Page #1
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજ કવિ શ્રી પાલ
ભોગીલાલ જ૦ સાંડેસરા
ઇસવી સનની દસમીથી તેરમી સદી સુધી અણહિલવાડ પાટણમાં રાજ્ય કરનાર ગુજરાતના ચૌલુક્યા
રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહ(ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩)ને લોકો સૌથી વધુ યાદ કરે છે. હજી પણ લોકસાહિત્યમાં અને લોકનાટ્ય અર્થાત ભવાઈમાં તે જીવંત છે. વિક્રમ અને ભોજની જેમ સિદ્ધરાજ પણ જાણે દંતકથાનું પાત્ર બની ગયો છે. એનો દરબાર ભારતના સર્વ પ્રદેશોના વિદ્વાનોનું મિલનસ્થાન બન્યો હતો. સિદ્ધરાજના સુપરિચિત મનીષીઓમાં “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર મુખ્ય હતા, જેમણે તત્કાલીન ભારતમાં ખેડાતી વિદ્યાની સર્વ શાખાઓમાં આધારભૂત ગ્રન્થો રચેલા છે. હેમચન્દ્ર એક જૈન આચાર્ય હતા અને એમની આસપાસ એમના પોતાના વિદ્વાન શિષ્યોનું એક વર્તુળ હતું. સિદ્ધરાજના દરબારના બીજા વિડિતોમાં તેનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ મુખ્ય હતો. વિજ્યપાલકૃત ‘તોપદીસ્વયંવર નાટકની (ભાવનગર, ૧૯૧૮) હિન્દી પ્રસ્તાવનામાં આચાર્ય જિનવિજ્યજીએ અને હેમચન્દ્રત કાવ્યાનુશાસન'ની (મુંબઈ, ૧૯૩૮) અંગ્રેજી પ્રસ્તાવનામાં (પૃ. ૨૫૫-૨૬૧) પ્રૉ૦ રસિકલાલ છો. પરીખે શ્રીપાલ કવિના જીવન અને કાર્ય વિષે નિરૂપણ કર્યું છે. વિશેષ ઉત્કીર્ણ અને સાહિત્યિક સામગ્રીની શોધ અને પ્રકાશનને પરિણામે શ્રીપાલ વિશે કેટલીક વધુ માહિતી જાણવામાં આવી છે. પ્રાપ્ત સામગ્રીને આધારે શ્રીપાલના જીવન અને કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપવાનો આ નિબંધનો પ્રયત્ન છે.
શ્રીપાલનો ટુમ્બિક વૃત્તાન્ત શ્રીપાલના જીવન અને કાર્ય વિષે નીચેનાં સાધનોમાંથી માહિતી મળે છે : (૧) મધ્યકાલીન ગુજરાતના ઐતિહાસિક સંસ્કૃત પ્રબંધોમાંથી, (૨) સિદ્ધરાજ જયસિંહના દરબારમાં શ્વેતાંબર આચાર્ય વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચંદ્ર વચ્ચે થયેલા વાદવિવાદનું નિરૂપણ કરતા યશશ્ચંદ્રકૃત સમકાલીન સંસ્કૃત નાટક ‘મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણમાંથી, (૩) પ્રભાચન્દ્રસૂરિકત “પ્રભાવક ચરિત”. (ઈ. સ૦ ૧૨૭૮)ના છેલ્લા “હેમચંદ્રસુરિચરિતમાંથી, અને (૪) શ્રીપાલની પોતાની ઉપલબ્ધ કૃતિઓમાંથી.
Page #2
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલઃ ૭૩ ગુજરાત અને રાજસ્થાનના ઇતિહાસમાં શૌર્ય, રાજનીતિજ્ઞતા અને વેપારી કુનેહ માટે પ્રસિદ્ધ પ્રાગ્રાટ (પોરવાડ) જ્ઞાતિના એક જૈન કુટુંબમાં શ્રીપાલ જમ્યો હતો. ગુજરાતના ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના મંત્રી વિમલશાહે આબુ ઉપર વિ. સં ૧૦૮૮(ઈ. સ. ૧૦૩૨)માં બાંધેલા પ્રસિદ્ધ જૈન મંદિર વિમલવસતિના સભામંડપમાં શ્રીપાલની મૂર્તિ છે. એ મૂર્તિ નીચેના ખંડિત શિલાલેખમાંથી જાણવા મળે છે કે શ્રીપાલના પિતાનું નામ લક્ષ્મણ હતું. શ્રી જિનવિજ્યનું અનુમાન સમુચિત છે કે શ્રીપાલ ઘણું કરીને વિમલશાહનો અથવા તેના કોઈ કુટુંબીનો વંશજ હશે. ૨
સાહિત્યિક સાધનોમાંના અનેક ઉલ્લેખો ઉપરથી જણાય છે કે શ્રીપાલ અંધ હતો. એના અંધત્વના કારણ વિષે અથવા એ ક્યારે અંધ થયો હશે એ વિષે કંઈ જાણવામાં આવ્યું નથી. તેણે વિદ્યાધ્યયન ક્યાં અને કયારે કર્યું એ પણ અજ્ઞાત છે. પરંતુ શ્રીપાલ એક નિપુણ કવિ અને કૃતપરિશ્રમ વ્યુત્પન્ન વિદ્વાન હતો એ વિષે કશી શકી નથી. પ્રબન્ધોમાં એને “કવિચક્રવર્તિન', “કવિકુંજર' અને “મહાકવિ” તરીકે વર્ણવ્યો છે અને મુકિતકુમુદચન્દ્રપ્રકરણમાં એને “કવિરાજ' બિરુદ આપ્યું છે. જલણકૃત ‘સુકિતમુક્તાવલિ' અને શાડુંધરકૃતિ “શાધર પદ્ધતિજેવા સુભાષિતસંગ્રહો શ્રીપાલની યુક્તિઓ ઉદ્દત કરતાં
શ્રીપાલ કવિરાજ' તરીકે એનો નિર્દેશ કરે છે. પ્રબન્ધોમાં “ષભાષાકવિચક્રવર્તી ' તરીકે શ્રીપાલનો ઉલેખ છે, જે બતાવે છે કે તેણે છે પ્રાકૃત ભાષાઓમાં પણ કવિતા કરી હોવી જોઈએ. અનેક સમકાલીન કવિઓ પોતાની કવિતા સુધરાવવા માટે શ્રીપાલ પાસે આવતા. બૃહદ્ગછના અજિતદેવસૂરિના શિષ્ય હેમચન્દ્રસૂરિના “નાબેયનેમિકાવ્ય” અથવા “દ્વિસંધાનકાવ્યનું સંશોધન શ્રીપાલે કર્યું હતું.
શ્રીપાલ એ રાજા સિદ્ધરાજ જયસિંહનો નિકટવર્તી સુહદ હતો. વડનગર પ્રશસ્તિના છેલ્લા શ્લોકમાં શ્રીપાલે પોતાને શ્રીમદ્ભ૨Tઝઘતિપન્ન વધુ: (“ જેને સિદ્ધરાજે પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો છે એવો ”) કહ્યો છે. ‘મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણમાં (પૃ. ૩૯) શ્રીપાલને શ્રીસિદ્ધમૂવાāમિત્રમ્ (“ સિદ્ધરાજનો બાલમિત્ર ) કહેવામાં આવ્યો છે. સોમપ્રભસૂરિકત “કુમારપાલપ્રતિબોધ” અને “ સુમતિનાથ ચરિત્ર” જેવા લગભગ સમકાલીન ગ્રંથો નોંધે છે કે રાજા સિદ્ધરાજ શ્રીપાલને “ભાઈ !' કહીને બોલાવતો હતો. આ નિર્દેશને “ પ્રભાવક ચરિત’ના છેલા “હેમચન્દ્રસૂરિચરિત માંથી અનુમોદન મળે છે; એમાં સિદ્ધરાજ અને શ્રીપાલની નિકટતા વિસ્તારથી વર્ણવી છે અને થોડાક સમય માટે અણહિલવાડમાં આવીને રહેલા ભાગવત સંપ્રદાયના આચાર્ય દેવબોધ અથવા દેવબોધિના સંપર્કમાં તેઓ બંને કેવી રીતે આવ્યા એ પણ એમાં વર્ણવ્યું છે. એ ત્રણ વિશિષ્ટ વ્યક્તિઓના સંબંધ અને સ્પર્ધાના “પ્રભાવક ચરિત માં અપાયેલા વૃત્તાન્તના રસપ્રદ સારોદ્ધાર માટે તથા એ વૃત્તાન્તની ઐતિહાસિક સમાલોચના માટે વાચકને “કાવ્યાનશાસનની મોહ રસિકલાલ છો. પરીખની પ્રસ્તાવનાનાં ઉપર્યુક્ત પૃષ્ઠ જેવા વિનતિ છે.
