Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
અવસૂરિસહિત શ્રીસિદ્ધપંચાશિકા.
કોઈક અજ્ઞાત પૂર્વાચાર્યએ અગ્રાયણીય નામના બીજા પૂર્વમાંથી ઉદ્ધાર કરીને શ્રીસિદ્ધપ્રાકૃતની રચના કરી છે. આ મૂળગ્રન્થની ૧૧૯ ગાથા છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક ટીકા છે. તે બારમી સદી પૂર્વે રચાયેલી છે. તે ૮૧૫ શ્લોક પ્રમાણ છે. આ ગ્રન્થમાં પહેલા ચાર નિક્ષેપાઓથી સિદ્ધોની વિચારણા કરી છે. પછી સિદ્ધ' પદની નિરુક્તિ કરીને તેનો અર્થ કર્યો છે. ત્યાર પછી છ અનુયોગદ્વારોથી સિદ્ધોની વિચારણા કરી છે. ત્યાર પછી આઠ દ્વારો વડે ૧૫ દ્વારોમાં અનંતરસિદ્ધોની વિચારણા કરી છે. ત્યાર પછી નવ દ્વારો વડે ૧૫ દ્વારોમાં પરંપરસિદ્ધોની વિચારણા કરી છે. આ ગ્રન્થની આ પુસ્તકમાં મુદ્રિત ટીકા સિવાયની પણ અજ્ઞાત પૂર્વાચાર્યે રચેલ બીજી એક પ્રાચીન ટીકા હતી જેનો ઉલ્લેખ પ્રસ્તુત ટીકામાં કર્યો છે. તે ટીકા હાલ અનુપલબ્ધ છે.
તપાગચ્છીય શ્રીજગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે શ્રીસિદ્ધપ્રાભૂતમાંથી ઉદ્ધાર કરીને શ્રીસિદ્ધપંચાશિકાની રચના કરી છે. તેઓ વિક્રમની ૧૩મી સદીમાં થયા હતા. આ મૂળગ્રન્થમાં ૫૦ ગાથાઓ છે. તેની ઉપર અજ્ઞાતકર્તાક અવસૂરિ છે. આ ગ્રન્થમાં સિદ્ધોના અનંતરસિદ્ધો અને પરંપરસિદ્ધો એમ બે ભેદ બતાવીને પહેલા આઠ દ્વારો વડે ૧૫ દ્વા૨ોમાં અનંતરસિદ્ધોની વિચારણા કરી છે અને પછી નવ દ્વારો વડે ૧૫ દ્વારોમાં પરંપરસિદ્ધોની વિચારણા કરી છે. શ્રીસિદ્ધપ્રાકૃતમાંથી ઉદ્ધાર કરીને શ્રીસિદ્ધપંચાશિકાની રચના કરાઈ હોવાથી શ્રીસિદ્ધપંચાશિકાના પદાર્થો લગભગ શ્રીસિદ્ધપ્રાકૃતના પદાર્થોની સમાન છે.
આ પુસ્તકમાં અમે પહેલા શ્રીસિદ્ધપ્રાકૃતના પદાર્થસંગ્રહનું સંકલન કર્યું છે. પછી સટીક શ્રીસિદ્ધપ્રાભૂતનું સંકલન કર્યું છે. ત્યાર પછી શ્રીસિદ્ધપંચાશિકાના પદાર્થસંગ્રહનું સંકલન કર્યું છે. ત્યારપછી અવસૂરિસહિત શ્રીસિદ્ધપંચાશિકાનું સંકલન કર્યું છે. આ પુસ્તકમાં