Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika Author(s): Hemchandrasuri Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ ગયેલ સટીક શ્રીસિદ્ધપ્રાભૃત ગ્રન્થનું આ પૂર્વે મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે સંશોધન-સંપાદન કરેલ. તે વિ.સં. ૧૯૭૭ માં ભાવનગરની શ્રીઆત્માનંદજૈનસભા તરફથી પ્રકાશિત થયેલ. ત્યારબાદ વિ.સં. ૨૦૧૮ માં શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટે તેનું પુનઃપ્રકાશન કરેલ. અવચૂરિ સહિત શ્રીસિદ્ધપંચાશિકા ગ્રન્થનું આ પૂર્વે મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે સંશોધન-સંપાદન કરેલ. તે વિ.સં. ૧૯૬૯ માં ભાવનગરની શ્રીઆત્માનંદજૈનસભા તરફથી પ્રકાશિત થયેલ. આ બન્ને ગ્રન્થોના આ પુનઃપ્રકાશન પ્રસંગે પૂર્વેના સંશોધકો, સંપાદકો અને પ્રકાશકોનો અમે ધન્યવાદ આપવાપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર પરમગ્રાફિકસવાળા જીગરભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ સિદ્ધભગવંતોના સ્વરૂપને જાણે, તે સ્વરૂપ પામવા પુરુષાર્થ કરે અને તે સ્વરૂપને પામે એજ શુભેચ્છા. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (૧) તારાચંદ અંબાલાલ શાહ (૨) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (૩) પુંડરીક અંબાલાલ શાહ (૪) મુકેશ બંસીલાલ શાહ (૫) ઉપેન્દ્ર તારાચંદ શાહPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 244