Book Title: Shalibhadra Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201027/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર ૨૦. શાલિભદ્ર એક ગરીબ સી તેના દીકરા સાથે એક ગામમાં રહેતી હતી. એક વાર કોઈ મોટા ઉત્સવ નિમિત્તે પેલા ગરીબ છ કરા સહિત ગામના બધા જ છોકરા સાથે રમતા હતા. રમી રહ્યા પછી ગરીબ છોકરા સિવાય બધા જ છોકરાઓ ઘેરથી લાવેલી ખીર ખાવા બેઠા. ગરીબ છોકરા પાસે ખાવા માટે ખીર ન હતી. તેને બહુ જ ખરાબ લાગ્યું અને તે તેની મા પાસે દોડી ગયો. માને કહેવા લાગ્યો કે બીજા છોકરાઓ ખીર ખાય છે તેવી તમે પણ મને ખીર બનાવી આપો. માએ કહ્યું કે બેય, આપણે ખીર બનાવી શકીએ તેમ નથી. મેં જે રાંધ્યું છે તે તું ખાઈ લે. ખીર નહિ મળવાને લીધે તે રડવા લાગ્યો. તેની મા તેને રડતો જોઈ ન શકી. તેથી તે પાડોશી પાસેથી ઉછીનું દૂધ, ખાંડ અને ચોખા લાવી અને દીકરા માટે ખીર બનાવી. ખીર ઠંડી કરવા વાડકામાં કાઢી તે કૂવે પાણી ભરવા ગઈ. છોકરો જેવો ખીર ખાવાની તૈયારી કરતો હતો ત્યાં જ ધર્મલાભ’ (જૈન સાધુ-સાધ્વી ગોચરી માટે જાય ત્યારે આશીર્વાદ સૂચક આવા શબ્દો બોલે. શબ્દો તેના કાને પડ્યા. તેણે જોયું તો બારણામાં જૈન સાધુ ઊભા હતા. તરત જ તે ભુખ્યા છોકરાએ સાધુને ઘરમાં આવકાર્યા અને ખીર લેવાનો આગ્રહ કર્યો. તેણે પોતાના વાડકાની બધી જ ખીર સાધુના પાત્રામાં વહોરાવી દીધી. પોતાને માટે જરા પણ ખીર ન રાખતાં સાધુને બધી જ ખીર વહોરાવીને તે છોકરો ખૂબ જ ખુશ થયો. તેનો ઉમદા હેતુ અને પવિત્ર કાર્યને કારણે તેણે સારા કર્મો બાંધ્યાં. બીજા જન્મમાં તે શ્રીમંત કુટુંબમાં શાલિભદ્ર નામે જન્મ્યો. સુખ તો જાણે સ્વર્ગમાં હોય તેવું હતું. તેના માતા-પિતા ભદ્રા શેઠાવી અને ગોભદ્ર શેઠ હતા. શાલિભદ્ર યુવાન થયો ત્યારે તેના પિતા સંસાર છોડી સાધુ થયા હતા. તેની માતા તેને સંપૂર્ણ સુખ સાહ્યબીમાં રાખતા. તેમને ડર હતો કે આ પણ ક્યાંક તેના પિતાની જેમ સાધુ ન થઈ જાય તેથી તેને મહેલની બહાર ક્યાંય જવા ન દેતા. સ્વર્ગના દેવતાઓને પણ શાલિભદ્રના સુખની અદેખાઈ આવતી. યોગ્ય ઉંમરે તેના બત્રીસ સુંદર છોકરીઓ સાથે લગ્ન થયાં. સાધુને આનંદથી ખીર વહોરાવતો બાળક એકવાર નેપાળના વેપારીઓ કિંમતી હીરા જડેલી શાલો વેચવા નગરમાં આવ્યા. તેઓ શ્રેણિક રાજાના દરબારમાં શાલ વેચવા માટે ગયા. પણ રાજાએ આવી કિંમતી શાલ ખરીદવાની અશક્તિ દર્શાવી. વેપારીઓ ખુબ જ નિરાશ થઈ ગયા. રાજાએ આટલી કિંમતી શાલો ખરીદવાની અશક્તિ દર્શાવી તો લોકો પાસે તો આ ખરીદવાની સંપત્તિ ન જ હોય. તેથી આ શહેરમાંથી કોઈ આ શાલ ખરીદી નહિ શકે એમ માની પાછા ફરવાનું નક્કી કર્યું. જૈન કથા સંગ્રહ 105 Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરન્ના સમયની જીવન કથાઓ ભદ્રા શેઠાણીએ આ બીના જાણી તો તેમણે માણસ મોકલીને વેપારીઓને પોતાને ઘેર તેડાવ્યા. તેઓની જવાની જરા પણ ઇચ્છા ન થઈ કારણ કે તેઓ વિચારવા લાગ્યા કે જો રાજા આવી કિંમતી શાલ ન ખરીદી શક્યા તો ગામનો સામાન્ય માણસ તો કેવી રીતે ખરીદી શકે? તેઓ જ્યારે ભદ્રા શેઠાણીને ઘેર પહોંચ્યા ત્યારે શેઠાણીએ પૂછ્યું, “તમારી પાસે કેટલી શાલ છે?” વેપારીએ જણાવ્યું કે સોળ શાલ છે. શેઠાણીએ કહ્યું, “બસ સોળ જ છે! મારે તો બત્રીસ શાલ જોઈએ. કારણ કે મારે બત્રીસ પુત્રવધૂઓ છે.” વેપારીઓને લાગ્યું કે આ મશ્કરી કરે છે, એક ખરીદે તો પણ સારું. શેઠાણીએ કહ્યું, “જાઓ, શાલ લઈ આવો. તેમણે સહેજ પણ વિચાર્યા વિના સોળ સોળ શાલ ખરીદી લીધી. વેપારીઓને ખૂબ જ આશ્ચર્ય થયું. આથી વધુ નવાઈ તો એમને ત્યારે થઈ જ્યારે શેઠાણીએ દરેક શાલના બે કકડા કરી નાંખ્યા, અને દરેક પુત્રવધૂને તેમના પગ લૂછવા આપ્યા. વેપારીઓ તો આશ્ચર્યથી દિમૂઢ થઈ ગયા. પણ રાજી થતા થતા ચાલ્યા ગયા. પુત્રવધૂઓએ પગ લૂછી તે કટકા ફેંકી દીધા. Yuv, પોતાની વહુઓ માટે કિંમતી શાલ ખરીદતા ભદ્રા શેઠાણી શાલિભદ્રના મહેલના નોકરોમાંથી એક નોકરાણી રાણીને જાણતી હતી. તેથી શાલનો એક કટકો રાણી માટે લઈ લીધો. એક બાજુ રાણી મુઝાયાં પણ સાથે પોતાના રાજયમાં આવા શ્રીમંતો પણ છે તે જાણી આનંદ થયો. તેમણે રાજા શ્રેણિકને શાલ વિશેની વાત કરી અને રાજા પણ પોતાના રાજ્યમાં આવા સુખી માણસો વસે છે જેનાથી રાજયની કીર્તિ વધે તે જાણી ગર્વ અનુભવ્યો. તેમણે શાલિભદ્રને બિરદાવવા પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. ભદ્રા શેઠાણીએ જાણ્યું તો તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે મારો દીકરો ખૂબ શરમાળ પ્રકૃતિનો છે માટે આપ અમારા મહેલે પધારો, શ્રેણિક રાજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને શાલિભદ્રના મહેલ પર ગયા. શ્રેણિક રાજાએ શાલિભદ્રનો મહેલ જોયો તો તેમને લાગ્યું કે આની સરખામણીમાં મારો મહેલ તો કંઈ જ નથી. ભદ્રા શેઠાણીએ તેમને બેસવા જણાવ્યું અને શાલિભદ્રને નીચે આવી રાજાને માનપાનથી આવકારવા જણાવ્યું. શાલિભદ્રને તો રાજા કે રાજ્ય વિશે કંઈ જ ખબર ન હતી. એટલે એને તો એમ થયું કે કોઈ વેપારી આવ્યો હશે અને તેનો માલ જોવા મને બોલાવે છે એટલે એણે કહ્યું, “મારે કંઈ જોવું નથી તેમને યોગ્ય લાગે તો તમે ખરીદી લો.” તેની માતાએ કહ્યું, “આ કોઈ વેપારી નથી. તે આપણો રાજા છે. આપણા માલિક છે, એટલે તારે નીચે આવવું જોઈએ. તેમને માનથી આવકારવા જોઈએ.” [106. જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર માલિક’ શબ્દ એના કાનમાં ગુંજવા લાગ્યો. તેને નવાઈ લાગી. “મારા ઉપર વળી મારો માલિક કેમ? હું જ મારી જાતનો માલિક છું.” આવું વિચારતાં વિચારતાં તે નીચે આવ્યો. રાજાને માનથી બેસાડ્યા. પણ તે લાંબો સમય ત્યાં ઊભા ન રહ્યા. તેના માથે રાજા અને માલિક છે એવું જાણતાં એના મગજમાં ‘હું સ્વતંત્ર વ્યક્તિ નથી’ એ જ વિચારો ચાલવા લાગ્યા. એને એના પિતાનો વિચાર આવ્યો (જે સાધુ બન્યા હતા, અને