Book Title: Shyamacharya tatha Shandilacharya Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ શમણુભગવંત 131 સૂરિની ક૭૨૮ લેપ્રમાણ લઘુ ટીકા અને આચાર્યશ્રી મલયગિરિની 16,000 લોકપ્રમાણ વિસ્તૃત ટીકા છે. જેનદર્શનનું મહદ્ અંશે સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ એક જ આગમ છે તેમ કહીએ તે ચાલે. પન્નવણાના પ્રારંભિક મંગલાચરણનાં પદમાં શ્રી શ્યામાચાર્યને પૂર્વશ્રુતધારક જણાવ્યા છે. શ્રી શ્યામાચાર્ય દીર્ધાયુ હતા. મુનિજીવનના 76 વર્ષના કાળમાં 41 વર્ષ સુધી યુગપ્રધાન દે રહ્યા. તેમનું સંપૂર્ણ આયુષ્ય 96 વર્ષ, 1 માસ અને 1 દિવસનું હતું. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૩૭૬માં થયો. આર્ય શાંડિલ્યને ગૃહસ્થપયયને કાળ 22 વર્ષના હતા. તેઓ 48 વર્ષ સુધી સામાન્ય મુનિપર્યાયમાં રહ્યા. સંયમજીવનનાં કુલ 76 વર્ષના સમયગાળામાં 29 વર્ષ યુગપ્રધાનપદ શોભાવ્યું. આર્ય બ્રાંડિલ્ય 108 વર્ષની વય પૂર્ણ કરી વિરનિર્વાણ સં. ૪૧૪માં સ્વર્ગવાસ પામ્યા. આચાર્યશ્રી શ્યામાચર્ય અને આચાર્યશ્રી પંડિલ્ય એ બંને આચાર્યોએ જૈનશાસનમાં વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય એ અનેિય પદવીઓ અલંકૃત કરી આચાર્યની ભૂમિકામાં તે સમયે મહત્ત્વપૂર્ણ માન પ્રાપ્ત કર્યું હતું. શ્રમણગણની ધુરાને વહન કરનારા યુગધ ગણાચાર્યો શ્રી ઇદ્રદિવસૂરિજી મહારાજ, શ્રી આર્યદિન્નસૂરિજી મહારાજ અને શ્રી આર્ય સિહગિરિસૂરિજી મહારાજ પ્રભાવક આચાર્યોની પરંપરામાં આચાર્ય ઇન્દ્રદિસૂરિ, આચાર્ય આર્યદિન્નસૂરિ અને આર્ય-સિંહગિરિસૂરિ એ ત્રણેયનું એકસાથે વર્ણન કરવામાં આવેલ છે. આર્ય સુહસ્તિસૂરિની ગણાચાર્ય પરંપરામાં એ ત્રણેયને અનુક્રમે ઉલ્લેખ છે. કલ્પસૂત્ર સ્થવિરાવલિની લઘુ અને બૃહદ્ બંને વાચનામાં તેમનું વર્ણન છે. તેઓનાં જીવન વિશે ખાસ કઈ વિગતો ઉપલબ્ધ નથી. આચાર્ય શૂલિભદ્ર પછી આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ એ બંનેની શિષ્ય પરંપરા ભિન્ન ભિન્નરૂપે જોવા મળે છે. આર્ય મહાગિરિની શિષ્યપરંપરામાં આર્ય બલિસ્સહ, આર્ય સ્વાતિ વગેરેનો ઉલલેખ છે અને આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં ગણાચાર્ય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ પછી આચાર્ય ઇન્દ્ર દિન, આચાર્ય આર્યદિન અને આર્ય સિંહગિરિને ઉલ્લેખ છે. આચાર્ય સુસ્થિતસૂરિને મુખ્ય પાંચ શિષ્ય હતા, તેમાં આચાર્ય ઇન્દ્રદિનનું નામ સર્વ પ્રથમ છે. અને આચાર્ય આર્ય દિનને બે શિષ્ય હતા: 1. આર્ય શાન્નિશ્રેણિક અને આર્ય સિંહગિરિ. દશ પૂર્વધર ગગનગામિની વિદ્યાના ધારક આર્ય વાસ્વામીના ગુરુ આર્ય સિંહગિરિસૂરિ હતા. આચાર્ય ઇન્દ્રદિન્નસૂરિના ગુબંધુ આચાર્ય પ્રિયગ્રન્થસૂરિના જીવનની એક વિશેષ પ્રભાવક ઘટના આ પ્રમાણે મળે છે:–આચાર્ય પ્રિયગ્રન્થસૂરિ મંત્રવિદ્યાના વિશેષ જાણકાર હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4