Book Title: Shilankasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવત 217 ટીકા-રચનાના સમય પૂર્વે વિચ્છેદ થયું હોઈ અનુપલબ્ધ હતું. એ વાત શ્રી શીલાંકાચા એક કમાં લખી છે. પ્રથમ શ્રુતસ્કંધની ટીકાને અંતે ટીકાકારનું ગ્રંથસંશોધન માટે નમ્ર નિવેદન છે અને ટીકાસમાપ્તિની સૂચના પણ છે. ટીકા ચનાને કાળ શાકે 898 (વિ. સં. 933) બતાવ્યો છે. સૂત્રકૃતાં. ટકા : આ દાર્શનિક વિષયની મહત્વપૂર્ણ કૃતિ છે. ટીકારચનાનો આધાર મૂળ આગમ અને તેની નિયુક્તિ છે. આ ટીકા ૧૩૩રપ ગ્રંથપ્રમાણ છે. આમાં દાર્શનિક દષ્ટિઓનું વિસ્તૃત વિવેચન છે. વિપક્ષની જેમ પરપક્ષની માન્યતાઓનું યુક્તિપૂર્વકનું પ્રામાણિક વિવેચન ટીકાકારના વિશાળ કાનનું સૂચક છે. ટીકાની રચનાનું પુણ્ય ભવ્ય જનના કલ્યાણનું નિમિત્ત બને એ ટીકાકારને સંકેત છે. આ ટીકાની રચના મહેસાણામેશ વચ્ચેના ગાંભૂ ગામે થયાને ઉલ્લેખ મળે છે. આ ટીકાની રચના પ્રાયઃ વિ. સં. 907 માં થઈ છે. આ બંને ઉપલબ્ધ ટીકાઓમાં તેમને શ્રી વાહરિ ગણિ સહાયક બન્યા છે. આચાર્યશ્રી શીલાંસૂરિની ગ્રંથરચના પ્રમાણે તેઓ વિકમની નવમી અને દશમી શતાબ્દી વચ્ચે થયા હોવાનું મનાય છે. લબ્ધિસંપન્ન મહાન તપસ્વી, પરમ પ્રભાવ, કૃષ્ણર્ષિગણ પ્રવર્તક શ્રી કૃષ્ણકૃષિ (કૃષ્ણષિ) મહારાજ તેઓ કૃષ્ણ નામના વિપ્રદેવ હતા. તેમને મિત્રના મૃત્યુને ઊંડે આઘાત લાગવાથી, તે તીવ્ર વૈરાગ્યભાવમાં પરિણમ્યું હતું. તેઓએ હારિલવંશના પ્રવર્તક યુગપ્રધાન આચાર્ય હાફિલસૂરિ (હરિગુપ્તસૂરિ)ના શિષ્ય શ્રી દેવગુપ્તસૂરિના શિષ્ય શ્રી શિવચંદ્રમણિના શિષ્ય શ્રી યક્ષદત્તગણિ ક્ષમાશ્રમના શિષ્ય શ્રી વટેશ્વર ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી તત્વાચાર્યના શિષ્ય શ્રી યક્ષમહત્તર પાસે દિક્ષા લઈ કૃષ્ણષિ નામે વીતરાગમાર્ગ ગ્રહણ કર્યો હતે. મુનિશ્રી કૃષ્ણર્ષિ અનન્ય જિનભક્તિ, તીર્થભક્તિ અને તપ-સંયમની અપૂર્વ સાધનાથી અનેક રાજા-મહારાજાઓ અને જનગણમાં પરમ પ્રભાવક બન્યા હતા. અને વીરનિર્વાણ સં. ૧૦૫૫થી પ્રવર્તતે હારિલવંશ, જે સં. 1310 પછી શ્રી કૃષ્ણષિના મહાન પ્રભાવે “કૃષ્ણશિંગચ્છ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું હતું. શ્રી કૃષ્ણષિ કઠોર સંયમી અને ઘેર તપસ્વી હતા. તેઓ સ્મશાનમાં અનેક પ્રકારના ઉપસર્ગોની વચ્ચે ધ્યાન–સાધનામાં મેરુની જેમ અડગ રહેતા. તેમણે મા ખમણ, દ્વિમાસબમણ ત્રિમાસખમણ, અને ચોમાસીખમણ પણ કર્યા હતાં. કેઈ વર્ષ 34 થી વધુ પારણું કર્યા ન હતાં. આવી ઉત્કૃષ્ટ તપસ્યાના પ્રભાવે તેઓ એવા તપમૂતિ બની ગયા હતા કે, તેમનું ભાવપૂર્વક મરણ કરવાથી મનુષ્યના રોગ, શોક, દુઃખ-દર્દ, ઉપસર્ગ, ગ્રહપીડા, ભૂાવેશ, શત્રુ, ચેર, મદાંધ રાજ તથા કુસ્વપ્નનું અનિષ્ટ વગેરે શાંત | ક્ષય થઈ જતાં હતાં. તેમનાં ચરણોદકથી સર્ષ , 28 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2