Book Title: Snatra Panch Kalyanak Puja Meaning
Author(s): Dhirajlal D Mehta
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/290013/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજાનો ભાવાર્થ ૧, જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્મા તીર્થંકરપણે છેલ્લા ભવમાં જન્મે છે, ત્યારે ત્યારે દેવ-દેવીઓ પરમાત્માનો મેરુપર્વત ઉપર જન્માભિષેક કરે છે. તેનું સુંદર વર્ણન આ સ્નાત્ર પૂજામાં છે. આ પૂજા શ્રી વીરવિજયજી મહારાજશ્રીએ આશરે વિક્રમ સંવત ૧૮૮૫ માં બનાવી છે. ૨. તીર્થંકર પરમાત્માના જીવનમાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એમ કુલ પાંચ કલ્યાણકો થાય છે. જગતના જીવોનાં કલ્યાણ કરનારા પ્રસંગો તે કલ્યાણક કહેવાય છે. ૩. તીર્થકર ભગવંતો જ્યારે સમ્યક્ત પામે છે. ત્યારથી તેમના ભવોની સંખ્યા ગણાય છે. તીર્થકર જે ભવમાં મોક્ષે જાય છે તેનાથી પૂર્વે ત્રીજા ભવમાં સંયમ લઈ, વિશિષ્ટ જ્ઞાન-ધ્યાન-તપ કરી, વીશસ્થાનકની આરાધના કરી મનમાં એવી ભાવના ભાવે છે કે મારી એવી શકિત ક્યારે આવે કે હું આ જગતના સર્વ જીવોને જૈનશાસનના રસિક કરું, ધર્મ પમાડું અને સંસારથી તારૂં. આવી ભાવનાથી જીવો ઉપર ભાવદયા કરી તીર્થકર નામકર્મ બાંધે છે. ૪. ત્યારબાદ ઉત્કૃષ્ટ ધર્મ આરાધના કરી, મૃત્યુ પામી દેવલોકનો (અથવા કદાચ નરકનો જો આયુય કર્મ પહેલા બાધ્ય હોયતો) એક ભવ કરીને ત્યાંથી ચ્યવીને અઢીદ્વીપની અંદર પંદર કર્મભૂમિના (5 ભરત, 5 ઐરાવત 5 મહાવેદહ) મધ્યખંડમાં ??, રાજકુલમાં પરમાત્મા જન્મ પામે છે. જ્યારે પરમાત્મા માતાની કુક્ષીમાં આવે છે ત્યારે તેમના પ્રભાવથી માતા ચૌદ સુપન જુએ છે. હાથી-વૃષભ-સિંહ (?? બધાજ નામ) વિગેરે ચૌદ સ્વપ્નો આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં સ્વપ્નો જોઈને માતા જાગે છે. માતા પોતાના પતિને સ્વપ્નો કહે છે. રાજા તે સ્વપ્નોના અર્થો કહે છે કે આ ચૌદ મહાસ્વપ્નો હોવાથી તીર્થકર થનાર મહાપુત્ર જન્મશે. ૫. શુભ ઘડી આવે છે અને પરમાત્મા જન્મ પામે છે. તે વખતે પ્રથમ ૫૬ દિક્યુમારિકા દેવીઓ આવી શારીરિક પવિત્રતાનું કામ કરે છે. ત્યારબાદ સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ થયો જાણીને હરિણગમેલી દેવ પાસે પ્રભુનો જન્મ થયાનું અને જન્માભિષેક માટે મેરુપર્વત ઉપર આવવાનું સર્વદેવોને સુઘોષાઘંટા વગડાવવા દ્વારા જણાવે છે. સર્વે દેવો તુરત મેરુ પર્વત ઉપર આવી પહોંચે છે. ૬. પછી સૌધર્મેન્દ્ર પ્રભુના ઘરે આવે છે. માતાને પોતાની ઓળખાણ આપી, તેમને અવસ્થાપિની નિદ્રા આપી, બાલક પરમાત્માના જેવું બીજું બાલક બનાવીને માતા પાસે મુકીને, પોતે પાંચ રૂપ ધારણ કરીને પ્રભુને લઈને દેવ-દેવીઓના પરિવાર સાથે નાચતા-કુદતા ઘણા હર્ષ સાથે મેરૂપર્વત ઉપર આવી પહોંચે છે. ૭. ચારે નિકાયના (વૈમાનિક, જ્યોતીક, વ્યંતર, અને ભવપતિ) ઘણા દેવ-દેવીઓ તથા ચોસઠે ઇન્દ્રો (??..) મેરૂ પર્વત ઉપર આવી પહોંચે છે. બારમા