૧ જિનવિજયજી, “પ્રાચીન જૈન લેખસંગ્રહ', ભાગ ૨ (ભાવનગર, ૧૯૨૧), નં. ર૭૧. ૨ જિનવિજ્યજી, દ્રૌપદી સ્વયંવર નાટક', પ્રસ્તાવના, પૃ૦ ૨૧-૨૨. ૩ “મુકિતકુમુદચન્દ્રપ્રકરણમાં બીજી એતિહાસિક વ્યક્તિઓ સાથે શ્રીપાલ પણ એક પાત્ર તરીકે આવે છે. એમાં
દેવસૂરિના રૂપરસાયનનું નેત્રાંજલિ વડે પોતે પાન કરી શકતો નથી એ પોતાના દુર્ભાગ્યનો શ્રીપાલ શોક કરે છે (અંક ૪, કલોક ૧૫); દેવસૂરિ એને આશ્વાસન આપે છે કે “કવીશ્વર ! પૂર્વે કરેલાં અસુકૃતોના પરિપાકનો પ્રતિકાર કરી શકાતો નથી. પરંતુ ભગવતી ભારતીએ ત્રિલોકનું આકલન કરવામાં કુશળ સારવતચક્ષુનું વિતરણ કરીને તમારા ઉપર કર ણા કરી છે.” ભાગવત સંપ્રદાયના આચાર્ય દેવબોધે કરેલી શ્રીપાલની નિન્દાનો એક લોક “પ્રભાવક ચરિત'માં ( સિંધી જૈન પ્રાથમાલા, ચ ૧૩, પૃ. ૧૯૦) ટાંકેલો છે, તેમાં પણ શ્રીપાલના અંધત્વનો નિર્દેશ છે
.. शुक्र: कवित्वमापन्न एकाक्षिविकलोऽपि सन् ।
चक्षुयविहीनस्य युक्ता ते कविराजिता ॥ જ પુરાતનપ્રબન્ધસંગ્રહ’, પૃ૦ ૪૩; “કુમારપાલચરિતસંગ્રહ', પૃ૦ ૧૦૬,
Page #3
--------------------------------------------------------------------------
________________
૭૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
શ્રીપાલ સિદ્ધરાજ કરતાં લાંબું જીવ્યો હતો અને એના ઉત્તરાધિકારી કુમારપાલનો પણ રાજકવિ બન્યો હતો. સિદ્ધરાજના અવસાન પછી નવ વર્ષે વિ॰ સં૦ ૧૨૦૮(ઈ સ૦ ૧૧૫૨)માં, કુમારપાલે બંધાવેલા વડનગરના કિલ્લાની પ્રશસ્તિ તેણે રચી હતી. કુમારપાલની એક શત્રુંજય-યાત્રામાં પણ શ્રીપાલ તેની સાથે હતો.પ
:
શ્રીપાલનો પુત્ર સિદ્ધપાલ નામે હતો. ‘ પુરાતનપ્રબન્ધસંગ્રહ ’ અને ‘ કુમારપાલપ્રબન્ધ માં એને કવિઓ અને દાતાઓમાં શ્રેષ્ઠ (વીનાં વાતૃળાં યઃ) કહ્યો છે. સિદ્ધપાલની કોઈ અવિકલ સળંગ સાહિત્યરચના પ્રાપ્ત થઈ નથી, પણ એણે રચેલા કેટલાક લોકો ‘ પ્રબન્ધકોશ ’માં ઉદ્ધૃત થયેલા છે. સિદ્ધપાલનાં કેટલાંક સંસ્કૃત તેમ જ પ્રાકૃત પદ્યો સોમપ્રભસૂરિના ‘કુમારપાલપ્રતિબોધ ’માં પણ ટાંકેલાં છે. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જોઈ એ કે સોમપ્રભસૂરિએ આ પ્રાકૃત ગ્રન્થ વિ॰ સં ૧૨૪૧(ઈ સ૦ ૧૧૮૫)માં પાટણમાં સિદ્ધપાલે બાંધેલ વસતિ અથવા ઉપાશ્રયમાં રહીને પૂર્ણ કર્યો હતો. પ્રબન્ધો કહે છે કે સિદ્ધ પાલ એ રાજા કુમારપાલનો પ્રીતિપાત્ર હતો.
