Book Title: Shalibhadra
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ શાલિભદ્ર ૨૦. શાલિભદ્ર એક ગરીબ સી તેના દીકરા સાથે એક ગામમાં રહેતી હતી. એક વાર કોઈ મોટા ઉત્સવ નિમિત્તે પેલા ગરીબ છ કરા સહિત ગામના બધા જ છોકરા સાથે રમતા હતા. રમી રહ્યા પછી ગરીબ છોકરા સિવાય બધા જ છોકરાઓ ઘેરથી લાવેલી ખીર ખાવા બેઠા. ગરીબ છોકરા પાસે ખાવા માટે ખીર ન હતી. તેને બહુ જ ખરાબ લાગ્યું અને તે તેની મા પાસે દોડી ગયો. માને કહેવા લાગ્યો કે બીજા છોકરાઓ ખીર ખાય છે તેવી તમે પણ મને ખીર બનાવી આપો. માએ કહ્યું કે બેય, આપણે ખીર બનાવી શકીએ તેમ નથી. મેં જે રાંધ્યું છે તે તું ખાઈ લે. ખીર નહિ મળવાને લીધે તે રડવા લાગ્યો. તેની મા તેને રડતો જોઈ ન શકી. તેથી તે પાડોશી પાસેથી ઉછીનું દૂધ, ખાંડ અને ચોખા લાવી અને દીકરા માટે ખીર બનાવી. ખીર ઠંડી કરવા વાડકામાં કાઢી તે કૂવે પાણી ભરવા ગઈ. છોકરો જેવો ખીર ખાવાની તૈયારી કરતો હતો ત્યાં જ ધર્મલાભ’ (જૈન સાધુ-સાધ્વી ગોચરી માટે જાય ત્યારે આશીર્વાદ સૂચક આવા શબ્દો બોલે. શબ્દો તેના કાને પડ્યા. તેણે જોયું તો બારણામાં જૈન સાધુ ઊભા હતા. તરત જ તે ભુખ્યા છોકરાએ સાધુને ઘરમાં આવકાર્યા અને ખીર લેવાનો આગ્રહ કર્યો. તેણે પોતાના વાડકાની બધી જ ખીર સાધુના પાત્રામાં વહોરાવી દીધી. પોતાને માટે જરા પણ ખીર ન રાખતાં સાધુને બધી જ ખીર વહોરાવીને તે છોકરો ખૂબ જ ખુશ થયો. તેનો ઉમદા હેતુ અને પવિત્ર કાર્યને કારણે તેણે સારા કર્મો બાંધ્યાં. બીજા જન્મમાં તે શ્રીમંત કુટુંબમાં શાલિભદ્ર નામે જન્મ્યો. સુખ તો જાણે સ્વર્ગમાં હોય તેવું હતું. તેના માતા-પિતા ભદ્રા શેઠાવી અને ગોભદ્ર શેઠ હતા. શાલિભદ્ર યુવાન થયો ત્યારે તેના પિતા સંસાર છોડી સાધુ થયા હતા. તેની માતા તેને સંપૂર્ણ સુખ સાહ્યબીમાં રાખતા. તેમને ડર હતો કે આ પણ ક્યાંક તેના પિતાની જેમ સાધુ ન થઈ જાય તેથી તેને મહેલની બહાર ક્યાંય જવા ન દેતા. સ્વર્ગના દેવતાઓને પણ શાલિભદ્રના સુખની અદેખાઈ આવતી. યોગ્ય ઉંમરે તેના બત્રીસ સુંદર છોકરીઓ સાથે લગ્ન થયાં. સાધુને આનંદથી ખીર વહોરાવતો બાળક એકવાર નેપાળના વેપારીઓ કિંમતી હીરા જડેલી શાલો વેચવા નગરમાં આવ્યા. તેઓ શ્રેણિક રાજાના દરબારમાં શાલ વેચવા માટે ગયા. પણ રાજાએ આવી કિંમતી શાલ ખરીદવાની અશક્તિ દર્શાવી. વેપારીઓ ખુબ જ નિરાશ થઈ ગયા. રાજાએ આટલી કિંમતી શાલો ખરીદવાની અશક્તિ દર્શાવી તો લોકો પાસે તો આ ખરીદવાની સંપત્તિ ન જ હોય. તેથી આ શહેરમાંથી કોઈ આ શાલ ખરીદી નહિ શકે એમ માની પાછા ફરવાનું નક્કી કર્યું. જૈન કથા સંગ્રહ 105

Loading...

Page Navigation
1 2 3