Book Title: Siddharaj Jaysinh ane Kumarpal no Pragna chakshu Rajkavi Shripal
Author(s): Bhogilal J Sandesara
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ ૭૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ શ્રીપાલ સિદ્ધરાજ કરતાં લાંબું જીવ્યો હતો અને એના ઉત્તરાધિકારી કુમારપાલનો પણ રાજકવિ બન્યો હતો. સિદ્ધરાજના અવસાન પછી નવ વર્ષે વિ॰ સં૦ ૧૨૦૮(ઈ સ૦ ૧૧૫૨)માં, કુમારપાલે બંધાવેલા વડનગરના કિલ્લાની પ્રશસ્તિ તેણે રચી હતી. કુમારપાલની એક શત્રુંજય-યાત્રામાં પણ શ્રીપાલ તેની સાથે હતો.પ : શ્રીપાલનો પુત્ર સિદ્ધપાલ નામે હતો. ‘ પુરાતનપ્રબન્ધસંગ્રહ ’ અને ‘ કુમારપાલપ્રબન્ધ માં એને કવિઓ અને દાતાઓમાં શ્રેષ્ઠ (વીનાં વાતૃળાં યઃ) કહ્યો છે. સિદ્ધપાલની કોઈ અવિકલ સળંગ સાહિત્યરચના પ્રાપ્ત થઈ નથી, પણ એણે રચેલા કેટલાક લોકો ‘ પ્રબન્ધકોશ ’માં ઉદ્ધૃત થયેલા છે. સિદ્ધપાલનાં કેટલાંક સંસ્કૃત તેમ જ પ્રાકૃત પદ્યો સોમપ્રભસૂરિના ‘કુમારપાલપ્રતિબોધ ’માં પણ ટાંકેલાં છે. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જોઈ એ કે સોમપ્રભસૂરિએ આ પ્રાકૃત ગ્રન્થ વિ॰ સં ૧૨૪૧(ઈ સ૦ ૧૧૮૫)માં પાટણમાં સિદ્ધપાલે બાંધેલ વસતિ અથવા ઉપાશ્રયમાં રહીને પૂર્ણ કર્યો હતો. પ્રબન્ધો કહે છે કે સિદ્ધ પાલ એ રાજા કુમારપાલનો પ્રીતિપાત્ર હતો. સિદ્ઘપાલનો પુત્ર વિજયપાલ નામે હતો. વિજયપાલ એક વિદ્વાન અને નાટકકાર હતો. તેણે રચેલું સંસ્કૃત નાટક ‘દ્રૌપદીસ્વયંવર ’ રાજા ભીમદેવ બીજાની આજ્ઞાથી, પાટણમાં, મૂલરાજે બાંધેલા ત્રિપુરુષપ્રાસાદમાં ભજવાયું હતું. આમ સતત ત્રણ પેઢી સુધી કવિત્વપરંપરા ચાલુ રહી હોય એવી ઘટનાઓ સાહિત્યના કૃતિહાસમાં બહુ વિરલ છે. શ્રીપાલની સાહિત્યકૃતિઓ શ્રીપાલની સાહિત્યકૃતિઓનું હવે વિહંગાવલોકન કરીએ. જાણવામાં આવેલી તેની તમામ કૃતિઓને નીચે પ્રમાણે વહેંચી શકાય : (૧) માત્ર સાહિત્યિક ઉલ્લેખો દ્વારા જ્ઞાત કૃતિઓ, (૨) ખંડિત સ્વરૂપે ઉપલબ્ધ કૃતિઓ, (૩) અખંડ ઉપલબ્ધ કૃતિઓ. ૧. ‘ પ્રભાવકચરિત ’ (પૃ૦ ૧૯૦) અનુસાર, શ્રીપાલે ‘ વૈરોચનપરાજય ’ નામે એક ‘ મહાપ્રબન્ધ ’ રચ્યો હતો. આ કૃતિ અત્યારે મળતી નથી, તેથી એના સાહિત્યસ્વરૂપ અથવા એમાં નિરૂપિત વિષય પરત્વે કંઈ કહેવું મુશ્કેલ છે. વિરોચનના પુત્ર બલિરાજાને—વૈરોચનને—વામનરૂપધારી વિષ્ણુએ પાતાળમાં ચાંપ્યો એ પૌરાણિક કથાપ્રસંગનું એમાં કોઈ પ્રકારે નિરૂપણ કદાચિત હોય. વડનગર પ્રશસ્તિને અંતે શ્રીપાલે પોતાને પદનિષ્પન્નમાઽસન્ધઃ (‘ જેણે એક દિવસમાં મહાપ્રબન્ધ રચ્યો છે એવો ') કહ્યો છે; આ રીતે ઉલ્લિખિત ‘ મહાપ્રબન્ધ' એ ઉપર્યુક્ત ‘ વૈરોચનપરાજય ' હોય એ અસંભવિત નથી. સિદ્ધપુરમાં મૂલરાજે બંધાવેલ રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજે કરાવ્યો હતો; એની પ્રશસ્તિ શ્રીપાલે રચી હોવાનો ઉલ્લેખ ‘ પ્રભાવકચરિત 'માં છે. આ પ્રશસ્તિ કોતરેલી શિલા રુદ્રમહાલયમાં કોઈ મોખરાના સ્થાને જડવામાં આવી હશે; પરન્તુ કેટલીક સદીઓ થયાં રુદ્રમહાલય ખંડેર સ્થિતિમાં છે અને તેની શ્રીપાલ-રચિત પ્રશસ્તિ પણ નાશ પામી જણાય છે. ૨. શ્રીપાલની બીજી કાવ્યકૃતિના—રાજા સિદ્ધરાજે અણહિલવાડ પાટણમાં બાંધેલા સહસ્રલિંગ સરોવરની તેણે રચેલી પ્રશસ્તિના થોડાક અંશો જ આજ સુધી સચવાઈ રહ્યા છે. સિદ્ધરાજના માલવવિજયના સ્મારક રૂપે આરસનો એક કીર્તિસ્તંભ એ સરોવરને કિનારે ઊભો કરવામાં આવ્યો હતો, અને શિલાપટ્ટિકાઓ ઉપર કોતરવામાં આવેલી એ પ્રશસ્તિ કીતિસ્તંભ ઉપર મૂકવામાં આવી હતી, ૫ એ જ, પૃ૦ ૪૩; એ જ, પૃ ૧૦૬, ૬ પ્રખ૰ધકોશ ’ (સિંધી જૈન ગ્રન્થમાલ, ગ્રન્થ ૬), પૃ૦ ૪૮. આ સરોવરના ભવ્ય અવશેષો ભૂતપૂર્વ વડોદરા રાજ્યના આર્કિયૉલૉજી ખાતાએ ખોદી કાઢેલા છે. ७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7