Book Title: Shant Sudharas Part 01 Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 7
________________ PH.D. ની ડિગ્રી પણ મેળવી. ‘શાંતસુધારસ'ને આમ વિધવિધ રૂપે પ્રસારવામાં મને જે ભીતરી તૃપ્તિ.. ભીતરી આનંદનો અહેસાસ મળ્યો છે. એ લાગે છે...ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજ પ્રત્યે કોઈ જન્મજન્માંતરનો ઋણાનુબંધ હશે ! ૧૬ ભાવનાઓ ઉપર કુલ ૭ર પ્રવચનો લખાવાની ધારણા છે. એમાંથી ૨૪ પ્રવચનોના સંકલનરૂપે પહેલો ભાગ પ્રગટ થઈ રહ્યો છે. બાકી પ્રવચનો જેમ જેમ લખાશે તેમ તેમ પ્રગટ થશે. આમ તો આ પ્રવચનો મેં હિન્દીમાં લખ્યા છે. આનું રસમય ગુજરાતી શ્રી પ્રફ્લાદભાઈ પટેલે કર્યું છે. પ્રલાદભાઈ પોતે જૈન તત્ત્વજ્ઞાનના સારા અધ્યેતા છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ગ્રંથ વૈરાગ્યકલ્પલતા” ઉપર એમણે ગુજરાત વિશ્વવિદ્યાલયથી શોધપ્રબંધ લખીને PH.D.ની ડિગ્રી મેળવી છે. મારા ઘણાં પુસ્તકોના અનુવાદો એમણે કર્યા છે. મારી લેખન - સર્જનયાત્રા હવે પહેલા જેવી અસ્મલિત રહી નથી. શરીરનું નબળું પડતું તથા કથળતું સ્વાથ્ય હવે સાતત્યભર્યો સાથ આપવાની આનાકાની કરે છે, ત્યારે જ્હોન આદમ્સ' નામના વિદેશી સર્જકની પોતાની જાત વિષેની નુત્તેચીની યાદ આવે છે. [એક મિત્રે તબિયતના હાલ પૂક્યા એના પ્રત્યુત્તરમાં જણાવતાં જહોન આદમ્સ કહે છે.] પવનના સતત મારાથી ઘસાઈ ગયેલા અને તોફાનોથી ભાંગી ગયેલા એક નબળા જર્જરિત, ખખડી ગયેલા મકાનમાં અત્યારે હું રહું છું અને મને ખ્યાલ છે કે મકાનમાલિકને હવે આ ઘર રિપેર કરવામાં બહુ રસ નથી...' આમ છતાંયે જ્યાં-જ્યારે-જેટલું શરીર સાથ આપે તો મારે મારી સર્જનયાત્રા ચાલુજ રાખવી છે...સર્જનની યાત્રામાં જ વિસર્જન એ તો પ્રભુ મહાવીરના નિવણને સહજ સ્મરાવી દે એવું આલંબન છે! યાત્રા તો અનવરત ચાલે છે. રસ્તો બદલાય... ક્યારેક મુકામ બદલાય વિશ્રામસ્થાન બદલાય..પણ મંજિલ તો એ જ રહે છે. મારી આ સર્જનયાત્રા તમારી અંતરયાત્રામાં ભાથું પૂરું પાડે... આ ભાવનાઓનું સર્જન... અહંભાવનું વિસર્જન કરે... આત્મભાવનું નવસર્જન કરે.. એ જ પરમાત્માના ચરણોમાં અભ્યર્થના. 65-B શ્યામલ રૉ હાઉસ-૩ અમદાવાદ ૩-૮-૯૬Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 286