Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 163
________________ ૨. ૩. -- સિદ્ધાન્તમદોઢથાનું પરિશિષ્ટ || શ્રી પાર્શ્વનાથાય નમઃ | (પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે વિક્રમ સંવત ૨૦૧૮ ચૈત્ર વદ ૫ બપોરે આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી તથા આ.શ્રી જંબુસૂરિજી વગેરે શિષ્યપ્રશિષ્યાદિ મુનિમંડળ તથા શ્રાવકો શ્રી રમેશચંદ્ર બકુભાઈ અને શ્રી રમણલાલ વજેચંદ વગેરેની હાજરીમાં સમુદાયના શ્રમણોને પાળવા માટે જાહેર કરેલું બંધારણ.) '૧. સામાન્ય સંયોગોમાં સાધ્વીજી અથવા શ્રાવિકાએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસતિમાં આવવુ નહી. એ માટે વ્યાખ્યાન આદિ પ્રસંગે નિષેધ કરવો અને શકય પ્રબંધ કરાવવો. અસાધારણ સંયોગોમાં, દાખલા તરીકે બહારગામથી કોઈ આવ્યા હોય અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કોઈ આવે તો એકાદ દિવસ વંદન પુરતા આવી જાય તો રોકવા નહીં... જોગની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતા સુધી શ્રાવિકાને લઈને આવવુ તેમજ શ્રાવિકાએ ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરૂષને સાથે લઈને આવવુ, સાધુની અકસ્માત બિમારી જેવા પ્રસંગમાં નિષેધ કરવો નહીં.. r परिशिष्ट ૨૨૬ સાધ્વીજી પાસે સાધુઓએ કાંઈપણ કામ કરાવવુ નહીં, અને સાધુએ પોતાના કામો દા.ત. પાતરા રંગવા, સાંધવા વગેરે શીખી લેવા, જ્યાં સુધી ન શિખાય ત્યાં સુધી ઓઘા, ઠવણી જેવા અશક્ય કામો મુખ્ય સ્પર્ધકપતિએ સ્થાનિક પ્રૌઢ શ્રાવક દ્વારા સાધ્વીજી પાસે કરાવી લેવા, પણ સાધુઓએ સાધ્વીના સંપર્કમાં આવવું નહીં. સાધ્વીજીનું કંઈ કામ હોય તો તે સીધુ સાધુને ન કહે પરંતુ પરંપરાએ પ્રૌઢ શ્રાવિકા અને ! શ્રાવક દ્વારા મુખ્ય સાધુને કહેવડાવે એ પદ્ધતિ જાળવવી. (કાંઈ તાત્કાલિક અકસ્માત કાર્ય આવી પડ્યું હોય તો પૂછી લેવાય.). ૪. સાધુએ જોઈતી વસ્તુ માટે ટૂકડીના વડિલને કહેવુ અને વડિલ તેની સગવડ કરી આપે.. ૫. સામાન્ય સંયોગોમાં ૧૫ દિવસ પહેલા કાપ કાઢવો નહીં, સિવાય લૂણાં, ઝોલી, ખેરિયુ જેવા કપડા. રેશમી કામળી, દસી, મુહપત્તિ વિ.વાપરવા નહી. દેશના વ્યવહારપ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પૂરવા માટે ભાવ સમજાવવો. એક સ્પર્ધકપતિની ટૂકડીનો સાધુ બીજા સ્પર્ધકપતિની ટૂકડીમાં ગચ્છાધિપતિની તથા જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા સિવાય રહી શકે નહીં. - - -

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168