Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપર
શાસ્ત્ર-સાહિત્યમાં નિપુણ અને શાસનકાર્યોમાં અગ્રેસર પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ
શાસનપ્રભાવક
પદવી અને ઉમરમાં નાના હૈાવા છતાં વર્તમાન તપાગચ્છ શ્રીસંઘમાં-પૂજય આચાય ભગવંતાદ્વિ વિદ્વદ્ શ્રમણભગવ તેમાં તેમ જ જૈનસમાજના વિદ્વાઁ તથા શ્રેષ્ઠીવયે માં ગૌરવભયુ" સ્થાન શાભાવી રહ્યા છે, એવા પૂ. પંન્યાસશ્રી શીલચ’દ્રવિજયજી મહારાજના જન્મ એ'ગલેર શહેરમાં ઘેઘારી પરિવારમાં થયા હતા. આલવયમાં જ ધર્મના ઊંડા સસ્કારીથી અને પૂછ્યું સાધુમહારાજાઓના સમાગમથી વૈરાગ્યની ભાવના જાગી. અને તેમની એ ભાવના ખારેક વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરતાં સાકાર બની હતી, પૂ. આ શ્રી વિજયસૂર્યīઢયસૂરિજી મહારાજના શિષ્ય અની, મુનિશ્રી શીલચંદ્રવિજયજી નામ પામી, તેએ દીક્ષાના પ્રારંભથી જ સયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનેપાસનામાં એકાગ્ર બની ગયા, વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણા વડે તથા તેજસ્વી પ્રજ્ઞાખળે તેમ જ પૂજ્ય ગુરુદેવેની અમેદ્ય કૃપાદૃષ્ટિથી તેમણે જ્ઞાનેાપાસનામાં ઉત્તરાત્તર આગળ ને આગળ વધતા રહી શાસ્ત્રાદિ વિવિધ વિષયાનુ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની આ ચાગ્યતા પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪૨ માં કપડવંજ મધ્યે ગણપદ અને સ. ૨૦૪૪માં અમદાવાદ શહેર મધ્યે પન્યાસપદથી વિભૂષિત કર્યો.
પૂ. પન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજની જ્ઞાનપ્રાપ્તિના ઇતિહાસ, ખરેખર, અદ્ભુત છે. તેમના સયમજીવનનું ઘડતર પૂજ્ય ગુરુદેવશ્રી વિજયસૂર્યાંયસૂરીશ્વરજી મહારાજે કર્યું, જ્યારે તેમના જ્ઞાનસ'પાદનના ભણતર-ગણતર-ચણતરમાં પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના ફાળા મુખ્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયેનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શકચા છે. અમદાવાદની સ્થિરતા દરમિયાન તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી એચરદાસભાઈ પાસે પણ ઊંડા અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સોંપાદન કર્યું. એટલું જ નહિ, એ સૌનાં હૃદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું. પરમ પ્રભાવી અને સમથ શાસ્ત્રવેત્તા પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, “ શીલચંદ્રવિજયની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્ય કુશળતા, પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયના ઉમળકો, ઉલ્લાસ ને ઉત્સાહ, આ પુણ્યકા ( પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાનુ` કા` ) માટે મને ખૂબ દેખાયે. તેથી મે તેને આ મંગલ કાર્યં કરવાનું સોંપ્યું. તેમણે આ મહાન કાર્યો પૂર્ણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂર કરી, સાકાર કરી. ’ આ વિધાનથી જાણી શકાય છે કે પૂ. ૫. શ્રી શીલચ'દ્રવિજયજી મહારાજ નાની ઉમરમાં જ જવાબદારીભર્યા કાર્યને વહેન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની જીવનકથા આલેખતાં એ ગ્રંથતુ ં પ્રકાશન આજથી ૨૦ વર્ષ પહેલાં, ઈ. સ. ૧૯૭૨માં થયું. પૂજ્યશ્રીની આકૃતિ સાહિત્યસર્જનક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હાવા
