Book Title: Snatra Panch Kalyanak Puja Meaning Author(s): Dhirajlal D Mehta Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ બળતું કાષ્ટ ચિરાવી દાઝેલો સર્પ કાઢીને બતાવ્યો. સેવક પાસે તેને નવકાર સંભળાવ્યો. તે સર્પ મરીને ધરણેન્દ્ર થયો. કમઠ ઉપર લોકોએ તિરસ્કાર વરસાવ્યો. ક્રોધમાં તે મરીને મેઘમાલી દેવ થયો. 5. એક વખત રાણીની સાથે વનમાં ફરતાં નેમ-રાજુલના ચિત્રને જોઈને વૈરાગ્ય પામીને પાર્શ્વકુમાર દીક્ષા લેવા ઉત્સાહિત થયા. લોકાંતિક દેવોએ આવીને દીક્ષા લેવા વિનંતી કરી. પ્રભુએ વરસીદાન શરૂ કર્યું. ત્રીસ વરસની ઉંમરે પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા. વિશાલા નામની શિબિકામાં બેઠા, આગળ-પાછળ-અનેક વડેરી સ્ત્રીઓ બેઠી. શક્રેન્દ્ર-દેવ-દેવીઓ, રાજા-અને અનેક મનુષ્યો સાથે ઘણાં વાજિંત્રોના નાદ સાથે વાજતો-ગાજતો આ વરઘોડો, કાશીનગરના રાજમાર્ગો ઉપર થઈને આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યો. પ્રભુએ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા લીધી. 6. ધનસાર્થવાહને ત્યાં પ્રભુએ પ્રથમ પારણું કર્યું. પછી કાદંબરી અટવીમાં આવ્યા. ત્યાં જંગલી હાથીએ સુંઢથી પ્રભુની પૂજા કરી તેથી કલિકુંડ તીર્થ ત્યાં થયું. ધરણેન્દ્ર-પદ્માવતી ત્યાં આવ્યાં "અહિ છત્રા" નગરી ત્યાં બનાવી. ત્યાં કમઠનો જીવ જે મેઘમાલી થયો હતો. તે વિસંગજ્ઞાનથી પ્રભુને ઓળખીને ત્યાં આવ્યો ઉપસર્ગો કર્યા. ઘણું જળ વરસાવ્યું. પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યું. ધરણેન્દ્ર પ્રભુની રક્ષા કરી. મેઘમાળી ત્યાંથી ભાગી ગયો. 7. બરાબર 84 દિવસો દીક્ષાને થયા બાદ પ્રભુ વિચરતા વિચરતા કાશીનગરના ઉદ્યાનમાં પધાર્યા ચૈત્રવેદી 4 (ગુજરાતી ફાગણ વદ 4) ના દિવસે કેવળજ્ઞાન પામ્યા. વનપાળે વધામણી આપી. તેથી અશ્વસેન રાજા, વામા રાણી, અને પુત્રવધુ પ્રભાવતી, આ ત્રણે પરિવાર સાથે ધર્મદેશના સાંભળવા આવ્યા. અને પ્રભુની પાસે દીક્ષા લીધી. 8. 100 વર્ષના આયુષ્યવાળા પ્રભુ અંતે સમેતશિખર ગિરિ ઉપર પધાર્યા. શ્રાવણ સુદી 8 ના દિવસે નિર્વાણ પામ્યા.Page Navigation
1 2 3