સિદ્ઘપાલનો પુત્ર વિજયપાલ નામે હતો. વિજયપાલ એક વિદ્વાન અને નાટકકાર હતો. તેણે રચેલું સંસ્કૃત નાટક ‘દ્રૌપદીસ્વયંવર ’ રાજા ભીમદેવ બીજાની આજ્ઞાથી, પાટણમાં, મૂલરાજે બાંધેલા ત્રિપુરુષપ્રાસાદમાં ભજવાયું હતું. આમ સતત ત્રણ પેઢી સુધી કવિત્વપરંપરા ચાલુ રહી હોય એવી ઘટનાઓ સાહિત્યના કૃતિહાસમાં બહુ વિરલ છે.
શ્રીપાલની સાહિત્યકૃતિઓ
શ્રીપાલની સાહિત્યકૃતિઓનું હવે વિહંગાવલોકન કરીએ. જાણવામાં આવેલી તેની તમામ કૃતિઓને નીચે પ્રમાણે વહેંચી શકાય : (૧) માત્ર સાહિત્યિક ઉલ્લેખો દ્વારા જ્ઞાત કૃતિઓ, (૨) ખંડિત સ્વરૂપે ઉપલબ્ધ કૃતિઓ, (૩) અખંડ ઉપલબ્ધ કૃતિઓ.
૧. ‘ પ્રભાવકચરિત ’ (પૃ૦ ૧૯૦) અનુસાર, શ્રીપાલે ‘ વૈરોચનપરાજય ’ નામે એક ‘ મહાપ્રબન્ધ ’ રચ્યો હતો. આ કૃતિ અત્યારે મળતી નથી, તેથી એના સાહિત્યસ્વરૂપ અથવા એમાં નિરૂપિત વિષય પરત્વે કંઈ કહેવું મુશ્કેલ છે. વિરોચનના પુત્ર બલિરાજાને—વૈરોચનને—વામનરૂપધારી વિષ્ણુએ પાતાળમાં ચાંપ્યો એ પૌરાણિક કથાપ્રસંગનું એમાં કોઈ પ્રકારે નિરૂપણ કદાચિત હોય. વડનગર પ્રશસ્તિને અંતે શ્રીપાલે પોતાને પદનિષ્પન્નમાઽસન્ધઃ (‘ જેણે એક દિવસમાં મહાપ્રબન્ધ રચ્યો છે એવો ') કહ્યો છે; આ રીતે ઉલ્લિખિત ‘ મહાપ્રબન્ધ' એ ઉપર્યુક્ત ‘ વૈરોચનપરાજય ' હોય એ અસંભવિત નથી. સિદ્ધપુરમાં મૂલરાજે બંધાવેલ રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજે કરાવ્યો હતો; એની પ્રશસ્તિ શ્રીપાલે રચી હોવાનો ઉલ્લેખ ‘ પ્રભાવકચરિત 'માં છે. આ પ્રશસ્તિ કોતરેલી શિલા રુદ્રમહાલયમાં કોઈ મોખરાના સ્થાને જડવામાં આવી હશે; પરન્તુ કેટલીક સદીઓ થયાં રુદ્રમહાલય ખંડેર સ્થિતિમાં છે અને તેની શ્રીપાલ-રચિત પ્રશસ્તિ પણ નાશ પામી જણાય છે.
૨. શ્રીપાલની બીજી કાવ્યકૃતિના—રાજા સિદ્ધરાજે અણહિલવાડ પાટણમાં બાંધેલા સહસ્રલિંગ સરોવરની તેણે રચેલી પ્રશસ્તિના થોડાક અંશો જ આજ સુધી સચવાઈ રહ્યા છે. સિદ્ધરાજના માલવવિજયના સ્મારક રૂપે આરસનો એક કીર્તિસ્તંભ એ સરોવરને કિનારે ઊભો કરવામાં આવ્યો હતો, અને શિલાપટ્ટિકાઓ ઉપર કોતરવામાં આવેલી એ પ્રશસ્તિ કીતિસ્તંભ ઉપર મૂકવામાં આવી હતી,
૫ એ જ, પૃ૦ ૪૩; એ જ, પૃ ૧૦૬,
૬ પ્રખ૰ધકોશ ’ (સિંધી જૈન ગ્રન્થમાલ, ગ્રન્થ ૬), પૃ૦ ૪૮.
આ સરોવરના ભવ્ય અવશેષો ભૂતપૂર્વ વડોદરા રાજ્યના આર્કિયૉલૉજી ખાતાએ ખોદી કાઢેલા છે.
