Book Title: Sheth Hukamchandji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 4
________________ શેઠ શ્રી હેમચંદજી ૯િ૩ જીવનમાં લગભગ ૫૦ વર્ષો સુધી નિયમિત રીતે શાસ્ત્ર-ચર્ચા, સ્વાધ્યાય, સદાચારપાલન, અધ્યાત્મવૃત્તિ, તેમજ ત્યાગીઓ-વિદ્વાનોના સત્સમાગમ દ્વારા પોતાના આત્માને સુસંસ્કૃત બનાવવામાં તથા પારલૌકિક સુખના હેતુને પાર પાડવામાં મગ્ન રહ્યા હતા 'સમ્રાટ જેવી સંપત્તિ અને ઇન્દ્ર જેવા ભોગવિલાસોને ગૌણ કરીને આ પ્રમાણે સાધનામય જીવનનો સ્વીકાર કરવો સહેલો નથી. પરમ પૂજ્ય આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ જ્યારે સંઘ સહિત ઈન્દોર પધાર્યા ત્યારે તેમના પર પણ શેઠજીના અદ્વિતીય વ્યક્તિત્વનો ભારે પ્રભાવ પડ્યો. જ્યારે પણ આચાર્યશ્રી અને મુનિધર્મ પર કોઈ પણ ઉપસર્ગ કે સંકટ આવતું ત્યારે તેઓ હાજર રહી તેનું નિવારણ કરના. એક વાર બીમાર હોવા છતાં તેમણે આચાર્યશ્રીના દર્શને જવાનો પોતાનો વિચાર અમલમાં મૂક્યો હતો. તેઓને પોતાના કરતાં આચાર્યશ્રીના સ્વાથ્યની વિશેષ ચિંતા રહેતી હતી, જે તેમની રૂડી ગુરુભક્તિ સૂચવે છે. સૌરાષ્ટ્રમાં દિગમ્બર જૈન યાત્રાધામ, સોનગઢની તેમણે ત્રણ વાર યાત્રા કરી હતી. પૂ. શ્રી કાનજી સ્વામી પ્રત્યે તેમને ઉત્કંઠા અને વાત્સલ્ય ભાવ હતો. ત્યાં સ્વાધ્યાય હૉલ તથા જૈન મંદિર બનાવવા માટે તેમણે લગભગ એક લાખ રૂપિયાનું દાન કર્યું હતું. એક વાર જૈનોના પવિત્ર યાત્રાધામ સમેતશિખરજી પર એક સંકટ ઉપસ્થિત થયું હતું. ત્યાં અંગ્રેજોએ વસવાટ કરવાનું નક્કી કર્યું હતું. આથી જૈન સમાજમાં હલચલ મચી ગઈ હતી. ઇન્દોરથી શેઠસાહેબે પણ અન્ય અગ્રણી વ્યક્તિઓ સાથે ખુલ્લે પગે ત્યાંની યાત્રા કરી તેમજ અંગ્રેજ સરકારને કહ્યું કે જે જૈન સમાજનો વિરોધ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તેમનો વિરોધાગ્નિ સળગી ઊઠશે. આ વાત ધ્યાનમાં લઈને અંગ્રેજોએ પોતાના વિચારો સ્થગિત કર્યા. ત્યાર પછી જૈન સમાજે નિશ્ચય કર્યો કે આ પહાડ આપણે ખરીદી લઈએ તો ભવિષ્યમાં ફરી આવો પ્રશ્ન ઊભો ન થાય તે માટે તેઓએ રૂ. પ૦૦૦ આપ્યા અને ઇન્દોરમાંથી રૂ. ૨૫,૦૦૦/નું ફંડ એકઠું કરી આપ્યું. જન ધર્મ અને સમાજની સેવા કરવી તે તેમના જીવનનું મહાન કાર્ય હતું. તેને તેમણે મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી દીધું હતું : (૧) તીર્થોની સેવા. (૨) મુનિધર્મ કે તીથો પર આવેલા સંકટનું નિવારણ કરવું. (૩) અંદર અંદરના વિવાદો સમાધાન દ્વારા દૂર કરવા. (૪) સંસ્થાઓની સ્થાપના અને સહાયતા. દિગંબર જૈન સમાજની પ્રગતિ અને વિકાસનો ઈ. સ. ૧૯૦૦થી ૧૯૫૦ સુધીનો ઇતિહાસ તેમના જીવન સાથે ઠીક ઠીક રીતે સંકળાયેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5