________________
દેવીઓના હોય છે. ૬૪૦૦૦ X ૨૫૦ = કુલ ૧,૬૦,૦૦,૦૦૦ કળશાઓથી પ્રભુનો અભિષેક કરે છે. ત્યારબાદ પરમાત્માને તેમના ઘરે પાછા લઈ જાય છે. . બત્રીસ ક્રોડ સૌનૈયા આદિની પરમાત્માના ઘરે વૃષ્ટિ કરે છે. અને અત્યન્ત હર્ષને પૂર્ણ કરવા નંદીશ્વર દ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે.
૯. મનમાં આવી શુભ ભાવના ભાવે છે કે પરમાત્મા જલ્દી મોટા થાય, દીક્ષા લે, અને અમને દીક્ષાકેવળજ્ઞાન કલ્યાણક ઉજવવાનો પ્રસંગ જલ્દી જોવા મળે. આવી ઇચ્છા રાખતા રાખતા પોત-પોતાના સ્થાને પધારે છે.
૧૦. આ પૂજા પૂજ્યશ્રી વીરવિજયજી મહારાજશ્રીએ (કેટલા વર્ષ પહેલ ??) બનાવી છે.
પાર્શ્વનાથ પ્રભુની પંચ કલ્યાણકની પૂજાનો સાર
૧. પાર્શ્વનાથ પ્રભુનો જીવ છેલ્લેથી ત્રીજા ભવમાં વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ બાંધી દશમા દેવલોકમાં જઈને, ત્યાં વીશ સાગરોપમનો આયુશ્ય ભવ પૂર્ણ કરી વારાણસી નગરીમાં, અશ્વસેન રાજાની વામા રાણીની કુક્ષિમાં તીર્થંકર પણે જન્મ ધારણ કરે છે. ચૈત્ર વદી ૪ (રાજસ્થની) (ગુજરાતી ફાગણ વદી ૪) ના દિવસે પ્રભુ દેવલોકથી ચ્યવીને કુક્ષિમાં આવે છે.
૨. પ્રભુ ગર્ભમાં આવે ત્યારે તેમની માતા ચૌદ સ્વપ્ન દેખે છે. ચૌદ સ્વપ્નો દેખીને તે રાજાને કહે છે. રાજા અર્થ કહે છે કે ઉત્તમ એવો પુત્રરત્ન જન્મશે. ગર્ભકાળ પૂર્ણ થતાં પોષ વદી ૧૦ (ગુજરાતી માગસર વદ ૧૦) ના દિવસે શુભ ધડીએ પ્રભુ જન્મ્યા. પ્રભુના જન્મકાલે પ્રથમ છપ્પન દિક્કુમારિકાઓ આવીને શારીરિક પવિત્રતાનું કામકાજ કરે છે ત્યારબાદ દેવ-દેવીઓના પરિવાર સાથે ઇંદ્ર મહારાજા આવે છે. પાંચ રૂપો કરી પરમાત્માને મેરૂપર્વત ઉપર લઈ જાય છે અને ચારે નિકાયના દેવ-દેવીઓને આમંત્રણ આપીને જન્માભિષેક કરે છે.
૩. પ્રભુના જન્મ વખતે પશુ-પંખી પણ સુખીયાં થાય છે. સાતે નરકે અજવાળાં થાય છે. સર્વત્ર સુખની છાયા પ્રવર્તે છે. અમૃતપાનથી પ્રભુ મોટા થાય છે. સર્પના લાંછનવાળા અને સાત હાથની ઉંચાઈ શરીર વાળા પાર્શ્વકુમાર જ્યારે યુવાવસ્થામાં આવે છે ત્યારે પ્રભાવતી નામની રાજપુત્રીની સાથે વિવાહિત થાય છે.
4. પાર્શ્વકુમાર પોતાના મહેલમાં રાણી પ્રભાવતીની સાથે ઝરુખામાં ઉભા ઉભા રસ્તે જતા-આવતા માણસોના ટોળાઓને જુએ છે અને પુછે છે કે આ બધા લોકો ક્યાં જાય છે ! ઉત્તર મળે છે કે ગામના પાદરે કમઠ નામનો એક મહાતાપસ આવ્યો છે. તેનાં દર્શન-વંદન-પૂજન કરવા જાય છે. પ્રભુ પણ કૌતુક જોવા માટે ત્યાં જાય છે.
૪. કમઠ તાપસ પંચાગ્નિ તપ કરે છે. ચારે બાજુની આગમાં બળતા કાષ્ટોમાં બળી રહેલા સર્પને પાર્શ્વકુમાર અવધિજ્ઞાનથી જાણે છે. અને કમઠને કહે છે કે તું સુખ લેવા માટે ફોગટ આ તપ કરે છે. કમઠ કહે છે કે હે રાજા ! તમે ઘોડા ખેલાવી જાણો. તમને ધર્મની બાબતમાં શું સમજ પડે ? પ્રભુ કહે છે કે તારા એવા મોટા ગુરુ કોણ છે કે જેઓએ આવો ખોટો ધર્મ બતાવ્યો. કમઠ કહે છે કે અમારા ગુરુ તો અરણ્યવાસી છે. એક પૈસો પણ પાસે રાખતા નથી અને તપ કરે છે. પ્રભુ કહે છે કે પશુ-પક્ષીઓ પણ અરણ્યવાસી હોય છે અને ધનવિનાના હોય છે. તારા ગુરુ પણ તેમના જેવા જ હશે કે જેઓએ દયા સમજાવી નથી. આમ કહી સેવક પાસે