७
Page #4
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલને પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલઃ ૭૫ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિના નામાંકિત વિદ્વાન સ્વ. રામલાલ મોદીએ પાટણના વીજળકૂવા મહોલાના એક નાના શિવમન્દિરની ભીંતમાં ચોંટાડેલો આ પ્રશસ્તિનો એક ટુક ખોળી કાઢ્યો હતો. અને તે પ્રગટ કર્યો હતો.’ આ રીતે મળેલી પ્રશસ્તિની એકમાત્ર શિલાદિકામાં જે નવ ખંડિત પંક્તિઓ કોતરેલી મળી છે એમાં પ્રશસ્તિકાવ્યનો એક પણ લોક અખંડ રૂપે મળતો નથી. આ રીતે ખંડિત રૂપે મળતા શ્લોકોને અંતે ૭૬, ૭૭, ૮૭ અને ૯૦ એટલા શ્લોકાંકો વાંચી શકાય છે; એ ઉપરથી અનુમાન થાય છે કે ગુજરાતની સાંસ્કૃતિક પરંપરામાં અમર બનેલ સિદ્ધસરનું માહાત્મ્ય વર્ણવતા એ પ્રશસ્તિકાવ્યમાં આશરે ૧૦૦ શ્લોકો હશે. કદાચ ૧૦૮ લોકો હોય એમ પણ બને. “પ્રભાવચરિત'(પૃ. ૧૯૦)માં આ પ્રશસ્તિને “દુર્લભસરોરાજ ની પ્રશસ્તિ કહી છે. સહસ્ત્રલિંગનું બાંધકામ સિદ્ધરાજના એક પૂર્વજ દુર્લભરાજે શરૂ કર્યું હતું, અને તેથી તે દુર્લભ સરોવર તરીકે પણ ઓળખાતું હતું.
“પ્રબન્ધચિન્તામણિ (ઈ. સ. ૧૩૦૫)ના કર્તા મેરૂતુંગસૂરિ લખે છે કે સહસ્ત્રલિંગ સરોવરની શ્રીપાલની પ્રશસ્તિ રચાઈ અને પદિક ઉપર કોતરાઈ એટલે તેના શોધન માટે સિદ્ધરાજે સર્વ દર્શનોના વિદ્વાનોને નિમંત્ર્યા હતા. આ સન્દર્ભમાં મૂલ પ્રશસ્તિમાંથી નીચેના બે શ્લોકો મેરૂતુંગ ટાંકે છે. ઉપર્યુક્ત શ્લોકટકડાઓ અને આ બે લોકો ૧૦ એટલા જ અંશો સહસ્ત્રલિંગ સરોવરની સુદીર્થ પ્રશસ્તિમાંથી અત્યારે તો ઉપલબ્ધ છે–
न मानसे माद्यति मानसं मे पम्पा न सम्पादयति प्रसादम् । अच्छोदमच्छोदकमप्यसारं सरोवरे राजति सिद्धभर्तुः ॥ कोशेनापि युतं दलैरुपचितं नोच्छेत्तुमेतत् क्षम स्वस्यापि स्फुटकण्टकव्यतिकरं पुंस्वं च धत्ते नहि । एकोऽप्येष करोति कोशरहितो निष्कण्टकं भूतलं
मत्वैवं कमला विहाय कमलं यस्यासिमाशिश्रियत् ।। ૩. શ્રીપાલની બે કૃતિઓ સાદ્યન્ત ઉપલબ્ધ છે : રાજા કુમારપાલે સં૦ ૧૨૦૮(ઈ. સ. ૧૧પર)માં બાંધેલા વડનગરના કિલ્લાની પ્રશસ્તિ ? અને ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતું, ૨૯ કલોકનું “ચતુર્વિશતિ જિનસ્તુતિ' કાવ્યર.
