Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 4
________________ સં પા દ કિ ય શાસન સમ્રાટ જગદ્ગુરુ તપાગચ્છાધિપતિ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ વિજ્યનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરના પ્રાકૃત સાહિત્ય વિશારદ શ્રીમદ્ વિજ્યસૂરસૂરીશ્વરજીના પટ્ટાલંકાર કવિ શિરોમણી સમર્થ વ્યાખ્યાનકાર આચાર્ય મહારાજશ્રીમદ્ વિજય યશોભદ્રસૂરીશ્વરજીના વરદ હસ્તે મહારાષ્ટ્ર પુના નગરમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી પ્રિયંકરવિજયજી ગણિવર્ય તથા ઉપાધ્યાયજી મહારાજ શ્રી શુભંકરવિજ્યજી ગણિને સંવત 2024 ના પોષ વદિ 6 રવિવારે શુભમુહુતે આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું હતું. તથા પંન્યાસ શ્રી મહિમા પ્રભવિજ્યજીને ઉપાધ્યાયપદ અર્પણ થયું હતું. ઉપરોક્ત પ્રસંગે આશરે સાત હજારની માનવ મેદની વચ્ચે ઘણા ઉલ્લાસપૂર્વક અને તે નિમિતે 31 છોડનું ઉજમણું બૃહદ શાન્તિસ્નાત્ર રૂષિમંડળપૂજન અને માણીભદ્રની પ્રતિષ્ઠા વિગેરે અનેક પ્રસંગોએ આવેલ જૈન સંઘનું સ્વામિવાત્સ વિગેરે બહુજ સન્માનપૂર્વક થયેલ અને આ બધે આભાર પરમપૂજ્ય તપગચ્છાધિપતિ આચાર્ય મહારાજશ્રી વિજ્યઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના પટટધર આચાર્ય શ્રીમદ વિજયનંદનસૂરીશ્વરજીના આપેલ મુહુર્તે ચમત્કાર ના સર હોય? તે સમયે ભાવિક ભક્ત તરફથી જાણે કંબલરત્નની વૃષ્ટિ થવા લાગી. અને તે સાથે પારલા જૈન સંઘ ઇસ્ટ ને વેસ્ટમાંથી ખાસ બસ કરીને આચાર્યપદ તથા ઉપાધ્યાયપદારોપણ પર આવી ચાતુર્માસની કૃતાથતા બતાવી અને પુના સંઘે સકલ આચાર્ય મહારાજને પરિવારસહિત ચાતુર્માસની વિનંતી કરી અને ચાતુર્માસ પૂજ્ય આચાર્યદેવનું મંગળમય થયું અનેકજન ઉપયોગી કાર્યો થયા. તથા પૂજ્ય નૂતન આચાર્ય મહારાજશ્રી વિજ્ય પ્રિયંકરસૂરીશ્વરજી વિહાર કરી ચોક થઈ કરજતસંઘની અત્યંત આગ્રહભરી વિનંતીને માન આપી ગૌત્ર માસની એની ઉપર કરજત જીલ્લા કોલાબા પધાર્યા અને સશે વાજતે ગાજતે ધામધૂમથી પ્રવેશ કરાવી રૌત્ર સુદી 1 ને શુક્રવારે બૃહત સિદ્ધચક્ર પૂજન સ્વામિવાત્સલ્ય સહિત થયું. તથા 16 પૂજાએ તથા આયંબિલની ઓળી વિગેરે મહેસવ થયો. અને ચોમાસાની અત્યંત આગ્રહભરી વિનંતીથી ચોમાસું પૂજ્ય આચાર્યશ્રીનું શરૂ થયું અને આ સમયમાં પુસ્તકનું કામકાજ સ્થગિત રહેવાથી બૃહદ મુંબઈ આવી સં ૨૦૨૫માં પૂર્ણ કરવામાં આવ્યું છે બાકીનું કામ શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી પૂર્ણ થાય એ જ ભાવના સાથે વિરમું છું. લી. ભાવુક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 452