Book Title: Shrutbhavan Sanshodhan Kendra Puna Parichay
Author(s): Shrutbhavan Puna
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 4
________________ Project પ્રકલ્પ વર્ધમાન જિનરત્ન કોશ દેશ-વિદેશમાં એક હજારથી વધુ ભંડારમાં ૧૫ લાખથી વધુ હસ્તપ્રતોનું વિશાલ સૂચિપત્ર. આ કાર્ય શ્રી મહાવીર જૈન આરાધના કેંદ્ર કોબાના સંયુક્ત તત્ત્વાવધાનમાં થઈ રહ્યું છે. શાસ્ત્ર સંશોધન પ્રકલ્પ આપણા અનેક પ્રાચીન શાસ્ત્ર પ્રકાશિત થયા નથી. પ્રકાશિત થયેલા અનેક શાસ્ત્રોનું પરિમાર્જના આવશ્યક છે. શ્રુતભવનમાં ૩૦,૦૦૦ થી વધુ શાસ્ત્રોનું પ્રાચીન હસ્તપ્રતોના આધારે શુદ્ધ અને અનેકવિધ સહાયક સામગ્રીથી સમૃદ્ધ સંપાદન તૈયાર થાય છે. TET આ કામ ત્રણ સ્તર સ્તર પર થાય છે. ૧. લિવ્યંતર - પ્રાચીન હસ્તપ્રત વાંચીને આજની લિપિમાં રૂપાંતર કરવું. ૨. પરીક્ષણ - લિવ્યંતર કરેલા ગ્રંથમાં રહેલી અશુદ્ધિઓને સુધારવી. ૩. પાઠનિર્ધારણ - એક જ ગ્રંથની જુદી જુદી હસ્તપ્રતોના આધારે શુદ્ધ પાઠ નક્કી કરવો. તેમજ ઉપયોગી સંદર્ભ સામગ્રીનો પરિશિષ્ટ રૂપે સમાવેશ કરવો. અભ્યાસ વર્ગ પ્રકલ્પા શાસ્ત્રોના શુદ્ધ સંપાદન માટે વિશિષ્ટ કુશળતા ધરાવતી બુદ્ધિશક્તિ જરૂરી છે. શ્રુતભવનને આ દિશામાં પહેલ કરી છે. અહીં સંસ્કૃત અથવા પ્રાકૃત સાથે M.A. થયેલા યુવાન વિદ્યાર્થીઓને સંપાદનની વિશેષ તાલિમ આપવામાં આવે છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત, જૈન તત્ત્વજ્ઞાન, લિપિવિજ્ઞાન, સંપાદનવિજ્ઞાન તેમ જ કયૂટરની વિશેષ તાલિમ અપાય છે. પ્રાથમિક કોર્સ દોઢ તો છે. ઉચ્ચ કક્ષાના વિદ્વાન માટે કામની દસ વરસનો અભ્યાસક્રમ શિક્ષા + અનુભવ જરૂરી છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8