વડનગર પ્રશસ્તિ, જેને “પ્રાચીન લેખમાલાના સંપાદકોએ ‘વડનગરપ્રાકાપ્રશસ્તિ' એવું નામ આપ્યું છે તે ૩૦ લોકનું અલંકારપ્રચુર કાવ્ય છે, અને સંસ્કૃત કવિ તરીકેની શ્રીપાલની નિપુણતાનું પર્યાપ્ત પ્રમાણ તે રજૂ કરે છે. ચૌલુક્ય યુગમાં વડનગરનું કોઈ ખાસ રાજકીય મહત્ત્વ નહોતું; ખરેખર તો એ વિદ્વાન બ્રાહ્મણોનું નગર હતું, જેમને રાજ તેમ જ પ્રજા હંમેશાં માન આપતાં. “ આ નગરના દિજજનો યજ્ઞો
૮ સાતમી અખિલ ભારતીય પ્રાચવિદ્યા પરિષદનો અહેવાલ, વડોદરા, ૧૯૬૩, પૃ. ૬૪૯-૫૨; વર રામલાલ
મોદીનો નિબંધ “ એ કૅગમેન્ટ ઑફ ધી કીર્તિરતંભ ઇન્સક્રિપશન ઑફ સિદ્ધરાજ જયસિંહ'. આ નિબંધના ગુજરાતી અનુવાદ માટે જુઓ “સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ' (પાટણ, ૧૯૫૩), પૃ૦ ૯૨–૧૦૦ માં
સિદ્ધરાજના કર્તરતંભના લેખનો એક અંશ”. ૯ “પ્રબન્ધચિન્તામણિ” (સિંધી ગ્રન્થમાલા, ગ્રન્થ ૧), પૃ૦ ૬૩-૬૪, ૧૦ આ બે શ્લોકોમાંને ન માનક એ શ્લોક વરતુપાલના મિત્ર સોમેશ્વરકૃત “કાર્તિકૌમુદી'માં (સર્ગ ૧, લોક ૭૮).
સહસ્ત્રલિંગના વર્ણનપ્રસંગમાં મળે છે. સોમેશ્વરે શ્રીપાલની પ્રતિમાંથી તે લીધો જણાય છે, એપિરાફિક્યા ઇન્ડિકા', ગ્રન્ય ૧, ૫૦ ૨૯૩ અને આગળનાં પૃષ્ઠોમાં આ પ્રશરિત છપાઈ છે, વળી પ્રાચીન લેખમાલા,' ભાગ ૧, મુંબઈ, ૧૮૯૨; ગિરજાશંકર આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખો,' ભાગ ૨, પૃ. ૩૮-૪૭,
એમાં પણ તે મુદિત છે. ૧૨ મુકિત: ‘જૈન સ્તોત્રસન્દોહ' (સંપાદક : મુનિ ચતુરવિજય), ભાગ ૧, પૃ૦ ૧૨૧-૧૨૩.
T 2 લીધો *
છપાઈ છે
૩૮-૪૭,
Page #5
--------------------------------------------------------------------------
________________
૭૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી વડે દેવોનું પણ પરિત્રાણ કરે છે તથા શાનિક અને પૌષ્ટિક કર્મો વડે ભૂપ અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે. છતાં એમના તીવ્ર તપને બાધા ન થાય એ હેતુથી આ વિપ્રપુરના રક્ષણ માટે રાજાએ ભક્તિપૂર્વક વપ્રકોટ કરાવ્યો” (ક્લોક ૨૩), એમ પ્રશસ્તિમાં કહ્યું છે. મૂલરાજ પહેલાથી માંડી કુમારપાલ સુધીના ચૌલુક્ય રાજાઓનો સંક્ષિપ્ત વૃત્તાન્ત પ્રશસ્તિ આપે છે; જોકે બીજાં સાધનોમાંથી મળતી ન હોય એવી કોઈ વિશેષ ઐતિહાસિક માહિતી એમાંથી મળતી નથી. આનુપૂર્વની દૃષ્ટિએ જોઈએ તો, વડનગર પ્રશસ્તિ એવી સર્વપ્રથમ ઐતિહાસિક કૃતિ છે, જેમાં ચૌલુક્યો પહેલાં પાટણ ઉપર રાજય કરનાર ચાપોત્કટ અથવા ચાવડા વંશનો ઉલ્લેખ આવે છે. સં. ૮૦૨ (ઈ. સ. ૭૪૬)માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યા પછી ચાર શતાબ્દી કરતાં પણ વધુ સમય બાદ ગુજરાતનાં એતિહાસિક સાધનોમાં ચાવડાઓનો આ પહેલો ઉલ્લેખ મળે એ આશ્ચર્યજનક છે. એ વસ્તુ એમ પણ સૂચવે છે કે ચાવડા વંશ એ પ્રમાણમાં ગૌણ મહત્વનો રાજવંશ હતો; જોકે એ જ વંશની રાજધાની પાટણ કાળાન્તરે પશ્ચિમ ભારતની સૌથી આબાદ નગરી બની હતી. “ચતુર્વિશતિ જિન સ્તુતિ” એ સુંદર અલંકારોથી ખચિત એવું, શ્રીપાલે રચેલું સ્તોત્ર છે.