દેવલોકનો અય્યતેન્દ્ર હુકમ કરે છે. હે સર્વે દેવો ! તમે જલ્દી જાવો અને ક્ષીરસમુદ્રનું પાણી લઈ આવો. ઉત્તમ ઔષધીઓ લઈ આવો. આપણે ભગવાનનો અભિષેક કરીએ. તે સાંભળીને દેવો આકાશ માર્ગે ઉડીને સર્વ વસ્તુઓ તુરત લઈ આવે છે. ૮, આ જન્માભિષેકમાં કોઈક દેવો પોતાના ભાવથી આવે છે. કોઈક સ્ત્રીની પ્રેરણાથી આવે છે. કોઈક મિત્રની પ્રેરણાથી અને કોઈક કૌતુક જોવા માટે આવે છે. સોનાના, રૂપાના, માણેકના, એમ આઠ આઠ જાતિના આઠ આઠ હજાર કલશાઓ કુલ ૬૪૦૦૦ કલશાઓ ૧ અભિષેકમાં હોય છે. એવા ૨૫૦ અભિષેક જુદા-જુદા દેવ Page #2 -------------------------------------------------------------------------- ________________ દેવીઓના હોય છે. ૬૪૦૦૦ X ૨૫૦ = કુલ ૧,૬૦,૦૦,૦૦૦ કળશાઓથી પ્રભુનો અભિષેક કરે છે. ત્યારબાદ પરમાત્માને તેમના ઘરે પાછા લઈ જાય છે. . બત્રીસ ક્રોડ સૌનૈયા આદિની પરમાત્માના ઘરે વૃષ્ટિ કરે છે. અને અત્યન્ત હર્ષને પૂર્ણ કરવા નંદીશ્વર દ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૯. મનમાં આવી શુભ ભાવના ભાવે છે કે પરમાત્મા જલ્દી મોટા થાય, દીક્ષા લે, અને અમને દીક્ષાકેવળજ્ઞાન કલ્યાણક ઉજવવાનો પ્રસંગ જલ્દી જોવા મળે. આવી ઇચ્છા રાખતા રાખતા પોત-પોતાના સ્થાને પધારે છે. ૧૦. આ પૂજા પૂજ્યશ્રી વીરવિજયજી મહારાજશ્રીએ (કેટલા વર્ષ પહેલ ??) બનાવી છે. પાર્શ્વનાથ પ્રભુની પંચ કલ્યાણકની પૂજાનો સાર ૧. પાર્શ્વનાથ પ્રભુનો જીવ છેલ્લેથી ત્રીજા ભવમાં વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ બાંધી દશમા દેવલોકમાં જઈને, ત્યાં વીશ સાગરોપમનો આયુશ્ય ભવ પૂર્ણ કરી વારાણસી નગરીમાં, અશ્વસેન રાજાની વામા રાણીની કુક્ષિમાં તીર્થંકર પણે જન્મ ધારણ કરે છે. ચૈત્ર વદી ૪ (રાજસ્થની) (ગુજરાતી ફાગણ વદી ૪) ના દિવસે પ્રભુ દેવલોકથી ચ્યવીને કુક્ષિમાં આવે છે. ૨. પ્રભુ ગર્ભમાં આવે ત્યારે તેમની માતા ચૌદ સ્વપ્ન દેખે છે. ચૌદ સ્વપ્નો દેખીને તે રાજાને કહે છે. રાજા અર્થ કહે છે કે ઉત્તમ એવો પુત્રરત્ન જન્મશે. ગર્ભકાળ પૂર્ણ થતાં પોષ વદી ૧૦ (ગુજરાતી માગસર વદ ૧૦) ના દિવસે શુભ ધડીએ પ્રભુ જન્મ્યા. પ્રભુના જન્મકાલે પ્રથમ છપ્પન દિક્કુમારિકાઓ આવીને શારીરિક પવિત્રતાનું કામકાજ કરે છે ત્યારબાદ દેવ-દેવીઓના પરિવાર સાથે ઇંદ્ર મહારાજા આવે છે. પાંચ રૂપો કરી પરમાત્માને મેરૂપર્વત ઉપર લઈ જાય છે અને ચારે નિકાયના દેવ-દેવીઓને આમંત્રણ આપીને જન્માભિષેક કરે છે. ૩. પ્રભુના જન્મ વખતે પશુ-પંખી પણ સુખીયાં થાય છે. સાતે નરકે અજવાળાં થાય છે. સર્વત્ર સુખની છાયા પ્રવર્તે છે. અમૃતપાનથી પ્રભુ મોટા થાય છે. સર્પના લાંછનવાળા અને સાત હાથની ઉંચાઈ શરીર વાળા પાર્શ્વકુમાર જ્યારે યુવાવસ્થામાં આવે છે ત્યારે પ્રભાવતી નામની રાજપુત્રીની સાથે વિવાહિત થાય છે. 