<<
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવતો-૨ 653 છતાં વિદ્વદ્રમાં પ્રશંસનીય બની રહી ! પૂજ્યશ્રીનું સાહિત્યક્ષેત્રે સંશોધન, સંપાદન, સર્જન વિપુલ ન હોવા છતાં નેધપાત્ર રહ્યું છે. કેઈપણ વિષય પર તેમની અભિવ્યક્તિ અસક્કારક અને મર્મસ્પશી હેય છે. એ જ રીતે, પ્રવર્તમાન પ્રશ્નો સમસ્યાઓને વિચારવાની, સમજવાની, મૂલવવાની અને સુલઝાવવાની તેમની દષ્ટિ વ્યાપક, વેધક અને સચેટ હોય છે. પૂજ્યશ્રી લેખ લખવા દ્વારા જૈન સમાજને અનેકવિધ રીતે. સમયે સમયે, ઉજાગર બનાવવા માર્ગદર્શનરૂપ અને પ્રેરણારૂપ બનતા રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ચિરસ્થાયી અને ચિરસ્મરણીય કાર્યો પણ થયાં છે. શ્રીસંઘના યુગક્ષેમ માટે તેઓશ્રી સદા જાગૃત અને પ્રવૃત્ત રહેવા સાથે સૌને જાગૃત રાખતા રહે છે. એવા શાસનપ્રભાવક તેજસ્વી રત્નને કેટિશ: વંદના ! શ્રી રાતા મહાવીરજી તીર્થમાં શ્રી સમવસરણ જિનપ્રાસાદના પ્રેરક પૂ. પંન્યાસશ્રી અણુવિજયજી મહારાજ બીજા પુર (રાજસ્થાન)ના વતની અને મુંબઈમાં ઝવેરી ચંદુલાલ ખુશાલચંદ નામની ખૂબ પ્રતિષ્ઠિત પેઢી (ફર્મ) ધરાવતા શ્રી ગુલાબચંદ ઝવેરચંદજીના સુપુત્ર અરુણકુમાર તે જ આજના તેજસ્વી વ્યાખ્યાનકાર, સમર્થ વિદ્વાન, પરમ શાસનપ્રભાવક તથા શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર અને શ્રી મહાવીર સાધર્મિક કલ્યાણ કેન્દ્રના પ્રેરક તેમ જ શ્રી હથ્થુડી રાતા મહાવીરજી તીર્થ (જિ. ફાલના, રાજસ્થાન)માં વિશાળ પાયે નિર્માણ થઈ રહેલ શ્રી સમેવસરણ જિનપ્રાસાદના પ્રણેતા પૂજ્ય પંન્યાસજી શ્રી અરુણવિજયજી મહારાજ. સં. ૨૦૨૪ના જેઠ વદ ૬ને દિવસે મુંબઈ-ગેરેગાંવમાં દીક્ષા અંગીકાર કરી અને પૂ. આ. શ્રી વિજયસુબેધસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી અરુણવિજયજી નામે ઘેષિત થઈ સ્વ-પ૨ કલ્યાણના માગે ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા જ રહ્યા. પૂજ્યશ્રીએ નાની વયે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પૂર્વે તેમનું બાલ્યજીવન ધર્મમય વાતાવરણમાં પાંગર્યું હતું. વડીલેએ મુંબઈ વસવાટ કરી ઝવેરાતના વ્યવસાયમાં ખૂબ નામના મેળવી હતી, પણ એથી ય અધિક નામના તેઓએ ધર્મકાર્યોમાં મેળવી હતી. આવા ધર્મમય વાતાવરણમાં અરુણકુમારનું બાળપણ સહજપણે જ ધર્મના સંસ્કારથી સિંચાતું સિંચાતું વૈરાગ્યના રંગે રંગાયું અને પૂર્વના પુણ્યોદયે એમની એ વૈરાગ્યભાવના ત્યાગમાર્ગના સ્વીકાર સાથે સાકાર બની. દીક્ષા ગ્રહણ કરવા સાથે તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપ-જપ અને સંયમની સાધનામાં એકાકાર બની ગયા. તીવ્ર જ્ઞાનરુચિ અને તેજ બુદ્ધિ તથા સતત અભ્યાસ મગ્નતાને કારણે ચેડાં જ વર્ષોમાં ઊંડું અને વિશાળ ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની યોગ્યતા જાણી ક્રમે ક્રમે તેઓશ્રીને ગણિપદ અને પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય પન્યાસજીએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, તક, યોગ, દર્શન, કાવ્ય, 2010_04