Book Title: Shodashaka Prakaranam Author(s): Haribhadrasuri, Publisher: Ranjanvijay Jain Pustakalay View full book textPage 8
________________ પ્રવૃત્તિ ઉપર જરૂર અંકુશ રાખી શકાશે. અને તે પ્રવૃત્તિમાં ઉપયોગી ખરેખર સુધારો પણ કરી શકાશે. અને સાથે એમ પણ જણાય છે કે આ ગ્રંથ આચરણને પ્રાધાન્યતા આપી ગૂંથેલો છે. અને તેથી જ આ પ્રકરણમાં દેશવિરતિને પ્રતિપાદન કરેલ નથી.” (સિધ્ધચક્ર તા. ૯-૧૦-૩૮) ષોડશક પ્રકરણ ઉપર પ્રાયઃ વિક્રમના બારમાં સૈકામાં થયેલા આચાર્ય શ્રી યશોભદ્રસૂરીશ્વરજીએ પંદરસો શ્લોક પ્રમાણની અને સત્તરમાં સૈકામાં થયેલા ઉપાધ્યાય યશોવિજયજી ગણીની ટીકા વિવિધ સ્થળેથી પ્રસિધ્ધ થઇ છે. આ ઉપરાંત ઉપાધ્યાય ધર્મસાગરજીની અને એક અજ્ઞાતકર્તૃકટીકા રચાઇ હોવાના “નિર્દેશ મળે છે. પ્રસ્તુત સંસ્કરણ ઉપા. યશોવિજયજી મ.ની યોગ દીપિકા ટીકા સાથે પ્રગટ થઇ રહ્યું છે. ઉપાધ્યાયજીએ ષોડશક પ્ર. ઉપરાંત આ. હરિભદ્રસૂરિજીના શાસ્રવાર્તા સમુચ્ચય અને યોગવીંશીકા ઉપર પણ ટીકાઓ રચી છે. આ. હરિભદ્રસૂરિજીના ગ્રંથોને સૌથી વધુમાં વધુ આત્મસાત્ કરવાવાળા, એમના પદાર્થોને વધુ સ્પષ્ટ કરનારા અને પોતાના ગ્રંથોમાં એ પદાર્થોને વિશદ રીતે કે સંક્ષિપ્ત રીતે ગોઠવનારા ઉપાધ્યાય યશોવિજયજી જ છે. અને એટલે એમને લઘુરિભદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધ્ધધ્વર્ય પં. અભયશેખર વિજયજી ના શબ્દોમાં “યાકિની મહત્તરાસુનુ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ઉપલબ્ધ આગમાદિમાં જોવા ન મળતાં જે પદાર્થોનું અન્ય દર્શનના શાસ્ત્રમાંથી જૈનશાસ્ત્રોમાં સમવતાર રૂપે પ્રરૂપણ કર્યું છે. તે પદાર્થોનો (જેમકે શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાન, પદાર્થ, વાકયાર્થ મહાવાક્યાર્થ, ઐદંપર્યાર્થ વગેરે...) તેઓના તે તે ગ્રંથના વૃત્તિકારોએ તેઓના જ ગ્રંથોની વૃત્તિમાં ઉપયોગ કર્યો દેખાય છે. પણ તેઓએ કે અન્ય કોઇ ગ્રંથકારે એ પદાર્થોનું સ્વકીયગ્રંથોમાં પ્રરૂપણ કરેલું હોય કે સાક્ષી વગેરે તરીકે ઉલ્લેખ કરેલો હોય એવું પ્રાયઃ જોવા મળ્યું નથી. સિવાય કે ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો. એટલે એમ કહી શકાય કે ઉપાધ્યાયજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિ મ.ના એ પદાર્થોનું વધુ સમર્થન અને વધુ પ્રચાર પ્રસાર કર્યા છે. (દ્વાત્રિંશક દ્વાત્રિંશિકાની પ્રસ્તાવનામાંથી.) ૧. આ. હરિભદ્રસૂરિ લે. હીરાલાલ કાપડિયા તેમજ ષોડશક પ્રવચન વ્યાખ્યાન સંગ્રહ” ભાગ-૧ પ્રવચનકાર આ.શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના વ્યાખ્યાન સંગ્રહની હીરાલાલ કાપડિયાની પ્રસ્તાવના. શ્રીષોડશક પ્રકરણમ્ Jain Education International For Private & Personal Use Only 7 www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 226