4. પાર્શ્વકુમાર પોતાના મહેલમાં રાણી પ્રભાવતીની સાથે ઝરુખામાં ઉભા ઉભા રસ્તે જતા-આવતા માણસોના ટોળાઓને જુએ છે અને પુછે છે કે આ બધા લોકો ક્યાં જાય છે ! ઉત્તર મળે છે કે ગામના પાદરે કમઠ નામનો એક મહાતાપસ આવ્યો છે. તેનાં દર્શન-વંદન-પૂજન કરવા જાય છે. પ્રભુ પણ કૌતુક જોવા માટે ત્યાં જાય છે. ૪. કમઠ તાપસ પંચાગ્નિ તપ કરે છે. ચારે બાજુની આગમાં બળતા કાષ્ટોમાં બળી રહેલા સર્પને પાર્શ્વકુમાર અવધિજ્ઞાનથી જાણે છે. અને કમઠને કહે છે કે તું સુખ લેવા માટે ફોગટ આ તપ કરે છે. કમઠ કહે છે કે હે રાજા ! તમે ઘોડા ખેલાવી જાણો. તમને ધર્મની બાબતમાં શું સમજ પડે ? પ્રભુ કહે છે કે તારા એવા મોટા ગુરુ કોણ છે કે જેઓએ આવો ખોટો ધર્મ બતાવ્યો. કમઠ કહે છે કે અમારા ગુરુ તો અરણ્યવાસી છે. એક પૈસો પણ પાસે રાખતા નથી અને તપ કરે છે. પ્રભુ કહે છે કે પશુ-પક્ષીઓ પણ અરણ્યવાસી હોય છે અને ધનવિનાના હોય છે. તારા ગુરુ પણ તેમના જેવા જ હશે કે જેઓએ દયા સમજાવી નથી. આમ કહી સેવક પાસે Page #3 -------------------------------------------------------------------------- ________________ બળતું કાષ્ટ ચિરાવી દાઝેલો સર્પ કાઢીને બતાવ્યો. સેવક પાસે તેને નવકાર સંભળાવ્યો. તે સર્પ મરીને ધરણેન્દ્ર થયો. કમઠ ઉપર લોકોએ તિરસ્કાર વરસાવ્યો. ક્રોધમાં તે મરીને મેઘમાલી દેવ થયો. 5. એક વખત રાણીની સાથે વનમાં ફરતાં નેમ-રાજુલના ચિત્રને જોઈને વૈરાગ્ય પામીને પાર્શ્વકુમાર દીક્ષા લેવા ઉત્સાહિત થયા. લોકાંતિક દેવોએ આવીને દીક્ષા લેવા વિનંતી કરી. પ્રભુએ વરસીદાન શરૂ કર્યું. ત્રીસ વરસની ઉંમરે પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા. વિશાલા નામની શિબિકામાં બેઠા, આગળ-પાછળ-અનેક વડેરી સ્ત્રીઓ બેઠી. શક્રેન્દ્ર-દેવ-દેવીઓ, રાજા-અને અનેક મનુષ્યો સાથે ઘણાં વાજિંત્રોના નાદ સાથે વાજતો-ગાજતો આ વરઘોડો, કાશીનગરના રાજમાર્ગો ઉપર થઈને આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યો. પ્રભુએ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા લીધી. 6. ધનસાર્થવાહને ત્યાં પ્રભુએ પ્રથમ પારણું કર્યું. પછી કાદંબરી અટવીમાં આવ્યા. ત્યાં જંગલી હાથીએ સુંઢથી પ્રભુની પૂજા કરી તેથી કલિકુંડ તીર્થ ત્યાં થયું. ધરણેન્દ્ર-પદ્માવતી ત્યાં આવ્યાં "અહિ છત્રા" નગરી ત્યાં બનાવી. ત્યાં કમઠનો જીવ જે મેઘમાલી થયો હતો. તે વિસંગજ્ઞાનથી પ્રભુને ઓળખીને ત્યાં આવ્યો ઉપસર્ગો કર્યા. ઘણું જળ વરસાવ્યું. પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યું. ધરણેન્દ્ર પ્રભુની રક્ષા કરી. મેઘમાળી ત્યાંથી ભાગી ગયો. 7. બરાબર 84 દિવસો દીક્ષાને થયા બાદ પ્રભુ વિચરતા વિચરતા કાશીનગરના ઉદ્યાનમાં પધાર્યા ચૈત્રવેદી 4 (ગુજરાતી ફાગણ વદ 4) ના દિવસે કેવળજ્ઞાન પામ્યા. વનપાળે વધામણી આપી. તેથી અશ્વસેન રાજા, વામા રાણી, અને પુત્રવધુ પ્રભાવતી, આ ત્રણે પરિવાર સાથે ધર્મદેશના સાંભળવા આવ્યા. અને પ્રભુની પાસે દીક્ષા લીધી. 8. 100 વર્ષના આયુષ્યવાળા પ્રભુ અંતે સમેતશિખર ગિરિ ઉપર પધાર્યા. શ્રાવણ સુદી 8 ના દિવસે નિર્વાણ પામ્યા.