શ્રીપાલની સૂકિતઓ ઉપર દર્શાવ્યું તેમ, ઘમકાવવર્સિન તરીકે શ્રીપાલનો ઉલ્લેખ મળે છે. પણ સંસ્કૃત સિવાયની ભાષામાં રચાયેલી તેની કોઈ કૃતિ હજી સુધી જાણવામાં આવી નથી. એક દરબારી કવિ તરીકે તે શીધ્ર કવિતા કરી શકતો હશે, અને અમુક પ્રસંગોએ પ્રાકૃત અને અપભ્રંશમાં પણ તેણે શીધ્ર કાવ્યો રચ્યાં હશે એમ ક૯પી શકાય. અનેક કવિઓની–જેમાંના કેટલાક તો અજ્ઞાતનામા છે– સંસ્કૃત ઉપરાંત પ્રાકત અને અપભ્રંશ શીધ્રસૂતિઓ પ્રબન્ધોમાં સચવાયેલી છે, એ હકીકતથી આ અનુમાનને અનુમોદન મળે છે. માલવવિય કરીને સિદ્ધરાજ પાટણ પાછો આવ્યો એ પ્રસંગે તેને આવકાર આપતા, શ્રીપાલના એ સંસ્કૃત શ્લોકો રાજશેખરસૂરિના “પ્રબશ્વકોશ માં ઉદ્દત થયેલા છે. ૩ શ્રીપાલનો એક સંસ્કૃત શ્લોક પ્રભાવક ચરિત માં પણ ટાંકેલો છે.૧૪
યશશ્ચન્દ્રકૃત સમકાલીન સંસ્કૃત નાટક “મુકિતકુમુદચન્દ્રપ્રકરણ”માં શ્રીપાલ એક અગત્યના પાત્ર તરીકે આવે છે. એમાં લેખકે શ્રીપાલના મુખમાં અનેક લોકો મૂક્યા છે. ૧૫ “દિત મુદચન્દ્રપ્રકરણ” એક એતિહાસિક નાટક હોઈ આ લોકો ખરેખર શ્રીપાલની રચના હશે કે કર્તા યશશ્ચન્દ્ર પોતે રચીને શ્રીપાલના મુખમાં મૂકયા હશે એ કહેવું મુશ્કેલ છે. અલબત્ત, આ લોકો પછી થોડાક પણ શ્રીપાલની રચના હોય એ સંભવ નકારી શકાય એવો નથી.
સંસ્કૃતના બે વિખ્યાત સુભાષિતસંગ્રહ–જલણની સૂક્તિમુક્તાવલિ' (ઈ. સ. ૧૨૪૭–૧૨૬૦ આસપાસ) અને શાધરની “શાધર પદ્ધતિ” (ઈ. સ. ૧૩૬ ૩ આસપાસ)-માં શ્રીપાલનાં સુભાષિતો લેવામાં આવ્યા છે, જે બતાવે છે કે એની કવિ તરીકેની કીર્તિ થોડા સમયમાં જ મહારાષ્ટ્ર અને સપાદલકત સુધી (કે જ્યાં અનુક્રમે આ બે સુભાષિત સંગ્રહોની સંકલના થઈ હતી) વિસ્તરી હતી. આ બંને સુભાષિતસંગ્રહોમાં લેવાયેલા શ્રીપાલના લોકો ઋતુવર્ણનને લગતા છે, અને તે ઉપરથી અનુમાન કરવાનું મન થાય છે કે કાલિદાસના “ઋતુસંહાર' જેવું ઋતુવર્ણનનું કોઈ કાવ્ય કદાચ તેણે રચ્યું હોય.
૧૩ પ્રબન્ધકોશ' (સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથ ૬), પૃ. ૯૩. શ્લોકો માટે જુઓ આ નિબંધનું પરિશિષ્ટ ૧૪ “પ્રભાવક ચરિત', પૃ. ૧૮૯-૯૦. શ્લોક માટે જુઓ પરિશિષ્ટ. ૧૫ આ લોકો માટે જુઓ “મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ’, અંક ૪, લોક ૧-૪, ૧૩-૧૫, ૧૬, ૧૮, ૧૯, અંક ૫,
શ્લોક ૧, ૨, ૯.
Page #6
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલને પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલઃ ૭૭
સુભાષિત સંગ્રહો અને પ્રબન્ધોમાં મળતી શ્રીપાલની સુક્તિઓ એકત્ર કરીને એક પરિશિષ્ટરૂપે અહીં सापीछे.
