Book Title: Shabdartha Sambandha
Author(s): Jitendra B Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ મુનિ યશસ્વસાગર કૃત શબ્દાર્થ સ્વસ્થ જિતેન્દ્ર શાહ અઢારમી સદીના પ્રારંભે થયેલા ત્રણ મહાન જયોતિર્ધરો નિર્ચન્થ દર્શનમાં વિશેષ ખ્યાતિપ્રાપ્ત છે. (૧) નન્યાયના પ્રકાંડ વિદ્વાન, તાર્કિકશિરોમણિ મહામહોપાધ્યાય યશોવિજયજી; (૨) સિદ્ધાન્તશિરોમણિ મુનિ વિનયવિજયજી; તથા (૩) વ્યાકરણ, કાવ્ય, અને જ્યોતિષશાસ્ત્રના મહામનિષી મુનિ મેઘવિજયજી, આ ત્રણ શ્વેતામ્બર મુનિવરોની કૃતિઓનું આજેય આદર અને વિનયપૂર્વક અધ્યયન-અધ્યાપન થઈ રહ્યું છે. તેમાંય ઉપા. યશોવિજયજીના ગ્રંથો તો વિશેષ આદરણીય મનાય છે. એ યુગમાં જ થઈ ગયેલા એક અલ્પજ્ઞાત મુનિ યશસ્વતુ અપર નામ જશવંતસાગરની એક અપ્રગટ કૃતિ, શબ્દાર્થસંબંધ, અત્રે પ્રકાશિત કરવામાં આવી રહી છે. ઉપાધ્યાય યશોવિજયની તીક્ષ્ણ તાર્કિક શૈલી અને કાવ્યાત્મક ભાષામાં રચાયેલી જટિલ કૃતિઓ કરતાં સરળ અને સુબોધ રીતે દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા ઇચ્છતા પ્રારંભિક અભ્યાસ માટે ઉપયોગી કૃતિ રચવાનું શ્રેય મુનિ યશસ્વસાગરને પ્રાપ્ત થાય તેમ છે. જૈન પરંપરાના ન્યાય-દર્શનના ગ્રંથો રચવાની પરંપરા તો સિદ્ધસેન દિવાકરથી શરૂ થઈ જ ગઈ હતી અને આ જ પરંપરામાં આચાર્ય મલવાદી, સિંહશુર, અકલંક, હરિભદ્રસૂરિ, વિદ્યાનંદ, હેમચંદ્ર આદિ અનેક પૂર્વાચાર્યોએ પ્રૌઢ રચનાઓ કરી હતી અને તે સૌમાં દાર્શનિક ચર્ચાઓ કરવામાં આવી તો છે : પરંતુ ન્યાયદર્શન કે વૈશેષિક દર્શનનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને માટે જેવી રીતે અન્નભટ્ટ રચિત તર્કસંગ્રહ અને વિશ્વનાથ પંચાનનકૃત મુક્તાવલી અત્યંત પ્રચલિત છે તેવી કૃતિની જૈનદર્શનમાં ઊણપ હતી. આ ઊણપને ઉપાડ યશોવિજયજીએ તર્કભાષા દ્વારા પૂરી તો કરી પણ તેમની સાંપ્રત કૃતિ પણ સાવ સરળ નથી. તેનો અભ્યાસ કરવા માટે થોડી વધુ સજ્જતાની આવશ્યકતા રહે છે. આવી પરિસ્થિતિમાં સરળ ગ્રંથો રચવાનો પ્રયાસ મુનિશ્રી યશસ્વસાગરે કર્યો છે. તેમણે અન્નભટ્ટના તર્કસંગ્રહની તોલે આવી શકે તેવી લઘુ કૃતિ જૈની સપ્તપદાર્થોની રચના કરી છે. જ્યારે મુક્તાવલીની તોલે આવી શકે તેવી સ્યાદ્વાદમુક્તાવલીની રચના કરી છે. આ બન્ને કૃતિ પ્રકાશિત થઈ ચૂકી છે. પરંતુ પૂર્વે જૈન ધર્મમાં દર્શનનો અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ તર્કસંગ્રહ અને મુક્તાવલીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હતો. અને આજે પણ આ જ પ્રણાલિકા પ્રવર્તતી હોવાથી ઉક્ત બન્ને કૃતિઓની પ્રસિદ્ધિ થઈ શકી નથી એટલું જ નહીં, જૈન દર્શનના અભ્યાસીઓને આવા પ્રકારની કૃતિઓની રચનાનો ખ્યાલ સુધ્ધાં નથી. મુનિ યશસ્વતસાગર અન્ય લેખકોની જેમ જ મુનિ યશસ્વસાગર કિંવા જશવંતસાગરનાં જન્મ, જન્મસ્થળ, માતા-પિતા, અવસ્થા આદિ અંગે કોઈ પણ પ્રકારની વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. (સ્વ) મોહનલાલ દલીચંદ દેસાઈના જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ અંતર્ગતમાં તેમની કૃતિઓ અંગે અને ગુરુ અંગેની માહિતી આપવામાં આવી છે, પરંતુ તેથી વિશેષ કોઈ માહિતી ઉક્ત ગ્રંથમાં દર્શાવવામાં આવી નથી. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભા.૦ ૩માં પ્રા. હિરાલાલ રસિકદાસ કાપડિયાએ યશસ્વતસાગરની કૃતિઓ અંગે અછડતો ઉલ્લેખ કર્યો છે જરૂર, પણ તેમના સંપૂર્ણ સાહિત્ય અંગે કોઈ પણ પ્રકારની વિશેષ ચર્ચા કરી નથી. સહ પ્રથમ વિશેષ માહિતી મુનિવર હિમાંશુવિજયજી સંપાદિત જેની સપ્તપદાર્થોની પ્રસ્તાવનામાં પ્રાપ્ત થાય છે, તે ઉપરાંત ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત યશસ્વસાગરની સ્યાદ્વાદમુક્તાવલીની પ્રસ્તાવનામાં માહિતી આપવામાં આવી છે. તથા તેમણે રચેલી કૃતિઓમાં આપવામાં આવેલી પ્રશસ્તિઓને આધારે માત્ર તેમની ગુરુપરંપરા અંગેની જ માહિતી પ્રાપ્ત થાય છે. તેમના પૂર્વ ગુરુ તરીકે અનુક્રમે વિજયપ્રભસૂરિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4