Book Title: Siddharshisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શાસનપ્રભાવક ૨૧૮ ખિન્ન રહેતી હતી. એક દિવસ સાસુએ વહુને ખિતાનું કારણ પૂછ્યું. લજજાશીલ વહુએ પતિના જુગારના વ્યસનની તથા રાત્રિમાં વિલંબથી આવવાની વાત જણાવી. સાસુએ કહ્યું – “વિનયિની ! તે મને આટલા દિવસ જણાવ્યું કેમ નહિ ? હું મારા પુત્રને કડવા—મીઠાં વચનથી સાચા માર્ગ પર લાવવા પ્રયત્ન કરત. પરંતુ હવે રાત્રિએ તે નિશ્ચિતપણે સૂઈ જજે, હું જાગરણ કરીશ.” સાસુના કહેવાથી વહે સૂઈ ગઈ. લક્ષ્મી પુત્રની રાહ જોતી બેઠી હતી. રાત્રિના પાછલા પહેરે પુત્રે દ્વાર ખખડાવ્યું. માતા લક્ષમી કેધ પામી બેલી કાલવિકાલે ભટકતા, અનુચિતવિહારી અને મર્યાદા વગરના પુત્રને માટે મારા ઘરમાં કેઈ સ્થાન નથી. તું જા, ઉઘાડાં દ્વાર મળે ત્યાં ચાલ્યા જા.” સિદ્ધ આ સાંભળી તત્કાલ ત્યાંથી પાછા ફર્યો. માર્ગમાં એક ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં હતાં. તે તેમાં ગયે. ત્યાં વિવિધ પ્રકારની મુદ્રામાં સ્વાધ્યાય-ધ્યાનરત મુનિઓને જોયા. તેઓની સૌમ્ય મુદ્રાના દર્શન માત્રથી સિદ્ધનું મન પરિવર્તન પામ્યું. તેણે વિચાર્યું કે, મારા જન્મને ધિકાર છે. હું દુર્ગતિદાયક જીવન જીવી રહ્યો છું. આજ સુભાગ્યે પવિત્ર વેળા આવી, જેથી પવિત્ર મુનિઓનું દર્શન પામે. મારી માતા કેપ કરી પરમ ઉપકારિણી બની. તેના લીધે મને આ પરમ લાભ મળે. ઉત્તમ અધ્યવસાયમાં લીન સિદ્ધિ ઉગ્ર સ્વરે મુનિઓને નમસ્કાર કર્યો. ગુરુજનોએ પરિચય પૂછતાં તેણે પોતાના જુગારના વ્યસનથી માંડીને જીવનને સમગ્ર વૃત્તાંત જણાવ્યું અને કહ્યું કે—“મારા જીવનમાં જે થવાનું હતું તે થઈ ગયું. હવે હું ધર્મનું શરણ ગ્રહણ કરી આપની પાસે રહેવા ઇચ્છું છું.” ગુરુએ સિદ્ધને ધ્યાનપૂર્વક છે. જ્ઞાનોપયોગથી જાણ્યું કે, આ જૈનશાસનને પ્રભાવક શ્રમણ થશે. તેમણે મુનિચર્યાને બોધ આપતાં કહ્યું કે, “મહાનુભાવ! સંયમ સ્વીકાર્યા વિના અમારી સાથે રહી શકાય નહીં. તેમાંય તમારા જેવા છાચારીઓને માટે આ જીવન કડિન છે. મુનિજીવન તલવારની ધાર જેવું છે. પાંચ મહાવ્રતોનું પાલન, માધુરીવૃત્તિથી આહારગ્રહણ અને ત્યાગ-તપ-યુક્ત કર મુનિવ્રતનું પાલન લોઢાના ચણાને મણના દાંતથી ચાવવા જેવું સિદ્ધ કહ્યું કે, “મારે હવે આ વ્યસનયુક્ત જીવન કરતાં સંયમયુક્ત સાધુજીવન સ્વીકારવું છે. મને એ જ પ્રેયકર અને શ્રેયકર હેઈ કૃપા કરી આપ મને દીક્ષા આપો.” સિદ્ધની તીવ્ર દીક્ષાભાવના જાણી ગુરુએ કહ્યું કે, “હે ભવિ ! તું તારાં માતાપિતાની રજા લઈ આવ. પછી તને જરૂર દીક્ષા આપીએ.” સંચગવશાત્ સિદ્ધના પિતા શુભંકર પુત્રને શોધતાં શોધતાં ત્યાં આવ્યા. પુત્રને જોઈ પ્રસન્ન થયા. પુત્રને ઘરે આવવા કહ્યું. સિદ્ધ દિક્ષા લેવાને વિચાર જણાવ્યું. પિતાને સમજાવવા છતાં સિદ્ધ દીક્ષા લેવાને પિતાને વિચાર ન બદ. પુત્રને દઢ સંકલ્પ જોઈ પિતાએ સમ્મતિ આપી. સિદ્ધ પિતાની અનુસા મેળવી, આચાર્ય ગર્ગષિના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, અને શ્રી દુર્ગ સ્વામીના શિષ્ય બની મુનિજીવનમાં પ્રવેશ કર્યો. મુનિ સિદ્ધષિએ સંયમની ઉચ્ચ સાધના સાથે જૈન ધર્મગ્રંથનું ગહન અધ્યયન કર્યું. તેમાં એક દિવસ બૌદ્ધદર્શનને અભ્યાસ કરવાની ઉત્કટ ઇચ્છા જાગી. ગુરુની ના છતાં તેઓ બૌદ્ધદર્શનને અભ્યાસ કરવા બૌદ્ધાચાર્ય પાસે મહાબોધનગર ગયા. જતાં પૂર્વે ગુરુદેવે એક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4