પરિશિષ્ટ સુભાષિત સંગ્રહો અને પ્રબોમાં ઉદ્ધત થયેલી શ્રીપાલની સૂક્તિઓ*
(सूतिभुतापनि माया) अपि तरुवनान्यूष्मायन्ते तपत्यपि यामिनी दहति सरसीवातोऽप्येष ज्वलन्ति जलान्यपि । इति समधिकं ग्रीष्मे भीष्मे न पुण्यवतां भयं मलयजरसैदिग्धं लब्ध्वा वधूस्तनमण्डलम् ।।
श्रीपालकविराजस्य। दिग्भस्त्रामुखमुच्यमानपवनप्रेङ्खोलनावर्तितज्वालाजाल जटालवैद्युतशिखिप्रद्योवमानात्मभिः । नीरन्ध्र रसगर्मितैरकलुषव्योमार्कचन्द्रान्मुहः कालोऽयं धमतीव तोयदमहामूषासहौर्दिवि ।।
श्रीपालकविराजस्य । नेयं चूतलता विराजति धनुर्लेखा स्थितेयं पुरो नासौ गुञ्जति भृङ्गपद्ध तिरियं मौर्वी टणत्कारिणी । नेते नूतनपल्लवाः स्मरभटस्यामी स्फुटं पत्रिणः शोणास्तत्क्षणभिन्नपान्थहृदयप्रस्यन्दिभिशोणितैः ।।
श्रीपालकविराजस्य । पच्यन्ते स्थलचारिणः क्षितिरजस्यंगारभूयंगते क्वथ्यन्ते जलजन्तवः प्रतिनदं तापोल्बणैर्वारिभिः । मय॑न्ते शि(खच)राः खरातपशिखापुझे तदेमिर्दिनैमांसा(स्पा)कः (?) क्रियते दिनेऽथ नियमाद्वैवस्वताय ध्रुवम् ॥
श्रीपालकविराजस्य । बधिरित चतुराशा प्रीति(त)हारीतनादैबेलबकुलपुष्पैरन्धपुष्पन्धयाऽसौ। निधुवन विधिमोहान्मूककोका वनश्रीः कथमिव पथिकानां नैव (वैकल्यहेतुः॥
श्रीपालकविराजस्य ।
મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણમાં શ્રીપાલના મુખમાં મુકાયેલા શ્લોકો અસંદિગ્ધપણે તેના ગણવાનું નિશ્ચિત પ્રમાણે ન હોઈ તે અહીં લીધા નથી, “સહસ્ટર્લિંગ સરોવરપ્રશસ્તિ માંથી “પ્રબન્ધચિન્તામણિમાં ટાંકેલા બે શ્લોકોનું અવતરણ આ લેખમાં અગાઉ અપાઈ ગયું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ 78: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી स्तोत्रं चैत्रगुणोदयस्य विरहिप्राणप्रयाणानकष्टंकारः स्मरकार्मुकस्य सुदृशां शृङ्गारदीक्षागुरुः / डोला केलिकलासुमङ्गलपदं बन्दी बनान्तश्रियां नादोऽयं कलकण्ठकण्ठकुहरप्रेखोलितः श्रूयते // श्रीपालकविराजस्य / ( ५२५६ति 'माथा) मन्दोऽयं मलयानिलः किसलयं चूतद्रमाणां नवं माद्यत्कोकिलकूजितं विचकिलामोदः पुराणं मधु / बाणानित्युपदीकरोति सुरभिः पञ्चैव पञ्चेषवे यूनामिन्द्रियपञ्चकस्य युगपत्संमोहसम्पादितः // श्रीपालकविराजस्य / ('प्रमोश'भांथा) हे विश्वत्रयसूत्रधार भगवन् कोऽयं प्रमादस्तव न्यस्यैकत्र निवेश यस्य परतस्तान्येव वस्तूनि यत् पाणिः पश्य स एष यः किल बलेर्वाक सैव पार्थस्य या . चारित्रं च तदत्र यद रघुपतेश्चौलुक्यचन्द्रे नृपे॥ मानं मुञ्च सरस्वति त्रिपथगे सौभाग्यभङ्गी त्यज रे कालिन्दि तवाफला कुटिलता रेवे रवस्त्यज्यताम् / श्रीसिद्धेशकृपाणपाटितरिपुस्कन्धोच्छलच्छोणितस्रोतोजातनदीनवीनवनितारक्तोऽम्बुधिर्वर्तते / / ('मान्यरित'माथी) इह निवसति मेरुः शेखरो भूधराणामिह विनिहितभाराः सागराः सप्त चान्ये / इदमहिपतिदम्भस्तम्भसंरम्भधीरे धरणितलमिहैव स्थानमस्मद्विधानाम् / /