જિંદગીનો સાચો અર્થ સમજાયો. એમણે એ જ ક્ષણે સાધુ બનવાનું નક્કી કર્યું અને પોતાના કુટુંબને પોતાના નિર્ણયની જાણ કરી. એમની માતાએ અને પત્નીઓએ તેને થોડો વધુ સમય રોકાઈ જવા સમજાવ્યો. તેમણે સંસાર છોડવાનું તો નક્કી કર્યું જ હતું, પણ પોતાના કુટુંબનો તાત્કાલિક ત્યાગ કરવાને બદલે બત્રીસ પત્નીઓ સાથે એકએક દિવસ રહેવાનું નક્કી કર્યું. બત્રીસમા દિવસ પછી તે સાધુ બની જશે. એ જ દિવસથી તેમણે તેનો અમલ શરૂ કરી દીધો. શાલિભદ્રને સુભદ્રા નામની બહેન હતી જે ધન્ના શેઠને પરણી હતી. ધન્ના શેઠને આઠ પત્નીઓ હતી. એક દિવસ સુભદ્રા ધન્ના શેઠને સ્નાન કરાવતી હતી. એકાએક ધન્નાશેઠના શરીર પર સુભદ્રાના આંસુ પડ્યા. શા માટે રડે છે? એમ પૂછતાં સુભદ્રાએ કહ્યું કે મારો ભાઈ બધું છોડીને સાધુ થવાનો છે. એ દરેક પત્ની સાથે એક એક દિવસ પસાર કરીને બત્રીસમા દિવસે સાધુ થશે. ધન્નાએ મશ્કરી કરી અને સુભદ્રાને કહ્યું, “તારો ભાઈ કાયર અને ડરપોક છે. એને સાધુ થવું જ છે તો શા માટે બત્રીસ દિવસની રાહ જોવી?” આ સાંભળીને સુભદ્રા દુઃખી થઈ અને તેના પતિને કહ્યું, “કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે.” આ સાંભળીને ધન્નાના મગજમાં ઝબકારો થયો અને પોતાની પત્નીને કહ્યું, “હું આ ક્ષણે જ આ ય પત્નીઓનો ત્યાગ કરીને સાધુ થઈ જાઉં છું” સુભદ્રાને નવાઈ લાગી, તેને લાગ્યું કે તેનો પતિ મશ્કરી કરે છે. ધન્નાએ કહ્યું, “હવે ઘણું મોડું થાય છે, મેં સાધુ થવાનું મક્કમપણે નક્કી કર્યું જ છે. તમારે પણ મારી સાથે જોડાવું હોય તો બહુ આનંદની વાત છે.” ધન્ના શેઠની મક્કમતા જોઈને સુભદ્રા તથા બીજી સાત પત્નીઓ પણ સાધ્વી થવા તૈયાર થઈ. ધન્ના શેઠ પછી ત્યાંથી તેના સાળા શાલિભદ્રના મહેલે ગયા અને પડકારતાં કહ્યું, “હે શાલિભદ્ર, જો તું તારા કુટુંબને અને અન્ય વસ્તુઓને છોડવા માંગતો હોય તો શેની રાહ જુએ છે! કાળનો ભરોસો ન રાખ ચાલ મારી સાથે જોડાઈ જા.” શાલિભદ્રએ તેની વાત સાંભળી અને તેનો પડકાર સ્વીકારી લીધો. એણે એની પત્નીઓને તથા કુટુંબના અન્ય સભ્યોને કહ્યું, “હું તમારા બધાંનો ત્યાગ આજે જ કરું છું.” તે નીચે ગયો અને તેના બનેવી સાથે નીકળી પડ્યો. તેની પત્નીઓ પણ તેની સાથે થઈ. બધાં મહાવીરસ્વામી પાસે ગયા. દીક્ષા લઈ સાધુ સાધ્વી બની ગયા. સાધુ તરીકે આકરી તપશ્ચર્યા કર્યા બાદ ધન્ના અને શાલિભદ્રનો નવો જન્મ સ્વર્ગમાં થયો. ત્યાંનો સમય પૂરો થતાં ફરી નવો માનવ જન્મ ધારણ કરશે અને મુક્તિ મેળવશે. ન:૨વાર્થ સેવા હંમેશા સાચું સુખ આપે છે. પાડૉશીને મદદ ઍ સમાજની સેવા છે દરકાર છે. દયા તથા પૉપકારનો ગુણ જીવનમાં એ નાના બાળકને (શાલભદ્રના ) અન્નેકગણો બદલો માખે છે. પરિણામૈ તે સહેલાઈથી બધું છૉડી શઠે છે. સત્યાર્થી હંમેશા આપણા સ્માત્મા ઉપર પોતાની છાપ અંકિત કરૂં છે. સત્કાર્યો અને પ્રાયશ્ચિત આત્માને મુક્તિ ભણી લઈ જાય છે. | જૈન કથા સંગ્રહ 10)