શ્રમણ કહાવે' નામથી પૂજ્યશ્રીનું જીવનકવન જાણીતા સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈની કસાયેલી કલમે લખાયુ છે, એવા મહાન નૈતિધર સૂરિપુ ંગવ પૂજ્યપાદ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનાં ચરણકમળમાં કેશિઃ વંદના ! ( સકલન : પૂ. પંન્યાસ શ્રી ધરણેન્દ્રસાગરજી મહારાજ )
k
વર્તમાન સમુદાયનાયક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી સુબેાધસાગરસૂરીશ્વરજી મહારાજ
પાલનપુર પાસે બનાસ નદીના કિનારે શ્રી આદિનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનનાં એ બે વિશાળ અને સુરમ્ય, ભવ્ય અને ઉત્તંગ જિનાલયા, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયા, આયંબિલશાળાએ, ગુરુમંદિશ અને ક્રાતિ સ્ત ંભોથી શે!ભતા જૂના ડીસા શહેરમાં પૂજ્યશ્રીના જન્મ થયા હતા. પિતાનુ નામ ચુનીલાલ છગનલાલ મહેતા અને માતાનું નામ જમનાબહેન હતું. તેઓને ઘેર સં. ૧૯૭૯ના માગશર વદ ૧૦ને દિવસે એક પુત્રરત્નના જન્મ થયા. પુત્રનુ' નામ રાખ્યુ. વિદમાતાના ધાર્મિક સંસ્કારો પુત્રમાં ઊતર્યાં. પૂ જન્મના પુણ્યદયે માનવજીવન અને તેમાં પણ જૈન ધર્મના પાયારૂપ આધ્યાત્મિક પ્રગતિનુ પ્રથમ સેાપાન પ્રાપ્ત થયું. એમાં માતા-પિતાના અને કુટુંબના સંસ્કારો પ્રાપ્ત થયા. જાણે સેનામાં સુગંધ ભળી ! ભૌતિક પ્રગતિ કરતાં આધ્યાત્મિક પ્રગતિ સાચી અને શાશ્વત છે.
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org