Book Title: Shilchandra Vijayji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવતો-૨ 653 છતાં વિદ્વદ્રમાં પ્રશંસનીય બની રહી ! પૂજ્યશ્રીનું સાહિત્યક્ષેત્રે સંશોધન, સંપાદન, સર્જન વિપુલ ન હોવા છતાં નેધપાત્ર રહ્યું છે. કેઈપણ વિષય પર તેમની અભિવ્યક્તિ અસક્કારક અને મર્મસ્પશી હેય છે. એ જ રીતે, પ્રવર્તમાન પ્રશ્નો સમસ્યાઓને વિચારવાની, સમજવાની, મૂલવવાની અને સુલઝાવવાની તેમની દષ્ટિ વ્યાપક, વેધક અને સચેટ હોય છે. પૂજ્યશ્રી લેખ લખવા દ્વારા જૈન સમાજને અનેકવિધ રીતે. સમયે સમયે, ઉજાગર બનાવવા માર્ગદર્શનરૂપ અને પ્રેરણારૂપ બનતા રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ચિરસ્થાયી અને ચિરસ્મરણીય કાર્યો પણ થયાં છે. શ્રીસંઘના યુગક્ષેમ માટે તેઓશ્રી સદા જાગૃત અને પ્રવૃત્ત રહેવા સાથે સૌને જાગૃત રાખતા રહે છે. એવા શાસનપ્રભાવક તેજસ્વી રત્નને કેટિશ: વંદના ! શ્રી રાતા મહાવીરજી તીર્થમાં શ્રી સમવસરણ જિનપ્રાસાદના પ્રેરક પૂ. પંન્યાસશ્રી અણુવિજયજી મહારાજ બીજા પુર (રાજસ્થાન)ના વતની અને મુંબઈમાં ઝવેરી ચંદુલાલ ખુશાલચંદ નામની ખૂબ પ્રતિષ્ઠિત પેઢી (ફર્મ) ધરાવતા શ્રી ગુલાબચંદ ઝવેરચંદજીના સુપુત્ર અરુણકુમાર તે જ આજના તેજસ્વી વ્યાખ્યાનકાર, સમર્થ વિદ્વાન, પરમ શાસનપ્રભાવક તથા શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર અને શ્રી મહાવીર સાધર્મિક કલ્યાણ કેન્દ્રના પ્રેરક તેમ જ શ્રી હથ્થુડી રાતા મહાવીરજી તીર્થ (જિ. ફાલના, રાજસ્થાન)માં વિશાળ પાયે નિર્માણ થઈ રહેલ શ્રી સમેવસરણ જિનપ્રાસાદના પ્રણેતા પૂજ્ય પંન્યાસજી શ્રી અરુણવિજયજી મહારાજ. સં. ૨૦૨૪ના જેઠ વદ ૬ને દિવસે મુંબઈ-ગેરેગાંવમાં દીક્ષા અંગીકાર કરી અને પૂ. આ. શ્રી વિજયસુબેધસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી અરુણવિજયજી નામે ઘેષિત થઈ સ્વ-પ૨ કલ્યાણના માગે ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા જ રહ્યા. પૂજ્યશ્રીએ નાની વયે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પૂર્વે તેમનું બાલ્યજીવન ધર્મમય વાતાવરણમાં પાંગર્યું હતું. વડીલેએ મુંબઈ વસવાટ કરી ઝવેરાતના વ્યવસાયમાં ખૂબ નામના મેળવી હતી, પણ એથી ય અધિક નામના તેઓએ ધર્મકાર્યોમાં મેળવી હતી. આવા ધર્મમય વાતાવરણમાં અરુણકુમારનું બાળપણ સહજપણે જ ધર્મના સંસ્કારથી સિંચાતું સિંચાતું વૈરાગ્યના રંગે રંગાયું અને પૂર્વના પુણ્યોદયે એમની એ વૈરાગ્યભાવના ત્યાગમાર્ગના સ્વીકાર સાથે સાકાર બની. દીક્ષા ગ્રહણ કરવા સાથે તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપ-જપ અને સંયમની સાધનામાં એકાકાર બની ગયા. તીવ્ર જ્ઞાનરુચિ અને તેજ બુદ્ધિ તથા સતત અભ્યાસ મગ્નતાને કારણે ચેડાં જ વર્ષોમાં ઊંડું અને વિશાળ ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની યોગ્યતા જાણી ક્રમે ક્રમે તેઓશ્રીને ગણિપદ અને પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય પન્યાસજીએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, તક, યોગ, દર્શન, કાવ્ય, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2